Viral Video: શું તમે ક્યારેય વાઘને બાથટબમાં ન્હાતા જોયો છે? જોઈ લો આ વીડિયો

કર્ણાટકના કોડાગુથી કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક વાઘનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે, આ વીડિયોમાં એક વાઘ પાણી બરેલા ટબમાં સ્નાન કરી રહ્યો છે.

ત્યારે આ વીડિયો જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા માટે આનંદ અને ઉદાસીનતા પ્રગટ કરી. આ વીડિયોએ આનંદ મહિન્દ્રાની સુંદર દક્ષિણ ભારતીય જિલ્લામાં વેતાવેલા તેમના બાળપણનો સમય યાદ આવી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાઘ ટબ પર જઈને ઠંડા પાણીનો આનંદ માણે છે

image source

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ 1.5 મિનિટના વીડિયોમાં જોઇ શકાય છે કે વાઘ ટબની આજુબાજુ સુંઘે છે. આ પછી, થોડો ખચકાટ સાથે ટબમાં ચઢે છે અને પાણીમાં કૂદી જાય છે. આ વાઘ ટબ પર જઈને ઠંડા પાણીનો આનંદ માણે છે. પછી તે નીચે એવી રીતે બેસી જાય છે કે જરૂર પડવા પર તુરંત ભાગી શકે.

આનંદ મહિન્દ્રાને બાળપણ યાદ આવી ગયુ

image source

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કર્ણાટકના નાગરોહોલ અભયારણ્યથી છ માઇલ દૂર તેમના પરિવારના કોડાગુ ઘરમાં વિતાવેલ બાળપણના વેકેશનને યાદ કર્યું. તેણે કહ્યું કે તેમને ત્યાં કોઈ વાઘ ક્યારેય જોના મળ્યો ન હોતો. આનંદ મહિન્દ્રાએ કહ્યું કે રજાઓ દરમ્યાન તેણે ત્યાં વિતાવેલા સમય દરમિયાન ક્યારેય વાઘને જોયો નહોતો પરંતુ આ વીડિયોથી તે ખુશ થયા.

વાઘ પાણીથી ભરેલા ટબમાં કૂદી પડે છે

image source

આ વીડિયોને ફરીથી શેર કરતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે જો ટાઇગર Jacuzzi નો ઉપયોગ કરશે તો તેને Ticuzzi કહેવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાયરલ થઈ રહેલ આ વીડિયોને કર્ણાટકના કુર્ગ વિસ્કતારનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક વાઘ જંગલની બાજુથી પાણીથી ભરેલા ટબ પાસે પહોંચે છે. પ્રથમ તે પાણીને સ્પર્શે છે તપાસ કરે છે અને પછી વાઘ પાણીથી ભરેલા ટબમાં કૂદી પડે છે.

ભલભલાં લોકો ડરી ગયા

image source

નવેમ્બર મહિનામાં સોશિયલ મીડિયામાં એક વાઘનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં વાઘ અમુક લોકો પાછળ દોડે છે. આ વીડિયોને જોઈને લોકોનાં ધબકારા વધી જાય છે. વાઈરલ થયેલો આ વીડિયો આસામના તેજપુર વિદ્યાલય પાસેના નપામ વિસ્તારનો હતો. અહીં એક વાઘ અચાનક માનવવસ્તીમાં ઘસી આવ્યો હતો. અને બાદમાં વાઘે ત્યાં એકઠાં થયેલાં લોકો પર હુમલો કરી દીધો હતો, અને લોકોની પાછળ દોડ્યો હતો.વાઘ પાછળ પડતાં જ લોકોએ જીવ બચાવવા માટે દોડધામ મચાવી દીધી હતી. તેવામાં એક વ્યક્તિ વાઘની ચપેટમાં આવી ગયો હતો. વાઘે તેને પાછળથી પંજા વડે ઝાપટ મારીને એક ખાડામાં પાડી દીધો હતો. આ દ્રશ્યો જોઈને ભલભલાં લોકો ડરી ગયા હતા.

બે લોકોને ઈજા પહોંચી

image source

જો કે બાદમાં વાઘ વ્યક્તિને ગંભીર નુકસાન કર્યા વગર જતો રહ્યો હતો. વાઘના આ હુમલામાં બે લોકોને ઈજા પહોંચી છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાઘ કાઝીરંગા નેશનલ પાર્કથી ભટકીને માનવવસ્તીમાં આવી ગયો હોવાની ચર્ચા છે. અને તેને પકડવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઓપરેશન શરૂ કરી દીધું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ