લો બોલો: વરરાજાએ પોતાના લગ્નમાં પોતે જ વગાડ્યો…આત્મનિર્ભર દુલ્હાને આ રીતે જોઇને દુલ્હન પણ ચોંકી ઉઠી, જોઇ લો મજેદાર વિડીયો તમે પણ

કોરોના મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધું છે અને ભલે વિશ્વના નામી દેશોએ કોરોના સામે લડવાની વેકસીન શોધી લીધી હોય પરંતુ તેનો એવો મતલબ બિલકુલ નથી કે કોરોના મહામારી નાબૂદ થઈ ગઈ. નિષ્ણાંતોના મતે આ વેકસીન ફક્ત તમારી ઇમ્યુનિટી સિસ્ટમને વધારવાનું કામ કરે છે જેથી તમારી અંદર કોરોના વાયરસ કબજો ન કરી શકે. આ રોગચાળો ક્યારે પૂરો થશે અને ક્યારે માનવજાત કોરોનાથી સલામત રહેશે તેના વિશે વૈશ્વિક સ્તરે પણ કોઈ ચોક્કસ રીતે કંઈ કહી શકવા અસક્ષમ છે જે આજના આધુનિક યુગને એક જોરદાર તમાચો છે.

ખેર, કોરોના મહામારી સામે વેકસીન વગર લડવા માટે સરકાર દ્વારા સમયાંતરે લોકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા બાબતે અપીલ અને કડક અમલ સહિતના પગલાંઓ લેવામાં આવ્યા છે. આ પગલાંઓને કારણે અને તેમાંય ખાસ કરીને લોકડાઉનને કારણે માણસ અમુક બેમતલબ ના રીત રિવાજને બંધ કરતા પણ શીખી ગયો છે. હવે પૈસા અને સમયનો વેડફાટ કરતા અને રસ્તે ભીડ એકઠી થઈ કરવામાં આવતા નાચગાન બંધ થઈ ગયા છે. લગ્ન તો એવા થઈ ગયા છે કે બાજુના ઘરમાં કોઈ પરણીને આવી જાય તો પણ ખબર નથી રહેતી.

આવા લગ્ન પ્રસંગની અવનવી બાબતો સોશ્યલ મીડિયામાં ફરતી રહે છે અને તેમાં સારા અને ખરાબ બન્ને પ્રકારના સમાચારો જાણવા મળે છે. ત્યારે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક લગ્નનો મજેદાર વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વરરાજો પોતે જ પોતાના લગ્ન માટે ઢોલ વગાડી રહ્યો હોવાનું દેખાય છે.

આ વિડીયો અસલમાં આઇપીએસ ઓફિસર રૂપિન શર્માએ શેયર કર્યો છે. વિડીયોમે એક વરરાજો દુલ્હન સાથે ઉભો છે અને એણે પોતાના ગળામાં એક નગારું કહી શકાય તેવો ઢોલ લટકાવેલો રાખ્યો છે અને બે પ્લાસ્ટિકની સ્ટિક વડે તેને વગાડી રહ્યો છે.

વીડિયોમાં વરરાજાની પાછળ જ તેની દુલ્હન પણ ઉભી છે. વરરાજો એક બાજુ ડ્રમ વગાડી રહ્યો છે ત્યારે સાથે સાથે તેની બાજુમાં જ એક મોટું સ્પીકર પણ રાખેલું છે જેમાં વાગતા સુર મુજબ વરરાજો ઢોલ વગાડી રહ્યો છે. આ વિડીયો સારો એવો વાયરલ થયો છે.

આઇપીએસ ઓફિસર રૂપિન શર્માએ આ વિડીયો શેયર કરતા તેના વિવરણમાં ” આત્મનિર્ભર દુલ્હા ” એમ લખ્યું છે. જો કે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે આ વિડીયો ક્યાંનો છે ? આ વિડીયો રૂપિન શર્માએ ગત 12 મે ના રોજ શેયર કર્યો હતો અને હવે આ વીડિયોને સેંકડો વ્યુ મળ્યા છે અને લોકોને એ પસંદ પણ આવી રહ્યો છે. સાથે કોમેન્ટ સેક્શનમાં અન્ય સોશ્યલ મીડિયા યુઝરસો પોતાના મંતવ્યો પણ વ્યક્તિ કરી રહ્યા છે.

એક સોશ્યલ મીડિયા યુઝર્સએ એવી કોમેન્ટ કરી હતી કે, લગ્નમાં 11 વ્યક્તિઓને જ શામેલ થવાની પરવાનગી આપશો તો આવું જ થશે ને ? અસલમાં સરકાર તરફથી લગ્ન પ્રસંગે ઓછામાં ઓછા 20 લોકોને શામેલ થવાની પરવાનગી અપાયેલી છે. અન્ય એક યુઝરે એવું લખ્યું હતું કે, કઈંક મોટું કરવા માટે થોડું આત્મનિર્ભર થવું જરૂરી છે. અમુક લોકોએ વરરાજાના ઢોલ વગાડવાના અંદાજને વખાણી તેની પ્રશંશા કરી હતી અને પ્રોફેશનલ ગણ્યો હતો. જો કે આ વિડીયો જોઈને લોકો આનંદિત પણ થઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!