આ એક એપ ફટાફટ કરી લો ડાઉનલોડ, જેમાં PFથી લઈને LPG સિલિન્ડરનું સરળતાથી થઇ જશે બુકિંગ, જાણો વધુમાં

હવે આપણે સૌ મોટા ભાગે ફોન દ્વારા જ આપણા બધા કામ પુરા થઇ જાય તેવુ ઇચ્છીએ છીએ. કેટલીક એપ એવી છે, જે ખુબ જ કામની હોય છે આવી એક એપ એટલે ઉમંગ એપ આ એક એપ થી તમે પીએફ, ડીજી લોકર, એનપીએસ, પાન કાર્ડ બિલ જેવી સુવિધાઓ મળે છે.

image source

ઉમંગ એપથી તમે એકવીસ હજાર ચાર સો નવાણું પ્રકાર ની સરકારી યુટિલીટી સેવાઓ નો લાભ મેળવી શકો છો. આ એપ એન્ડ્રોયડ, આઈઓએસ તમામ વેબ બ્રાઉઝર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપને ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રાલય તેમજ રાષ્ટ્રીય ઇ-ગલર્નસ ડિવીઝન દ્વારા વિકસીત કરવામાં આવી છે.

કેવી રીતે ડાઉનલોડ કરશો?

image source

એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ પ્લે સ્ટોર પર થી આ એપ ડાઉનલોડ કરી શકાય છે. યુઝર ૯૭૧૮૩૯૭૧૮૩પર મિસ કોલ આપી ને પણ એપ્લિકેશન લીંક મેળવી શકાય છે. આ સિવાય, https://web.umang.gov.in/ પણ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવા માટે રીડાયરેક્ટ કરે છે.

ઉમંગ ની સહાયથી તમે ઘરે બેસીને આ કરી શકશો

ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, વિવિધ સેવાઓ નો લાભ લેવા માટે ઘણી પ્રકાર ની એપ્લિકેશનો ડાઉનલોડ કરવા ની જરૂર રહેશે નહીં. આ એપ્લિકેશન ની મદદ સાથે પ્રોવિડન્ટ ફંડ (PF), ડિજિલોકર (DigiLocker), એનપીએસ (NPS), ગેસ સિલિન્ડરનું બુકિંગ, પાનકાર્ડ, યુટિલિટી બિલ વગેરે સંબંધિત સેવાઓ તમે સરળતાથી આ એપ દ્વારા કરી શકશો.

એલપીજી સિલિન્ડર બુકિંગ

image source

ઉમંગ એપ્લિકેશન ની મદદથી તમે ભારત, ઇન્ડેન અને એચપી સહિત ની તમામ કંપનીઓ ના ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. પીએફ ખાતા ધારકો માટે પણ ઉમંગ એપ્લિકેશન ખૂબ ઉપયોગી છે, ઉમંગ એપ પર દસ વધુ સર્વિસ મળે છે. વિવિધ પ્રકાર ની સેવાઓ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન ની મદદથી, તમે પીએફ બેલેન્સ ને ખૂબ જ સરળતા થી જાણી શકો છો. આ એપ્લિકેશન દ્વારા દસ સી ફોર્મ, પાસબુક, ક્લેમ રાઇઝ, ટ્રેક ક્લેમ, યુએન એક્ટીવેશન વગેરે કામ ને સરળતા થી કરી શકાય છે.

ગેસ સિલિન્ડર કેવી રીતે બુક કરવા

image source

ઉમંગ તમે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ખોલો છો. જ્યારે તમે પહેલી વાર એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, ત્યારે તમારે પ્રથમ નોંધણી કરવાની જરૂર છે. ત્યારબાદ તમારે એલપીજી સર્વિસ પ્રોવાઇડર ની શોધ કરવી પડશે. એચપી ગેસ તરીકે ટાઇપ કરો અને પછી તેને ટેપ કરો.

image source

તમારી પાસે બે વિકલ્પો હશે, એક એ છે કે તમે ડિલિવરી સમયે રોકડ ચુકવણી કરશો, બીજું તમે નેટ બેંકિંગ મારફતે ચૂકવણી કરશો. હવે ઉપર જણાવેલ વિકલ્પો માંથી એક પસંદ કરો અને પુષ્ટિ બટન પર ટેપ કરી ને તમારી વિગતોની પુષ્ટિ કરો. પછી હવે ઓર્ડર પર ટેપ કરો. આ રીતે તમે એલપીજી ગેસ ને બુક કરી શકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong