ટીવીની આ 6 જાણીતી અભિનેત્રીઓ રાતોરાત થઇ ગઇ ગાયબ, જાણો શું છે ગુમનામીનુું કારણ

ટીવી એક્ટ્રેસ વગર કોઈપણ સિરિયલની કલ્પના જ નથી કરી શકાતી. એકતા કપૂરના ટીવી શોની એક્ટ્રેસ તો સિરીયલનો જીવ હોય છે એટલે ટીવી એક્ટ્રેસ ખૂબ જ જલ્દી ઘર ઘરમાં બધાની લાડલી ગની જાય છે પણ અમુક જાણીતી ટીવી એક્ટ્રેસ એવી પણ છે જે આજકાલ નથી દેખાતી. ક્યારેક ઘર ઘરમાં ઓળખ પામેલી આ ટીવી એક્ટ્રેસ આખરે હવે કેમ ક્યાંય નથી દેખાતી? આખરે શુ છે એમનું ગુમનામીનું કારણ.

1 રાજશ્રી ઠાકુર.

image source

ઝી ટીવીની સિરિયલ સાત ફેરેની સલોની એટલે કે રાજશ્રી ઠાકુરને ભલા કોણ ભૂલી શકે છે. સાત ફેરે સીરિયલમાં રાજશ્રી ઠાકુરે એક એવી છોકરીનું પાત્ર ભજવ્યું હતું જે એના શ્યામ રંગના કારણે સમાજમાં ઘણી ઉપેક્ષાઓનો સામનો કરે છે. રાજશ્રીનું આ પાત્ર દર્શકોને ખૂબ જ ગમ્યું હતું. એ પછી રાજશ્રી ઠાકુર ઐતિહાસિક સિરિયલ ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપમાં દેખાઈ હતી. રાજશ્રી ઠાકુરે વધુ સીરિયલમાં કામ નથી કર્યું પણ પોતાની ઉમદા એક્ટિંગના કારણે એ બહુ જલ્દી પોપ્યુલર થઈ ગઈ હતી. લગ્ન પછી રાજશ્રી ઠાકુર ટીવીથી દૂર થઈ ગઈ અને હવે એ પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહી છે. તમને જણાવી દઈએ કે રાજશ્રી ઠાકુર એક દીકરીની માતા છે અને પોતાની ફેમીલી લાઈફમાં ખૂબ જ ખુશ છે

2. ભૈરવી રાયચુરા.

image source

કલર્સ ચેનલની સુપરહિટ સીરિયલ બાલિકા વધુમાં આનંદીની માતાનો રોલ ભજવનારી એક્ટ્રેસ ભૈરવી રાયચુરા પણ હાલના દિવસોમાં નાના પડદા પર નથી દેખાઈ રહી. તમને જણાવી દઈએ કે ભૈરવી રાયચુરાએ પોતાના કરિયરની શરૂઆત કોમેડી શો હમ પાંચથી કરી હતી આ સીરિયલમાં ભૈરવીએ કાજલ ભાઈનું પાત્ર ભજવ્યું હતું અને એમનો આ રોલ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. એ પછી ભૈરવી સાસુરાલ ગેંદા ફૂલ, વો રહેને વાલી મહેલો કી, ગુટરગુ જેવી ઘણી સીરિયલમાં દેખાઈ પણ હમ પાંચની કાજલ ભાઈ અને બાલિકા વધુમાં આનંદીની માતાના રોલ એમને લોકપ્રિયતા અપાવી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં આટલું કામ કર્યા પછી આજકાલ ભૈરવી રાયચુરા ક્યાંય દેખાતી નથી. ખબરો અનુસાર ભૈરવી રાયચુરાએ ખતરો કે ખિલાડીમાં પાર્ટીસીપેટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. ભૈરવી રાયચુરા પ્રોડ્યુસર પણ છે.

3. શેફાલી શર્મા..

image source

સિરિયલ બાની ઇશ્ક દા કલમાંમાં બાનીનો રોલ કરનારી શેફાલી શર્મા તો તમને યાદ જ હશે. કલર્સ ચેનલની હિટ સિરિયલ બાની ઇશ્ક દા કલમાંમાં બાનીનું પાત્ર ભજવનાર શેફાલી શર્મા ઘણી જ લોકપ્રિય થઈ ગઈ હતી. આ સિરિયલ સિવાય શેફાલી શર્માએ સિરિયલ દિયા ઓર બાતી હમ, તેરે બિન જેવી પોપ્યુલર સીરિયલમાં પણ કામ કર્યું છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી એ કોઈપણ સીરિયલમાં નથી દેખાઈ.

4. નૌશીન અલી સરદાર.

image source

સોની ટીવીના પોપ્યુલર શો કુસુમની લીડ એક્ટ્રેસ નૌશીન અલી સરદારને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. એકતા કપૂરની આ સિરિયલમાં નૌશીન અલી સરદારનું પાત્ર કુસુમ દર્શકોને ખૂબ જ ગમ્યું હતું. એ પછી નૌશીન અમુક સિરિયલ્સમાં ગેસ્ટ અપિરિયન્સમાં પણ દેખાઈ પણ કુસુમ જેવી સફળતા એમને ફરી ક્યારેય ન મળી. એ પછી નૌશીન નાના પડદા પરથી જાણે ગાયબ જ થઈ ગઈ. હાલમાં જ નૌશીન અલટ બલાજીની વેબસિરિઝ કલાસ ઓફ 2020માં દેખાઈ હતી પણ દર્શકો એમને ઓળખી ન શક્યા એટલે કે કુસુમને મળી એ પોપ્યુલરિટી નૌશિન અલી સરદારને ફરી ન મળી.

5. શ્વેતા ક્વાત્રા.

image source

એકતા કપૂરની સિરિયલ કહાની ઘર ઘર કીની પલ્લવી અગ્રવાલ તો તમને યાદ જ હશે. કહાની ઘર ઘર કી સીરિયલમાં શ્વેતા ક્વાત્રા પાર્વતી અગ્રવાલની દેરાણી પલ્લવી અગ્રવાલના પાત્રમાં દેખાઈ હતી. એ પછી શ્વેતા ક્વાત્રા કુસુમ, કૃષ્ણા અર્જુન, સીઆઇડી ,જસસી જેસી કોઈ નહિ વગેરે સીરિયલમાં દેખાઈ પણ લાંબા સમયથી શ્વેતા કોઈપણ ટીવી શોમાં નથી દેખાઈ. તમને જણાવી દઈએ કે શ્વેતા ક્વાત્રાએ ટીવી એકટર માનવ ગોહિલ સાથે લગ્ન કર્યા છે અને એક દીકરીની માતા છે. દીકરીના જન્મ પછીથી કદાચ શ્વેતાએ ટીવીથી અંતર બનાવી લીધું.

6. શિખા સ્વરૂપ.

image source

શિખા સ્વરૂપને આજે પણ દર્શક ચંદ્રકાંતાના રૂપમાં યાદ કરે છે. ચંદ્રકાંતા સિરિયલ એ સમયે એટલી પોપ્યુલર થઈ ગઈ હતી કે શીખા સ્વરૂપ દર્શકોની લાડકી રાજકુમારી બની ગઈ હતી. વર્ષ 2012માં શિખા ઝીટીવીના શો રામાયણ સબકે જીવન કા આધારમાં કૈકેયીના રોલમાં દેખાઈ હતી. એ પછી શિખા સ્વરૂપ ટીવી પર નથી દેખાઇ. તમને જણાવી દઈએ કે શિખા સ્વરૂપે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!