‘તારક મહેતા’..ની આ ફેમસ એક્ટ્રેર્સની બિલ્ડિંગમાં એક કેસ પોઝિટિવ આવતા કરાઇ સીલ, જાણો કોણ છે તે

કોરોના મહામારીનાં પગલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કલાકારો પર આવેલું મહાસંકટ.

image source

અત્યાર સુધી ખૂબ ઓછી સંખ્યામાં વધી રહેલાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લાં ચાર દિવસથી કૂદકેને ભૂસકે વધી રહી છે. ભારતભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7500ને પાર પહોંચી ચૂકી છે. ગુજરાત પર પણ હવે કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે પણ સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્રની છે જ્યાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1600નો આંક વટાવી ચૂકી છે.

મહારાષ્ટ્રનું મુંબઈ શહેર જે ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રનાં કસબીઓનું ઘર ગણાય છે એની સ્થિતિ કોરોના મહામારીમાં ખૂબ કફોડી બની ચુકી છે.

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં કલાકારો પણ કોરોનાનાં પગલે ભારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. સીરિયલમાં નટુકાકાનાં ભત્રીજા બાઘાનો રોલ પ્લે કરનાર મૂળ ગુજરાતી એક્ટર તન્મય વેકરિયા જેની પાસેથી શાકભાજી લેતો હતો તેનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો છે. તો બીજી બાજુ આ સીરિયલમાં માધવીભાભીનો રોલ પ્લે કરનાર ટેલેન્ટેડ અદાકારા સોનાલિકા જોષીની બિલ્ડિંગમાં એક કેસ પોઝિટિવ આવતા એમની બિલ્ડિંગ પણ 14 દિવસ માટે કોરોન્ટાઇન કરી દેવામાં આવી છે.

સોનાલિકા જોશીનો પૂરો ફ્લેટ ક્વોરોન્ટાઇન:-

image source

માધવીભાભીનાં હુલામણા નામથી જાણીતી તારક મહેતા ફેમ એક્ટ્રેસ સોનાલિકા જોષી કાંદિવલી ઈસ્ટમાં આવેલી એક આલીશાન બિલ્ડિંગમાં રહે છે. આ બિલ્ડિંગમાં એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. 27 માર્ચથી તેમની બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે. 14 દિવસ સુધી બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને ક્વૉરન્ટિન રહેવાનું કહેવામાં આવ્યું છે. ક્વોરોન્ટાઇનનો સમયગાળો પૂરો થઈ ચૂક્યો છે પણ હજુ બિલ્ડીંગને સુરક્ષિત જાહેર કરવામાં આવી હોય એવાં કોઈ પાકાં સમાચાર નથી મળ્યાં.

લોકોને હસાવતો બાધા બોય પણ ડરી ગયો:-

image source

તન્મય વેકેરિયાએ પત્રકારોને આપેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હાલની ક્ષણે ઘણો જ ડરી ગયો છે. તન્મય જે વ્યક્તિની પાસેથી શાકભાજી લેતો હતો, તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આમ તો તન્મય ડાયરેક્ટ તેના સંપર્કમાં નહોતો પરંતુ એક જવાબદાર નાગરિક હોવાને નાતે તે આગામી 14 દિવસ સુધી સેલ્ફ ક્વૉરન્ટીનમાં રહેશે. તે હાલમાં સરકારે સૂચવેલી દરેક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખશે.

તન્મયનાં કહ્યાં મુજબ જ્યારે તે છેલ્લીવાર શાકભાજી લેવા માટે બહાર ગયો હતો ત્યારે એને ઘરે આવીને પણ સ્નાન કર્યું હતું અને સાથે-સાથે તમામ શાકભાજી ધોયા હતાં. પરંતુ તે પોતાના પરિવારન કે ફ્લેટનાં અન્ય કોઈ વ્યક્તિને જોખમમાં મૂકવા માગતો નથી. નોંધનીય છે કે બાઘા કાંદિવલી વેસ્ટમાં આવેલા રાજ આર્કેટ ફ્લેટમાં સપરિવાર રહે છે.

image source

તન્મયે કહ્યું હતું કે તેમણે જરૂરિયાતની તમામ વસ્તુઓનો પૂરતો સ્ટોક કરી રાખ્યો છે. મહારાષ્ટ્ર સરકારની પ્રશંસનીય કામગીરીનાં પગલે દૂધ તથા શાકભાજી તેમને રોજ મળી જાય છે. આ અંગે બાઘાબોય તન્મયે કહ્યું હતું કે બિલ્ડિંગનું એક અલાયદું વોટ્સએપ ગ્રૂપ છે, જેમાં જે વસ્તુ જોઈતી હોય તે લખી દેવાની હોય છે.

સિક્યુરિટી ગાર્ડ એ વસ્તુઓ લાવીને પોતાની પાસે રાખી મૂકે અને મેસેજ કરે કે વસ્તુ આવી ગઈ છે એટલે દરેક પરિવારે પાંચ મિનિટની અંદર તમામ વસ્તુઓ સિક્યોરિટી ગાર્ડ પાસેથી લઈ આવવાની હોય છે. તમામ સોસાયટી રહીશો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે. તન્મયે એ પણ કહ્યું કે આવાં સમયે એને બેઝિક દવાઓનો સ્ટોક કરીને જ રાખ્યો છે.

image source

તન્મય અને સોનાલિકા જોશી જોડે બનેલી ઘટના બે વસ્તુ તરફ ધ્યાન દોરે છે. પ્રથમ એ કે કોરોના કોઈને પણ પોતાની ઝપેટમાં લઈ શકે છે. બીજી એ કે તમારે પણ તન્મય વેકરિયાની માફક આવું કંઈ બને તો પૂરતી તકેદારી રાખવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ