ત્રીજી લહેરને લઈ આવ્યાં મોટા રાહતના સમાચાર, બાળકો માટે સાબિત નહીં થાય ઘાતક, કોરોનાએ દેશમાં 3 લાખનો ભોગ લીધો

હવે રાજ્ય અને દેશમાં કોરોના ધીમો પડી રહ્યો છે. ચારેકોર જે દ્રશ્યો આવતા હતા એ હવે ક્યાંય જોવા મળતા નથી. કાલે જ એવા સમાચાર સામે આવ્યા હતા કે અમદાવાદમાં હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી છે. ત્યારે હવે ફરી એકવાર સારા સમાચાર સામે આવ્યા છે કે બીજી લહેર નબળી પડી રહીસ છે. સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં એવા કોઈ જ સંકેત મળ્યા નથી કે કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર ગંભીર અસર થશે. અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધારે અસર થશે, પરંતુ હવે એ વાતનો કોઈ ખતરો નથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

જો ગુજરાતની વાત કરીએ તો રવિવાર રાજ્યમાં 3,749 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 8,734 લોકો સાજા થયા અને 53 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.88 લાખ લોકો સંક્રમણઇ ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 7.03 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,576 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 75,134 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે સોવમારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ માહિતી આપતા વાત કરી હતી કે અમે કોરોનાની બીજી તથા ત્રીજી લહેરમાં જોયું કે બાળકોમાં ખૂબ જ ઓછું સંક્રમણ જોવા મળ્યું છે. માટે અત્યારે એવું લાગતું નથી કે ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ જોવા મળશે.

આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બાળકો સૌથી વધારે સંક્રમિત થશે, પણ પેડિયાટ્રિક્સ એસોસિએશને કહ્યું છે કે તે એક હકીકત પર આધારિત નથી. તેની અસર બાળકો પર ન પડે તે માટે લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. મોત અને પોઝિટિવ આંકડાની વાત કરીએ તો દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી થવાની શરૂઆત થઈ છે. દેશમાં રવિવારે 2 લાખ 22 હજાર 704 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ આંકડો છેલ્લા 38 દિવસમાં સૌથી ઓછો છે. તો વળી આ સાથે જ વાત કરીએ તો બીજી તરફ, દેશમાં કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. કોરોનાથી પ્રથમ મૃત્યુ ગત વર્ષે 13 માર્ચે થયું હતું. તેના 14 મહિના પછી 10 દિવસ બાદ મૃત્યુની સંખ્યા 3 લાખ થઇ છે.

જો હાલની તાજા અપડેટ જોવા જઈએ તો કોરોનાને લઈ ગોવા સરકારે ધોરણ 10ની પરીક્ષા રદ કરી છે. મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે આગામી 2 દિવસમાં ધોરણ 12ની પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે. એ જ રીતે યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ આયુર્વેદના ડેરી વ્યવસાયના સીઇઓ સુનીલ બંસલ (57)નું કોરોનાથી નિધન થયું છે. જો આખા દેશમાં મૃત્યુ વિશે વાત કરીએ તો દેશમાં કોરોનાથી થયેલાં મૃત્યુની સંખ્યા એક લાખ સુધી પહોંચવામાં લગભગ સાડાછ મહિના લાગ્યા હતા. એકથી બે લાખ થવામાં 7 મહિનાથી ઓછો સમય લાગ્યો. જ્યારે 2થી 3 લાખ મૃત્યુ એક મહિના કરતાં ઓછા સમયમાં થયા છે.

મહારાષ્ટ્રની પરિસ્થિતિ પણ હવે પહેલા કરતાં ઘણી વધારે સારી છે. રવિવારે 26,672 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 29,177 લોકો સ્વસ્થ થયા અને 594 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 55.79 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 51.40 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 88,894 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 3.48 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે. એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ રવિવારે રાજ્યમાં 3,375 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 7,587 લોકો સ્વસ્થ થયા અને 75 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.64 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 6.99 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,558 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 57,766 દર્દી સારવાર લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!