આ છે એશિયાની પહેલી મહિલા ટ્રેન ડ્રાઈવર કે જેણે પોતાના કામથી લગાવ્યા લોકોના મોઢા પર તાળા…

મિત્રો, તમે ઘણીવાર છોકરાઓને વાહન ચલાવતા જોયા હશે પરંતુ, જ્યારે પણ મહિલાઓની વાત આવે છે ત્યારે લોકો એવું વિચારે છે કે, મહિલાઓ વાહન ચલાવી શકતી નથી. ડ્રાઇવિંગના નામે છોકરીઓની મજાક પણ ઉડાવવામા આવે છે પરંતુ, લોકોને આ અંગે સુરેખા યાદવે કરારો જવાબ આપ્યો છે. તે દેશની પ્રથમ મહિલા લોકો પાઇલટ છે. તો ચાલો આ વિશે વધુ માહિતી મેળવીએ.

ટ્રેન ડ્રાઇવર છે સુરેખા યાદવ :

image source

સુરેખાએ આજે સમાજના લોકોના મોઢા બંધ કરીને અને એક અલગ ઓળખ બનાવીને સમાજમાં એક અલગ મુકામ મેળવ્યુ છે. તે લોકો પાઇલટ એટલે કે ટ્રેન ડ્રાઇવર છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક કૃષિ પરિવારમાં થયો હતો. અભ્યાસની સાથે સાથે તે રમતગમતમા પણ આગળ હતી.

બનવા ઈચ્છતી હતી શિક્ષક :

image source

સુરેખાએ વર્ષ ૧૯૮૮મા પોતાની ટ્રેનની કારકીર્દીની શરૂઆત કરી હતી. તે હંમેશાં શિક્ષક બનવા માંગતી હતી પરંતુ, તે તેમનુ ભાગ્ય કઈક બીજુ જ ઇચ્છતુ હતુ. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો હતો પરંતુ, શિક્ષક બનવાનુ સપનું જોનાર સુરેખાને ખબર નહોતી કે રેલવેમાં તેની પસંદગી થશે.

પરીક્ષા દેનાર એકમાત્ર મહિલા ઉમેદવાર બની :

image source

મીડિયા રિપોર્ટ મુજબ સુરેખા યાદવ એકમાત્ર મહિલા ઉમેદવાર હતી કે, જેમણે લેખિત અને મૌખિક પરીક્ષા પાસ કરી હતી. સુરેખાએ વર્ષ ૧૯૮૭મા પરીક્ષા આપી હતી. જોકે, જ્યારે રેલવેનો પત્ર ઘરે આવ્યો ત્યારે તેમને પહેલીવાર તો વિશ્વાસ જ ના આવ્યો. એટલું જ નહીં સુરેખા ટ્રેન ડ્રાઇવર બનનાર પહેલી મહિલા છે. તે ટ્રેન દોડાવનાર દેશની પ્રથમ મહિલા ડ્રાઇવર છે.

પુરુષોને પાછળ મુકીને થઇ ગઈ નિયુક્ત :

image source

પરીક્ષાના પરિણામ પછી સુરેખાની ટ્રેનની મુસાફરી શરૂ થઈ અને તેણે પોતાના કાર્ય અંગેની તાલીમ લીધી, ત્યારબાદ વર્ષ ૧૯૮૯મા તેમને આસિસ્ટન્ટ ડ્રાઇવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે જ તે ભારત સહિત એશિયાની પ્રથમ મહિલા બની હતી.

સામાન્ય ટ્રેનથી લઈને માલગાડી પણ ચલાવી ચુકી છે :

image source

મીડિયા રિપોર્ટ મુજબ સુરેખાએ રેલવેને લગભગ ૨૯ વર્ષ આપ્યા હતા. કારકિર્દીની શરૂઆતમાં સુરેખાએ એલ-૫૦ નામની લોકલ ટ્રેન ચલાવી હતી પરંતુ, તે પછી તેને ટ્રેનના એન્જિન અને સિગ્નલને લગતુ કામ સોંપવામાં આવ્યું હતું, જેને તેણે ખૂબ જ યોગ્યતા સાથે નિભાવ્યુ હતુ. સખત મહેનતના પરિણામે તે માલગાડીની ડ્રાઈવર પણ બની હતી.

મેળવી ચુકી છે આ સન્માન :

image source

વર્ષ ૧૯૯૮મા જીજાઉ એવોર્ડ, વર્ષ ૨૦૦૧મા મહિલા પ્રાપ્તિ પુરસ્કાર અને રાષ્ટ્રીય મહિલા આયોગ પુરસ્કાર, વર્ષ ૨૦૦૨મા લોકમત સકી મંચ પુરસ્કાર, વર્ષ ૨૦૧૧મા મહિલા પ્રાપ્તકર્તા પુરસ્કાર, વર્ષ ૨૦૧૩મા આરડીયુબ્લુસીસી દ્વારા બેસ્ટ વિમેન્સ ઓફ ધ યર એવોર્ડ, વર્ષ ૨૦૧૧મા ભારતીય રેલવેમાં ફર્સ્ટ લેડી લોકોપાઇલટ માટે જીએમ એવોર્ડ. ખરેખર, અમે સુરેખાને તેના ઉત્કૃષ્ટ કાર્ય માટે સલામ કરીએ છીએ કારણકે, તે આજે બીજી ઘણી બધી મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ