તૌકતેનું તાંડવ, વહાણમાં ફસાયેલાં અધિકારીએ બનાવેલ છેલ્લો વીડિયો થયો વાયરલ, 11 લોકો હજુ છે લાપતા

તૌકતે વાવાઝોડાએ અનેક જગ્યાએ વિનાશ સર્જ્યો છે. આ વાવાઝોડું જે પણ સ્થળેથી પસાર થયું છે ત્યાંથી તબાહીની તસવીરો સામે આવી રહી છે. દરિયાકાઠાના આસપાસના ઘણાં એવા સ્થળો છે જ્યાં આ વાવાઝોડાંએ બધું તબાહ કરી નાખ્યું છે. વૃક્ષો, ઘરો અને માણસોનાં જીવ પણ આ વાવાઝોડાની જપેટ માં આવ્યા હતા.

હવે આ વાવાઝોડાની તબાહીના અનેક વીડિયો અને તસવીરો પણ સામે આવી રહી છે. હાલમાં આવો જ એક તબાહીનો વીડિયો સામે આવ્યો છે. તૌકતે તોફાનમાં ફસાયેલી ટગ બોટ વરપ્રદા ડૂબી જવાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે.

આ વીડિયો તે કર્મચારીનો છે જે દરિયાની ભયાનક લહેરો વચ્ચે આ વાવાઝોડામાં ફસાઈ ગયો હતો અને આ વીડિયો જોઈને તે દરમિયાન વાવાઝોડાની સ્થિતિ સમજી શકાય છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિનું નામ સૂરજ ચૌહાણ છે અને તે વરાપ્રદા ટગ બોટ પર કર્મચારી તરીકે તે સમયે ફરજ બજાવી રહ્યો હતો. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈ શકાય છે કે તોફાન તે સમયે દરિયામાં કેટલું ભયાનક હતું. તે જ્યારે આ વાવાઝોડામાં વાહનમાં મધદરિયે ફસાઈ ચુક્યો હતો ત્યારે તેણે કેટલાક ફોટા અને વીડિયો રેકોર્ડ કર્યા હતા.

આ વીડિયો અને ફોટો તેણે પોતાના મિત્રને શેર કર્યા હતા જ્યાંથી આ સામે આવ્યાં છે. તે અધિકારીના મિત્રએ જણાવ્યું હતું કે વહાણ ડૂબતા પહેલા તેણે આ દ્રશ્યો તેની સાથે શેર કર્યા હતા. જાણવા મળ્યું છે કે આ વહાણમાં 13 લોકો તે સમયે સવાર હતા.

જેમાંથી ફ્કત બે લોકોને જ બચાવી શકાયા હતાં અને બાકીનાઓની હજુ સુધીનાં કોઈ જ માહિતી પણ મળી નથી. આ પછી અચાનક જ સુરજની લાશ ગુજરાત નજીક વલસાડમાંથી મળી આવી છે. કુટુંબના સભ્યોના સાથે તેનું ડીએનએ મેચ કરવામાં આવી તપાસ કરવામાં આવી હતી કે જેથી તેની યોગ્ય ઓળખ થઈ શકે.

જે સમયે સૂરજે આ વીડિયો બનાવ્યો હતો ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે આ વીડિયો તેની મોજામાં મૃત્યુ છુપાયેલ છે. ટગ બોટ વરપ્રદા આ વાવાઝોડામાં ડૂબી ગઈ હતી અને ત્યાં 13 લોકો હતા જેમાંથી 2 લોકોને જ બચાવી શકાયા છે. વીડિયો બહાર આવ્યાં બાદ વાવાઝોડાની સ્થિતિ અને સૂરજના મોતની ખબર બાદ અન્ય લોકો જે બોટમાં સવાર હતાં તેના પરિવાર પણ ચિંતામાં મુકાયા છે. જો કે તેમની શોધખોળ ચાલુ છે પણ હજુ સુધી તેમનાં વિશે કંઈ પણ માહિતી મળી શકી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!