ખાલી દાંત જ નહીં પરંતુ આ વસ્તુઓ પણ ચમકાવે છે તમારી ટુથપેસ્ટ, ચાલો જાણીએ…

મિત્રો, આપણને આપણા દાંત ચમકાવવા માટે બજારમા અનેકવિધ પ્રકારની ટૂથપેસ્ટ મળી રહે છે પરંતુ, આજે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણીને તમને અવશ્ય આશ્ચર્ય થશે કે, આ ટૂથપેસ્ટ માત્ર દાંત જ નહીં પરંતુ, બીજી ઘણી વસ્તુઓને પણ ચમકાવવાની ક્ષમતા ધરાવે છે.

image source

હકીકતમા આ ટૂથપેસ્ટમા અમુક તત્વો સમાવિષ્ટ હોય છે, જે નાજુક વસ્તુઓને નુકસાન પહોંચાડ્યા વિના પણ સારી રીતે સાફ કરી શકે છે.આ ટૂથપેસ્ટમા ડાયેટહિલામાઇન નામનુ રસાયણ સમાવિષ્ટ હોય છે, જે ટૂથપેસ્ટમા ફીણ બનાવે છે અને તેનો ઉપયોગ ડાઘ દૂર કરવા માટે પણ થાય છે. તો ચાલો આપણે જાણીએ કે, આપણે ટૂથપેસ્ટની મદદથી ક્યા-ક્યા દાગ દૂર કરી શકીએ છીએ?

કોફીના ડાઘ દૂર કરવા માટે લાભદાયી :

image source

કેટલીક વાર કોફીના જિદ્દી ડાઘ સફેદ ચાદર અથવા કપડા પર જોવા મળે છે, જે દૂર કરવાનું અશક્ય બનાવે છે. આ સમયે ટૂથપેસ્ટ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ માટે જો આપણે જૂના ટૂથબ્રશ પર જેલ ના હોય તેવી ટૂથપેસ્ટ ડાઘવાળી જગ્યા પર ઘસો તો ડાઘ દૂર થવા લાગે છે.

સફેદ કેનવાસ શૂઝ સાફ કરવા માટે લાભદાયી :

image source

આપણે સફેદ કેનવાસ ખરીદીએ છીએ પરંતુ, તેને સ્વચ્છ રાખવા એ મુશ્કેલ કામ લાગે છે. આ માટે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ પોલિશ તરીકે કરી શકીએ છીએ. જૂના ટૂથબ્રશ વડે નોન-જેલ ટૂથપેસ્ટ એવી જગ્યાએ લગાવો કે જ્યાં સ્નીકર્સ ગંદા થઈ ગયા હોય અને ટૂથપેસ્ટથી ઘસ્યા પછી તમે તેને ભીના કપડાથી લૂછી લો એટલે દાગ દૂર થઇ જશે.

તેજસ્વી આભૂષણોની સાફ-સફાઈ કરવા માટે લાભદાયી :

image source

વીંટી, બ્રેસલેટ, નેકલેસ, ઇયરિંગ્સ વગેરે અવારનવાર પહેરવાથી તેની ચમક ચાલી જાય છે. જો તમે નોન-જેલ ટૂથપેસ્ટને બ્રશ પર લગાવી ઝવેરાત પર હળવેથી ઘસો તો ઝવેરાત સાફ થઇ જશે અને ચમકશે.

ફર્નિચર સાફ કરવા માટે લાભદાયી :

image source

જો ફર્નિચર પર ચા કે કોફીનો ડાઘ હોય તો ટૂથપેસ્ટ આ દાગને દૂર કરવા માટે પણ તમારી મદદ કરશે. ડાઘવાળા ભાગ પર ટૂથપેસ્ટને લગાવી અને ત્યારબાદ લૂછી લો. જો નાજુક ફર્નિચર પર ડાઘ હોય તો સુતરાઉ કપડામાં થોડી ટૂથપેસ્ટ લો અને તેને ડાઘ પર ઘસો, તે સાફ થઈ જશે.

ખીલની સમસ્યા દૂર કરવા માટે લાભદાયી :

image source

આ સિવાય જો તમે તમારા ચહેરા પર ખીલની સમસ્યાથી પીડાવ છો તો નોન-જેલ ટૂથપેસ્ટ અને એલોવેરાની પેસ્ટ મિક્સ કરી રૂ વડે ખીલ પર લગાવો અને આખી રાત છોડી દો અને ત્યારબાદ સવારે પાણીથી મોઢુ ધોઈ લો. જો તમે આ ઉપાય નિયમિત અજમાવશો તો તમને ખીલની સમસ્યામાંથી અવશ્યપણે રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત