આ વ્યક્તિએ એટલી ઉંચાઈએથી છલાંગ લગાવી કે વીડિયો જોઈને હાજા ગગડી જશે, ફિલ્મના રેકોર્ડ પણ તૂટી ગયાં!

કેટલાક લોકો સાચા ‘ડેન્જર પ્લેયર્સ’ હોય છે. તેમને જોઈને લાગે છે કે તેમનામાં ડર જેવી કોઈ વસ્તુ નથી. આ વ્યક્તિ તેનો જીવતો જાગતો દાખલો છે. જ્યારે આ વ્યક્તિએ સ્કેટબોર્ડ દ્વારા ઉંચા બ્રિજ પરથી ખતરનાક કૂદકો લગાવ્યો હતો ત્યારે લોકોના ધબકારા વધી ગયા હતા. હકીકતમાં આ વીડિયો જોવો તે કોઈ નબળા લોકોની વાત નથી કારણ કે આ ઘણો જોખમ ભરેલું કામ છે. શું તમે ક્યારેય આવું સાહસ કરવાનું વિચાર્યું છે? આ વીડિયોને ટ્વિટર યુઝર @Aqualady6666 દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લોકોને પૂછ્યું હતું કે સાચું કહો, એવું શું છે જે તમને આ પ્રકારની મજા કરવાથી રોકે છે ? આ વીડિયો ક્લિપને અત્યાર સુધીમાં એક હજારથી વધુ વ્યુજ મળી ચૂક્યા છે અને સો કરતાં વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ પુલ પરથી નીચે કૂદકો લગાવી રહ્યો છે. આ માટે તે સૌ પ્રથમ પુલના ઉપરનાં ભાગ પર સ્કેટબોર્ડ મૂકે છે અને પછી તેના પર ચઢી રહ્યો છે. ત્યારબાદ તે નીચે ખાઈમાં પડે છે. જો કે આ સમય રહેતાં તે પોતાનું પેરાશૂટ ખોલે છે. પરંતુ આ આખું દ્રશ્ય જોઈને લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી!

આ અગાઉ 2019માં એક વ્યક્તિએ હેલિકોપ્ટરમાંથી એટલી ઉંચાઈ પરથી છલાંગ મારી હતી કે રેકોર્ડ બની ગયો હતો. મળતી માહિતી મુજબ વિંગ કમાન્ડર તરૂણ ચૌધરી વિંગસ્યૂટમાં કૂદકો મારનારા ભારતીય વાયુસેનાના પ્રથમ પાઈલટ બન્યા છે.

તેમણે 8500 ફૂટની ઊંચાઈએથી Mi-17 હેલિકોપ્ટરમાંથી કૂદકો માર્યો હતો. એક સામુહિક કાર્યક્રમમાં વિંગસ્યૂટની આ પ્રથમ પ્રદર્શન હતું. આ અંગે ટ્વીટ કરતા ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે, “વિંગ કમાન્ડર તરૂણ ચૌધરીએ 21 જુલાઈ, 2019ના રોજ ‘WINGSUIT SKYDIVE JUMP’ મારીને એક સિમાચિન્હ સ્થાપ્યો છે.

ભારતીય વાયુસેનાના પાઈલટનો આ પ્રથમ વિંગસ્યૂટમાં આકાશી કૂદકો છે, જે પોતે એ જ હેલિકોપ્ટરના કેપ્ટન પણ છે અને જાતે જ તેને ઉડાવે પણ છે.” વાયુસેનાએ વધુમાં જણાવ્યું કે, “આ સાહસ સાથે ભારતીય વાયુસેનાની વ્યવસ્યાયિક્તા અને ક્ષમતાનું પ્રદર્શન છે. અભિનંદન અને આકાશને ગર્વ સાથે આંબો…!!”.

જોધપુરમાં આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે 21-22 જુલાઈ, 2019ના રોજ કારગિલ દિવસની ઉજવણીના જાહેર કાર્યક્રમ દરમિયાન વિંગ કમાન્ડર તરૂણ ચૌધરીએ વિંગસ્યૂટ પહેરીને આકાશમાંથી કૂદકો માર્યો હતો. તેઓ જ્યારે વિંગસ્યૂટમાં ધરતી પર ઉતર્યા ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong