તમારી પત્નીના આ ગુણો ખોલી શકે છે તમારા ભાગ્ય, તમે પણ જાણો કેવી રીતે…?

ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યુ છે, કે દરેક સ્ત્રીઓમાં કોઈને કોઈ ખાસ ગુણ હોય છે, અને કેટલાક ગુણો ધરાવતી સ્ત્રી જો કોઇના જીવનમાં આવે તો તેનું ભાગ્ય ખુલી જાય છે. તેની બંધ કિસ્મત ખુલી જાય છે, અને જીવનમાં ક્યારેય દુઃખ આવતુ નથી. માત્ર પતિ-પત્ની જ નહી પરંતુ આખો પરિવાર સુખ ભોગવે છે. આચાર્ય ચાણક્યના કહ્યાં અનુસાર આ ખાસ ગુણ નીચે પ્રમાણે છે.

સંતુષ્ટ રહેવા વાળી સ્ત્રી

image source

ઘણા લોકો એવા હોય છે કો કોઇ વસ્તુને જોઇને તેને પામી લેવાની લાલસા હોય છે. ઘણી મહિલાઓમાં આ આદત હોય છે, અને આ ચક્કરમાં ઘણો ફાલતુ ખર્ચો થઇ જતો હોય છે. જે સ્ત્રીમાં સંતોષ હોય છે તે સ્ત્રી ભાગ્યવાન હોય છે.

ધાર્મિક વિચાર ધરાવતી સ્ત્રી

ધર્મનું દરેકના જીવનમાં એક અલગ મહત્વ હોય છે, અને તે સારો આચાર વિચાર શીખવાડે છે. તે આપણને સંસ્કારી બનાવે છે, અને તેના માટે ચાણક્ય કહે છે કે ધર્મના રસ્તા પર ચાલનારી સ્ત્રીનો પતિ ખુબ ભાગ્યશાળી હોય છે, અને તેમના પર ભગવાનની કૃપા થાય છે.

મીઠુ બોલનારી સ્ત્રી

image source

મીઠુ બોલનારી સ્ત્રીના કારણે ઘણી પરિસ્થિતિ નોર્મલ થઇ જાય છે. કેટલીક વાર વગર કારણના ઝઘડાને મીઠુ બોલનારી સ્ત્રી સોલ્વ કરી લે છે, અને તે વારંવાર ક્રોધિત પણ થતી નથી.

ધેર્ય રાખનારી સ્ત્રી

image source

સારા જીવન માટે ધીરજ ધરવી ખુબ જરૂરી બની જાય છે, ત્યારે જો તમારા જીવનમાં પણ એવી કોઇ સ્ત્રી છે જેનામાં ધેર્ય છે તો તેનો પતિ પણ ખુબ ભાગ્યશાળી હશે.

ગૃહે દક્ષા

image source

આવા ગુણ ધરાવતી કોઈ પત્ની કે ઘરની રસોઈ બનાવવામાં, સાફ-સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, કપડાં વાસણ કરવામાં, પોતાના બાળકોની જવાબદારી સાંભળવા, મહેમાનોનું સન્માન કરવું આવા ઘરના અનેક કામ તે તેવી પત્ની જે બધા કાર્યોમાં ખૂબ કુશળ હોય છે. આવી પત્ની પોતાના ઘર અને પરિવાર માટે ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે, અને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

પતિ પ્રાણા

image source

ઘણી બધી પત્નીઓ પોતાના પતિની વાતોને સાંભળીને તેનું અનુસરણ કરતી હોય છે. તે ક્યારેય પોતાના પતિ સામે કે તેમના ઘરના લોકો સામે કોઈ ખરાબ શબ્દો કે ખરાબ વર્તન ન કરતી હોય તેવી પત્ની તેમના પતિ માટે ભાગ્યશાળી કહી શકાય છે. આવી પત્નીથી તેમનો પતિ પણ હંમેશા ખુશ રહે છે, અને તે તેના માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે.

પતિ વ્રતા

image source

પત્ની માટે પવિત્ર હોવું એ સૌથી મોટો ગુણ કહેવામા આવે છે. કોઈ પણ પત્ની બીજા પુરુષના વિચારો પોતાના મનમાં ન લાવતી હોય તે પત્નીને ખૂબ ભાગ્યશાળી ગણવામાં આવે છે. આવી પત્નીઓ પોતાના પતિ માટે ખૂબ નસીબદાર હોય છે, તેવું ગરુડ પુરાણમાં કહેવામા આવ્યું છે. જો આવા ગુણ પત્નીમાં હોય તો તે પોતાના પતિ અને પરિવાર માટે હંમેશા ખૂબ ભાગ્યશાળી ગણવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!