વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે કરવામાં છે. એ વાતથી લગભગ બધા માહિતગાર હોય છે. વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો આવક, પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય તેમજ સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે, અને તેના કારણે બહારની નકારાત્મક ઊર્જાને ઘરમાં પ્રવેશ મળતો નથી.

જો કે એવા અનેક ઘર પણ હોય છે, જ્યાં વાસ્તુના નિયમોનો ભંગ થતો હોય છે. જેના કારણે ત્યાં નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધી જતું હોય છે, અને તેના કારણે સમગ્ર પરિવાર કે પરિવારના સભ્યોને હાની થાય છે. તમને જણાવી દઇ કે ઘરમાં સકારાત્મકતા લાવવાના સરળ ઉપાયો. ઘર જેટલું પ્રાકૃતિક લાગશે તેટલી તેની આભા મંડળ વધુ હશે.

ઘરને પ્રાકૃતિક રૂપ દેવા માટે આજુબાજુ ફૂલ-ઝાડ ઉછેરો. ચારે બાજુથી ખુલ્લી હવા આવે તેમજ દૂરથી દેખાય તેવી દીવાલો પર પ્રાકૃતિક પત્થર, કુંડા વગેરેનો ઉપયોગ કરો. ઘરની હકારાત્મક શક્તિને કાયમ રાખવા માટે જરૂરી છે, કે ઘરનું પ્લાસ્ટર બરાબર હોય. જો ક્યાંયથી પણ થોડું પણ પ્લાસ્ટર ઉખડી જાય તો તરત જ તેને ઠીક કરાવી લો.

ઘરમાં કલર કરાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કલર એક જ જેવો હોય. શેડ એક થી વધું હોઈ શકે છે. પણ શેડનો તાલમેલ બરોબર હોવો જોઈએ. ઘરની આસ પાસ કોઈ ગંદું નાળું, ગંદું તળાવ, શ્મશાન ઘાટકે કબ્રસ્તાન ન હોવું જોઈએ. તેનાથી આભા મંડળમાં વધુ ફરક પડે છે. ઘર ગમે તેટલું જૂનું હોય પણ સમયાંતરે તેનું સમારકામ અને જાળવણી યોગ્ય રીતે થવી જોઈએ.

રંગરોગાન વ્યવસ્થિત રીતે થતા રહેવા જોઈએ. ઘરની છત પર ક્યારેય ભંગારની વસ્તુઓ એકઠી ન કરવી જોઈએ. ઘરમાં વધારાનો કે બિનઉપયોગી સામાન ન રાખવો જોઈએ. જો જરૂરી હોય તો એક ખુણામાં રાખો. ઘરમાં વધારાનો સામાન રાખવાથી વ્યક્તિના મન મસ્તક પર દબાણ પડે છે. તેનાથી વાસ્તુદોષ પણ વધે છે.

ઘરની દિવાલો પર એક થી વધુ ચિત્ર ન લગાવવા, વધુ ચિત્ર લગાવેલા હોય તો મનને ભ્રમણ કરે છે. એક જ મંદિરમાં બે ગણેશની મૂર્તિ પણ ન રાખવી જોઈએ. બેડરૂમમાં બેડની સામે અરીસો ન રાખવો જોઈએ. હંમેશા ઘણી વખત ઘર માં રાખેલ ઘડિયાળ ખરાબ થઇ જાય છે. ઘણા લોકો આ ઘડિયાળને બરાબર કરાવવાની જગ્યા એ તેમને ખરાબ જ રહેવા દે છે.

જે ખોટું હોય છે. કારણ કે ખરાબ થયેલી ધડીયાળ ને ઘર માં રાખવાનું ઉત્તમ નથી માનવામાં આવતું, અને એવી ઘડિયાળ નું ઘર માં હોવાથી તમારી કિસ્મત પણ ખરાબ થઇ જાય છે. તેથી જો તમારા ઘર માં કોઈ બંધ ઘડિયાળ છે તો તમે તેને બરાબર કરાવી લો અથવા તો તેને ઘર થી બહાર ફેકી દેવી જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!