સુરત સિવિલે કરી કમાલ, બન્ને કિડની ફેલ યુવાનને થયો કોરોના, 6 દિવસમાં જીત્યો જંગ

હાલમાં ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ખાસ કરીને જે લોકોને પહેલાથી કોઈ બિમારી છે તેમને કોરોનાની વધુ અસર થાય છે. એવામાં સુરતમાં એક ચોકાવનારો કેસ સામે આવ્યો છે. જેને લઈને લોકોમાં ખુશની લહેર જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરત સિવિલ હોસ્પિટલમાં બન્ને કિડની ફેલિયર અને અઠવાડિયામાં બેવાર ડાયાલિસિસ કરાવતા દર્દીને 6 દિવસની સારવાર બાદ સાજો થતા રજા આપવામાં આવી છે. આ અંગે સૌથી નવાઈની વાત એ છે કે, વેન્ટિલેટર પરથી બહાર આવીને સાજા થઈ રજા લેનાર રમેશચંદ્ર પાઠકનો કિસ્સો રે ઓફ ધી રેર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.

image source

આ ઉપરાંત દર્દીની જાગૃતિ અને સમયસરની સારવારને લઈ તેને સાજો કરવામાં ડોક્ટરોને ઘણી મદદ મળી છે. નોંધનિય છે કે, રમેશચંદ્ર પાઠક અને તેમના પરિવારે ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે અમારા દિકરાને ડોક્ટરોએ નવું જીવન આપ્યું છે, સિવિલના ડોક્ટરોનો આ ઉપકાર અને ક્યારેય નહીં ભૂલીએ. તમને જણાવી દઈએ કે ખાનગી હોસ્પિટલના ભાવ સાંભળીને યુવકને જીવવાની આશા જ છૂટી ગઈ હતી. તો બીજી તરફ હાલમાં લોકોમાં એવી અફવા ચાલે છે કે, સિવિલમાં દર્દીઓને મારી નાખવામાં આવે છે જે વાત સદંતર ખોટી છે. અમારો પુત્ર આજે જીવિત છે તે આ સિવિલના ડોક્ટરોને કારણ જ છે.

આ અંગે અવધેશ પાઠક (દર્દીના નાના ભાઈ)એ જણાવ્યું હતું કે, મારા ભાઈને નવુ જીવન મળતા અમારો આખો પરિવાર ખૂબ જ આનંદમાં છે. તેમના વતન યુપીના અયોધ્યા સુધી તમામ સગા વ્હલા ખુશ છે. નોંધનિય છે કે, ઘરે આવ્યા બાદ ભાઈ રમેશચંદ્ર મોબાઈલ ફોન પર વતન પરિવાર સાથે વાત કરતા થાકતા જ નથી. નોંધનિય છે કે, 21 એપ્રિલે RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કિડની સ્પેશિયાલિસ્ટ તબીબે લોહી ચઢાવવાની સલાહ આપી હતી. જો કે ત્યાર બાદ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એક બોટલ લોહી ચઢાવ્યા બાદ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી જેથી સીટી સ્કેન કરાવ્યું હતું, આ સિટિ સ્કેનમાં કોરોના ઇન્ફેક્શન 25 ટકા જેટલું દેખાતાં તાત્કાલિક ડોક્ટરે દાખલ થવાની સલાહ આપી હતી.

તમને જણાવી દઈએ કે આ સારવાર માટે ખાનગી હોસ્પિટલ દ્વારા જે સારવારનો ખર્ચ કીધો તે શાંઙળીને જીવવાની આશા જ છોડી દીધી હતી.તેમના કહેવા પ્રમાણે, 23મીએ ડોક્ટરની સલાહ બાદ જ ભાઈને સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાજર ડોક્ટરો મારા ભાઈનો સીટી સ્કેન રિપોર્ટ જોયો અને ડોક્ટરોએ તેમને કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી દીધા. આ અંગે વધુમાં તેમણે જણાવ્યુ ડાયાલિસિસ સાથે કોરોનાની 6 દિવસ સુધી સારવાર આપી ભાઈ રમેશચંદ્રને સાજા કરી દીધા હતા.

image source

નોંધનિય છે કે, ત્રણ સંતાનના પિતા આજે વતન રહેતા પરિવાર સાથે ફોન પર વાતચીત કરી ખુશી મનાવી રહ્યા છે, આ અંગે અમે સિવિલમાં ડોક્ટરોનો આભાર માનીએ છીએ જેમણે અમારા ભાઈને નવુ જીવન આપ્યું. આ અંગે રાબડિયા મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો હિરેનએ જણાવ્યું હતું કે દર્દી જ્યારે હોસ્પિટલમાં આવ્યો હતો ત્યારે 80 ટકા ઓક્સિજન લેવલ હતુ અને સૌથી વધુ મહત્વની વાત એ હતી કે તેમની બન્ને કિડની ખરાબ હતી.તે ડાયાલિસિસ પર હતો. તેમને તાત્કાલિક બે દિવસ બાયપેપ પર રાખવાની ફરજ પડી હતી. આ ઉપરાંત બે વાર ડાયાલિસિસ કરાવવા પડ્યા હતા અને એની સાથે 5 દિવસ રેમડેસિવરનાં ઇન્જેક્શન, સ્ટિરોઇડ સાથે વેન્ટિલેટર પર રાખ્યા હતા, તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાંથી ઓક્સિજન આવવું એટલે રેર ઓફ ધી રેર કેસ કહી શકાય છે. નોંધનિય છે કે 6 દિવસની સારવારમાં આટલી જલદી રિકવરી પાછળ દર્દીની જાગૃતિ અને ડોક્ટરોની સમયસર સારવાર મુખ્ય ભૂમિકા કહી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!