આ છે સાઉથના 10 સૌથી પૈસાદાર એકટર, જેમાંથી આ સ્ટાર્સ તો બોલિવુડ સ્ટાર્સથી પણ વધારે વસુલે છે ફી

છેલ્લા થોડાક વર્ષોમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની કહાની, ટેક્નિક અને સ્ક્રીનપ્લેની બાબતમાં બોલીવુડની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. સાઉથની બાહુબલીથી લઈને એંથરીન સહિત ઘણી ફિલ્મો તો એવી છે જેના વિશે બૉલીવુડ મેકર્સ વિચારી પણ નથી શકતા. ફિલ્મોની જેમ જ સાઉથના કલાકારો પણ આજે દુનિયાભરમાં ઓળખાવા લાગ્યા છે.

કમાણીની બાબતમાં સાઉથ સ્ટાર્સ બૉલીવુડ સ્ટાર્સથી જરાય કમ નથી. બૉલીવુડ સ્ટાર્સની જેમ જ ટોલીવુડ સ્ટાર્સ પાસે પણ પૈસાની કોઈ કમી નથી. કરોડોની સંપત્તિના માલિક આ સ્ટાર્સના ઘરથી લઈને ગાડીઓ સુધી દરેક વસ્તુ ખૂબ જ કિંમતી છે. અલ્લુ અર્જુનની વેનિટી વેનથી લઈને NTRની લકઝરી કારની વાત કરીએ તો એમની કિંમત કરોડોમાં છે.

ચાલો જાણી લઈએ સાઉથ ઇન્ડસ્ટ્રીના ટોપ 10 એક્ટર્સ કોણ કોણ છે.

1. નાગાર્જુન.

image source

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ સુપરસ્ટાર નાગાર્જુનનું આવે છે. નાગાર્જુન સાઉથના સૌથી ધનવાન એકટર છે. એ છેલ્લા 35 વર્ષોમાં હિન્દી તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓની 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. એ હાલ 1 ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા ફી લે છે. હાલમાં નાગાર્જુનની નેટ વર્થ 3000 કરોડ રૂપિયાની આસપાસ છે.

2. રામ ચરણ.

image source

રામ ચરણ હાલમાં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં યુથ આઈકન માનવામાં આવે છે. રામ ચરણ મેગાસ્ટાર ચિરંજીવીના દીકરા અને સુપરસ્ટાર પવન કલ્યાણના ભત્રીજા છે. વર્ષ 2013માં જંજીર ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર રામ ચરણ 1 ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા ફી લે છે. હાલ એમની નેટ વર્થ 2800 કરોડ રૂપિયા છે.

3. ચિરંજીવી.

image source

દક્ષિણ ભારતીય ફિલ્મોના મેગાસ્ટાર ચિરંજીવીને કોઈ પરિચયની જરૂર નથી. રજનીકાંત અને કમલ હસન પછી ચિરંજીવી સાઉથના સૌથી મોટા સ્ટાર મનાય છે. ચિરંજીવીએ એમની 150મી ફિલ્મ માટે27 કરોડ રૂપિયાની ફી લીધી હતી. હાલ એમની નેટ વર્થ 1500 કરોડ રૂપિયાની આસપાસ છે.

4. NTR જુનિયર.

image source

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં NTRના નામથી જાણીતા એનટીઆર જુનિયરનું આખું નામ નંદમુરારી તારકા રામાં રાવ છે. એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. દાદાને પિતાની જેમ જ એનટીઆર જુનિયર પણ સાઉથના સૌથી મોટા સ્ટાર મનાય છે. એ 1 ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા ફી લે છે. એમની હાલ નેટવર્થ 1000 કરોડની આસપાસ છે.

5. નંદામુરી બાલકૃષ્ણ.

image source

નંદામુરી બાલકૃષ્ણ પણ ચિરંજીવીની જેમ જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર માનવામાં આવે છે. 100થી વધુ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બાલકૃષ્ણ હાલ 1 ફિલ્મ માટે 9 કરોડ રૂપિયા ફી લે છે. હાલ નંદામુરી બાલકૃષ્ણની નેટવર્થ 800 કરોડ રૂપિયાની આસપાસ છે.

6. કમલ હાસન.

image source

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કમલ હાસન અત્યાર સુધી હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓની 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. કમલ હાસન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ ફી લેનાર સ્ટાર છે. એ હાલ 1 ફિલ્મ માટે 40 થી 50 કરોડ રૂપિયા ફી લે છે. એમની નેટવર્થ 675 કરોડ રૂપિયાની આસપાસ છે.

7. રજનીકાંત.

image source

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે. વર્ષ 2010માં એમને એંથરીન ફિલ્મ માટે સૌથી વધુ 23 કરોડ રૂપિયા ફી લે છે. હાલ રજનીકાંતની નેટવર્થ 362 કરોડની આસપાસ છે.

8. અલ્લુ અર્જુન.

image source

અલ્લુ અર્જુન હાલમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. ડાન્સિંગ કિંગના નામે જાણીતા અલ્લુ અર્જુન લકઝરી લાઇફસ્ટાઇલના શોખીન છે. એ હાલ 1 ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ફી લે છે. હાલમાં અલ્લુ અર્જુનની નેટવર્થ 350 કરોડ રૂપિયાની આસપાસ છે.

9. પ્રભાસ.

image source

બાહુબલી સ્ટાર પ્રભાસે વર્ષ 2019માં એક્શન ફિલ્મ સાહો દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મનું ઓપનિંગ ડેનું કલેક્શન 150 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મ માટે એમને 30 કરોડ રૂપિયા ફી મળી હતી. હાલ પ્રભાસની નેટવર્થ 200 કરોડ રૂપિયાની આસપાસ છે.

10 મહેશ બાબુ.

image source

ટોપ 10ના આ લિસ્ટમાં છેલ્લા નંબર પર હેન્ડસમ ડુડ મહેશ બાબુ છે. એ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે. મહેશ હાલ 1 ફિલ્મ માટે 22 થી 25 કરોડ રૂપિયા ફી લે છે. હાલમાં મહેશ બાબુની નેટવર્થ 350 કરોડ રૂપિયાની આસપાસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong