અમેરિકામાં ઉજવવામાં આવે છે શ્રેયા ઘોષાલ ડે, જાણો રિયાલિટી શોથી લઈને નાની ઉંમરમાં નેશનલ એવોર્ડ જીતવા સુધીની સફર…

સુપર ટેલેન્ટેડ સિંગર શ્રેયા ઘોસાલને ભલા કોણ નથી ઓળખતું, એમનો સુરીલો અવાજ જ એમની ઓળખ બની ગયો છે. હાલમાં જ સિંગર શ્રેયા ઘોસાલે પોતાની માતા બનવાની ગુડ ન્યૂઝ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી, એ લગ્નના છ વર્ષ પછી પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. જો વાત શ્રેયા ઘોસાલની સફળતાની કરવામાં આવે તો એમાં ઘણું બધું એવું છે જેનાથી અત્યાર સુધી આપણે અજાણ જ હતા કે પછી એ વિશેની વધુ જાણકારી આપણી પાસે નથી. તો ચાલો જાણી લઈએ

શ્રેયા ઘોસાલે ફક્ત ચાર વર્ષની ઉંમરમાં જ ગાવાનું શરૂ કરી દીધું હતું.

image soucre

એમને રિયાલિટી શો સારેગામાપામાં કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો, એ સમયે આ શોને સિંગર સોનુ નિગમ હોસ્ટ કરતા હતા.

image soucre

એ દરમિયાન જાણીતા નિર્દેશક સંજય લીલા ભણસાલીની માતાનું ફહ્વાન શ્રેયા ઘોસાલ પર ગયું કારણ કે એ આ રિયાલિટી શો સારેગામાપા ચિલ્ડ્રન સ્પેશિયલ જોતી હતી. શ્રેયા ઘોસાલ આ રિયાલિટી શોની વિનર બની હતી.

સંજય લીલા ભણસાલીની માતાએ જ સંજય લીલા ભણસાલીને શ્રેયા ઘોસાલ પાસે ગીત ગવડાવવાની સલાહ આપી હતી.

image soucre

સંજય લીલા ભણસાલીએ શ્રેયા ઘોસાલને ફિલ્મ દેવડાસમાં ઐશ્વર્યા રાય માટે પ્લેબેક કરાવ્યું અને ત્યારે એ ફક્ત 16 વર્ષની જ હતી.

શ્રેયા ઘોસાલના ટેલેન્ટનો અંદાજો એ જ વાતથી આવી જાય છે કે ફક્ત 26 વર્ષની ઉંમરમાં જ શ્રેયા ઘોસાલ નેશનલ એવોર્ડ વિજેતા બની, આટલી નાની ઉંમરમાં આ એવોર્ડ જીતનારી એ પહેલી ભારતીય સિંગર છે.

image soucre

તમને જણાવી દઈએ કે અમેરિકાના ઓહીયોમાં 26 જૂનના દિવસને શ્રેયા ઘોસાલ ડેના નામે ઉજવવામાં આવે છે, આ સમ્માન એમને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાન માટે આપવામાં આવ્યું છે.

શ્રેયા ઘોસાલ બંગાળી છે પણ એમને હિન્દી અને બંગાળી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ભોજપુરીમાં પણ ગીત ગાયા છે.

image soucre

શ્રેયા ઘોસાલે પોતાના બાળપણના મિત્ર શીલદિત્ય મુખોપાધ્યા સાથે વર્ષ 2015માં બંગાળી રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યા હતા.

image soucre

તમને જણાવી દઈએ કે હવે શ્રેયા ઘોસાલ જલ્દી જ માતા બનવાની છે.આ તેનું પહેલું બાળક છે. તે જ સમયે, ગાયકની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી, શુભેચ્છાઓ મેળવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી બોલિવૂડની તમામ હસ્તીઓ અને તેમના પ્રશંસકો તેમને અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા બાળક માટે આશીર્વાદ પણ આપ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ