સિગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ સિઝન 12ના આ અઠવાડિયે પ્રસારિત થનાર એપિસોડમાં બધા ખામોશ રહેવાના છે. શોના શૂટિંગ પર પહોંચ્યા શોટગન સિન્હા એટલે કે શત્રુઘ્ન સિન્હાના બિન્દાસ અંદાજથી લાગ્યું તો કંઈક એવું જ પણ એમની સાથે હાજર એમની અર્ધાંગિની પૂનમ સિન્હા આગળ શોટગન સિન્હા ઘણીવાર જાતે જ ખામોશ વાળી સ્થિતિમાં આવી ગયા. આ વખતની શોના શૂટિંગ દરમિયાન શોના યંગ અને ઉત્સાહી કન્ટેસ્ટન્ટ પોતાના હૃદયસ્પર્શી પરફોર્મન્સથી દર્શકોને બાંધી દીધા. આ વખતનો શો શત્રુઘ્ન અને પૂનમ સિન્હા સ્પેશિયલ એપિસોડ હશે જ્યાં લિજેન્ડરી સ્ટાર શત્રુઘ્ન સિન્હા પોતાની પત્ની પૂનમ સિન્હા સાથે મહેમાન બનીને પહોંચશે.

એ દરમિયાન બધા કન્ટેસ્ટન્ટ પોતાના મનગમતા મહેમાનો અને જજ હિમેશ રેશમિયા, સોનું કક્કડ અને અનુ માલિકની સાથે પોતાનું ટેલેન્ટ બતાવશે. શૂટિંગ દરમિયાન આ વખતે ઘણો હસી મજાક થયો. હિમેશ રેશમિયા ફૂલ મસ્તીના મૂડમાં દેખાયા અને એમને આ જાણીતા કલાકારના ફિલ્મી સફર સાથે જોડાયેલી બધી જાણી અજાણી વાતો અને રસપ્રદ કિસ્સા જણાવ્યા.

શૂટિંગની વચ્ચે જ જ્યારે હિમેશ રેશમિયાએ શત્રુઘ્ન સિન્હાને ફિલ્મ શોલે ન કરવાનું કારણ પૂછ્યું તો એમને કહ્યું કે તમે એને માનવીય ચૂક કહી શકો છો. રમેશ સિપ્પી સાહેબ મોટી ફિલ્મો બનાવતા હતા અને એમને શોલે બનાવી જે બ્લોકબસ્ટર સાબિત થઈ અને દુનિયાના જાણીતા ફિલ્મકાર, ભારત રત્ન અને ઓસ્કર વિજેતા સ્વર્ગીય સત્યજિત રે સાહેબે પણ એને વખાણી, જેમને આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી.

શોટગન સિન્હાએ શોના શૂટિંગ દરમિયાન કહ્યું કે એ દિવસોમાં હું સતત એવી ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો હતો જેમા બે હીરો હતા અને આપણે એને માનવીય ચૂક કહી શકીએ છીએ કે પછી મારી તરીખોના કારણે હું ફિલ્મ શોલે સાઈન ન કરી શક્યો. હું દુઃખી છું પણ સાથે જ મને એ વાતની ખુશી છે કે શોલેના કારણે આપણા રાષ્ટ્રીય આઇકોન અને મારા નજીકના મિત્ર અમિતાભ બચ્ચનને આટલો મોટો બ્રેક મળ્યો.

ઇન્ડિયન આઇડલના આ એપિસોડના શૂટિંગ દરમિયાન શત્રુઘ્ન સિન્હાસ એ વાત પણ જણાવી જે સાચી પડી જતી તો સુભાષ ઘઈની અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તમન્ના પુરી થઈ જતી. શત્રુઘ્ન સિન્હા જણાવે છે કે અમુક ફિલ્મો તરીખોના કારણે અસ્વીકાર કરી દેવામાં આવે છે. એટલે સુધી કે અમિતાભ બચ્ચન પણ કાલીચરણ કરવા માંગતા હતા પણ કોઈ કારણસર ન કરી શક્યા. રાજેશ ખન્ના, શાહરુખ ખાન, સલમાન ખાન અને સની દેઓલ પણ ઘણા કારણોસર ફિલ્મો રિજેક્ટ કરી હશે. આવું સામાન્ય રીતે થાય જ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong