SBIના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખાસ છે આ સમાચાર, કરો ફક્ત 1 મિસ્ડ કોલ અને મેળવો…

જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)નું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ પોતાના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ પર ઘણી સુવિધા આપી રહ્યું છે. તેના માટે તમારે પોતાનું ક્રેડિટ કાર્ડ યોનો એપ સાથે લિંક કરવું પડશે. YONOSBI સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરનાર ગ્રાહક જ આ સુવિધાઓનો લાભ ઉઠાવી શકશે. તાજેતરમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ યોનો એપ અને એસબીઆઇ યોનો વેબસાઇટ દ્વારા કાર્ડલેસ કેશ નિકાળવાની સુવિધા શરૂ કરી છે. આ સર્વિસ દેશના 16 હજાર 500 એટીમોમાં શરૂ કરવામાં આવી છે. SBI તેના ગ્રાહકોને માટે ક્રેડિટ કાર્ડની જાણકારી મેળવવા માટે મિસ્ડ કોલની સુવિધા લાવ્યું છે.

image source

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને અનેક સુવિધા આપવાનું શરૂ કર્યુ છે. બેંક સમયાંતરે ગ્રાહકોને અનેક સર્વિસ આપતી રહે છે. SBI નવી સર્વિસ આપી રહી છે તે છે મિસ્ડ કોલ સર્વિસ. જેમાં તમે મિસ્ડ કોલ કરીને તમારા ક્રેડિટ કાર્ડ સાથેની તમામ માહિતિ મેળવી શકો છો. અનેક વાર એવું થતું હતું કે ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને આઈડિયા રહેતો ન હતો કે તેઓએ મહિનામાં કેટલા રૂપિયા ખર્ચ કરાયો છે અને પછી તેનું બેલેન્સ શું છે. એવામાં તમે એક મિસ્ડ કોલ આપીને તમારા ક્રેડિટ કાર્ડ સાથેની જાણકારી મેળવી શકો છો. આ સાથે એસબીઆઈ પોતાના ગ્રાહકોને મેસેજ કરીને એ નંબર આપી રહી છે જેનાથી તમે મિસ્ડ કોલની મદદ લઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો.

મળશે 7 સુવિધાઓ

એસબીઆઇના ટ્વિટ અનુસાર, યોનો સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરતાં ગ્રાહકોને સાત પ્રકારની સુવિધાઓ મળશે. તેમાં બિલ પેમેંટ, પિન મેનેજ, કાર્ડ બ્લોક, રિવોર્ડ પોઇન્ટને ચેક કરવા વગેરે સામેલ છે.

કેવી રીતે કરી શકો છો લિંક

image source

સૌથી પહેલાં પોતાના મોબાઇલ ફોનમાં SBI ની એપ ડાઉનલોડ કરવી પડશે. યોનો એપ ડાઉનલોડ કર્યા બાદ ગ્રાહક યૂજર આઇડી અને પાસવર્ડ નાખીને લોગઇન કરે. એપ ખુલ્યા બાદ તમે Go to Cards પર જાવ અને અહીં My Credit Card પર ક્લિક કરો. ત્યારબાદ પોતાના એસબીઆઇ ક્રેડિટ કાર્ડની ડિટેલ ભરો અને તમારું ક્રેડિટ કાર્ડ લિંક થઇ જશે. ક્રેડિટ કાર્ડ લિંક થયા બ આદ તમે મોબાઇલ વડે YONOSBI ની સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો.

SBI મોકલી રહી છે ગ્રાહકોને મેસેજ

image source

બેંક ગ્રાહકોને મેસેજ કરીને આ નવી સુવિધાની જાણકારી આપી રહી છે. તેમાં લખ્યું હોય છે કે પ્રિય કાર્ડધારક, બસ એક મિસ્ડ કોલ કરો અને તમારા ક્રેડિટ કાર્ડની તમામ જાણકારી તરત જ મેળવો. આ માટે તમારે બેલેન્સ જાણવા માટે 8422845512, CREDIT & CASH LIMIT અને ડિટેલ્સ જાણવા માટે 8422845513, રિવોર્ડ પોઈન્ટની ડિટેલ્સ માટે 8422845514 તો પેમેન્ટ હિસ્ટ્રીની જાણકારી માટે 8422845515 નંબર ડાયલ કરવાના રહે છે. આ મેસેજનો મતલબ એ છે કે તમારે ક્રેડિટ કાર્જના બેલેન્સને વિશે જાણકારી જોઈએ છે તો તમારે 8422845512 પર મિસ્ડ કોલ કરવાનો રહે છે. ક્રેડિટ અને કેશ લિમિટ માટે તમે 8422845513 નંબર પર અને રિવોર્ડ અને પોઈન્ટ માટે તમે 8422845514 નંબર પર તો પેમેન્ટની જાણકારી માટે તમે 8422845515 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો.

image source

આ સિવાય તમે ઈચ્છો તો એસબીઆઈ કાર્ડની એપ પર પણ ક્રેડિટ કાર્ડની સાથેની જાણકારી મેળવી શકો છો. તેના માટે તમારે કાર્ડ ડિટેલ્સની સાથે રજિસ્ટર કરવાનું રહે છે અને પછી બેલેન્સ જાણવાની સાથે જ કાર્ડના બિલ પણ ભરી શકાય છે. આ સિવાય તમે તેમાં કાર્ડ સ્ટેટમેન્ટની જાણકારી પણ મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ