સાવધાન: અમદાવાદ પોલીસ બની હાઈટેક, હવે કાગળ મેમો નહીં SMS કે વોટ્સએપથી મળશે રસીદ, જાણો વધુમાં

જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાત પોલીસ પણ હાઈટેક થઈ રહી છે, અને ટેકવોલોજીના વધુને વધુ ઉપયોગ કરીને પોતાના કામને સરળ કરી રહી છે. ઘણા સમયથી પોલીસ કે પછી ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતી થઈ છે. જેના પરિણામ પણ સારા મળી રહ્યા છે. હવે આવી જ એક નવી પહેલા અમદાવાદ પોલીસ કરવા જઈ રહી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આગામી સપ્તાહથી કેશલેસ અને પેપરલેસ કામ શરૂ કરશે. નોંધનિય છે કે આ નવિનતમ પ્રયાસથી ઘણી સરળતા રહેશે અને કાગળનો ઉયયોગ બંધ થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે.

image source

હવે પોલીસ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ વસુલશે આ માટે 900 સ્વાઈપ મશીનો પણ ખરીદવામાં આવ્યા છે, હાલમાં તેનું ઈન્સ્ટોલેશન ચાલી રહ્યુ છે જે પૂરું થતા ટ્રાફિક પોલીસોને આપવામાં આવશે. નોંધનિય છે કે, સ્થળ પર દંડ ભરનાર વાહનચાલકોને હવે પેપર મેમોને બદલે મોબાઈલમાં મેસેજ-વોટ્સએપથી મેમાની રસીદ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરનારી અમદાવાદ ટ્રાફિક પોલીસ ગુજરાતની પહેલી પોલીસ બનશે. તો બીજી તરફ રોકડેથી દંડ લેવાનું પણ ચાલુ જ રહેશે.

image source

આ નવી શરૂઆથ અંગે ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ સ્થળ પર દંડ લે છે અને બીજો ઈ-મેમોથી દંડ ભરાવાય છે. ઘણીવાર સ્થળ પર દંડ વસૂલતી ટ્રાફિક પોલીસને એવું સાંભળવું પડે છે કે, અમારી પાસે દંડના રૂપિયા નથી. તેથી વાહનચાલકો ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ ભરી શકે તે માટે સ્વાઈપ મશીન ખરીદવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને પૈસા ભરતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડશે નહીં.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદ ટ્રાફિક પોલીસને 900 સ્વાઈપ મશીન ખરીદવા માટે ડીજીપી આશિષ ભાટિયાએ બજેટ ફાળવ્યું હતું, જેમાં ઓનલાઈન ઈન્સ્ટોલેશન કામગીરી પૂરી થતાં આ મશીનો ટ્રાફિક પોલીસને આપવામાં આવશે. નોંધનિય છે કે, દંડના મેમોની રસીદ પણ પેપર લેસ કરવા ટ્રાફિક પોલીસે પ્રાયોગિક ધોરણે N, L, M, I અને B ટ્રાફિક પોલીસ સ્ટેશનોએ મેસેજ વોટ્સએપથી રસીદ મોકલાવનું શરૂ કર્યું છે. તો બીજી તરફ બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આગામી સમયમાં આ પ્રમાણે કામગીરી શરૂ કરવામાં આવશે. નોંધનિય છે કે, આ નવી સિસ્ટમથી કોઇ પણ ટ્રાફિક પોલીસ કોઇ વાહનચાલક પાસેથી વધુ દંડ શકશે નહીં.

image source

તમને જણાવી દઈએ કે, જે પણ વ્યકિત પાસેથી ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનથી દંડ વસૂલશે અને મેસેજથી દંડ ભર્યાની રસીદ આપશે તે તમામનો રેકોર્ડ ટ્રાફિક પોલીસના અધિકારીઓ ચેમ્બરમાં બેઠાં- બેઠાં ઓનલાઈન જોઈ શકશે. આના કારણે ટ્રાફિક પોલીસો મેમોમાં તારીખ-દંડની રકમ કે કોઇ પણ પ્રકારની હેરફેર કરી શકશે નહીં જેનાથી દરેક વ્યવહારમાં પારદર્શકતા આવશે.શકશે નહીં.

વાહનચાલકની સંપૂર્ણ વિગતો પોલીસને મળશે

image source

જે વાહનચાલક દંડ ભરશે તેને ટ્રાફિક પોલીસ તેના મોબાઈલથી મેસેજ કે વોટસએપથી મેસેજ કરીને દંડ ભર્યાની રસીદ આપશે. આમ કરવાથી ટ્રાફિક પોલીસના સર્વરમાં દંડ ભરનાર વાહનચાલકનો મોબાઈલ નંબર, એડ્રેસ, આધાર કાર્ડ સહિતની તમામ માહિતી આવી જશે. તે સાથે વાહન ચાલક પાસે પણ દંડ ભર્યાની રસીદ મોબાઈલ ફોનના મેસેજમાં જ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong