આ અભિનેત્રી કરતી હતી દારૂનો ઓર્ડર, અને થયુ કંઇક એવું કે…જે જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!

શબાના આઝમીને ઓનલાઇન દારૂ ખરીદવું મોંઘું પડી ગયું છે અને એ છેતરપીંડીનો શિકાર બની ગઈ છે. શબાના આઝમીએ જાતે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી હતી. શબાના આઝમી ઓનલાઇન પેમેન્ટ કરતા દરમિયાન ફ્રોડનો શિકાર બની ગઈ છે. એમને ટ્વીટ કરીને કંપની વિશેની ડિટેઇલ શેર કરી છે અને મુંબઈ પોલીસે એને દગાખોર કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

image source

એક્ટ્રેસ શબાના આઝમીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તમે લોકો પણ સાવધાન થઈ જાઓ. મેં લિવિંગ લિકવિડસને પહેલા જ પેમેન્ટ કરી દીધું હતું. પેમેન્ટ કર્યા પછી પણ એમના દ્વારા આપવામાં આવેલા નક્કી સમય સુધી પણ ઓર્ડર ડિલિવર ન થયો. એ પછી એમને મારા કોલ્સ ઉપડવાનું પણ બંધ કરી દીધા. શબાના આઝમીએ પોતાના ટ્વીટમાં એકાઉન્ટ નંબર અને પેમેન્ટ સંબંધિત અન્ય જાણકારી પણ શેર કરી છે. આ આખી ઘટનાને લઈને શબાના આઝમીએ ટ્વીટ કરવાની સાથે સાથે ફરિયાદ પણ નોંધાવી છે.

image source

શબાના આઝમીના ટ્વીટ પર ઘણા યુઝર્સે કમેન્ટ કરીને પોતાનું રિએક્શન પણ આપ્યું હતું. અમુક યુઝર્સે એમને મુસ્લિમ થઈને દારૂનો ઉપયોગ કરવાનો લઈને ટ્રોલ પણ કરી રહ્યા હતા. તો ઘણા યુઝર્સ એમને સલાહ પણ આપી રહ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે મેડમ ગૂગલ પર આપેલો નંબર ફેક છે. તો ઘણા યુઝર્સે પોતાનો અનુભવ શેર કરતા એમને આ અંગે પોલીસમાં ફરિયાદ કરવાનું પણ સલાહ આપી દીધી છે.

મુંબઈના અંધેરી લોખંડવાલા-ઓશિવારા સિટિઝન ઓર્ગેનાઈઝેશન એ યૂઝર્સમાં રહ્યા, જેમણે શબાનાની ટ્વીટ પર સૌથી પહેલા કોમેન્ટ કરી તેમની મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ ઓર્ગેનાઈઝેશને શબાનાને સૂચન કર્યું કે, આ અંગે પોલીસમાં ફરિયાદ કરે. આ ઓર્ગેનાઈઝેશને શબાનાની ટ્વીટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘મેડમ ગૂગલ પર દારુની દુકાનોના જે નંબર દર્શાવાય છે, તેમાંથી 99 ટકા ખોટા હોય છે. તમારી સાથે ‘લિકર લિક્વિડિઝ’એ છેતરપિંડી નથી કરી, પરંુત કોઈ સામાન્ય ઠગોએ તમને લૂટ્યા છે. મહેરબાની કરી પોલીસમાં ફરિયાદ કરો અને આ મુદ્દે જાગૃતિ વધારો, કેમકે હજારો લોકોની મહેનતની કમાણી આ રીતે લૂટી લેવાઈ છે.’

image source

તમને જણાવી દઈએ કે બોલીવુડમાં ફક્ત શબાના આઝમી જ ઓનલાઇન ફ્રોડનો શિકાર થઈ એવું નથી. એ પહેલાં પણ ઘણા સ્ટાર્સ સાઇબર ફ્રોડનો શિકાર બની ચુક્યા છે. અક્ષય ખન્ના, નરગીસ ફાખરી, કરણ સિંહ ગ્રોવર જેવા ઘણા સ્ટાર્સ પણ ઓનલાઇન ફ્રોડનો શિકાર બની ચુક્યા છે. આ સ્ટાર્સને પણ ઓનલાઇન સામાન મંગાવવામાં હળવી લાપરવાહી ભારે પડી હતી. કરણ સિંહ ગ્રોવરને તો કરોડોની લોટરી જીતવાની ઓફર આપીને ફ્રોડ લોકોએ લાખો રૂપિયાનો ચુનો લગાવી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong