રામાયણ’ સિરિયલ માટે રામાનંદ સાગરને જવુ પડ્યુ હતુ અનેક વાર કોર્ટમાં, કારણકે..

રામાનંદ સાગરને તેમની લોકપ્રિય સિરિયલ રામાયણ માટે ઘસવા પડ્યા હતા કોર્ટના પગથિયા – આ ઉપરાંત પણ ઘણી બધી એવી બાબતો છે આ સિરિયલ વિષે જે વિષે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય

33 વર્ષ બાદ રામાનંદ સાગર નિર્મિત રામાયણ હાલ લોકોમાં ફરી એકવાર પ્રિય બની રહી છે. લોકોને આ સિરિયલ જોતી વખતે પોતાના જુના દિવસો યાદ આવી રહ્યા છે અને પહેલાની જેમ આજે પણ લોકો પરિવાર સાથે રામાયણ જોવા બેસી જાય છે. પણ રામાયણના નિર્માણ સાથે ઘણી બધી એવી વાતો જોડાયેલી છે જે વિષે લોકો માહિતગાર નથી.

image source

આપણે બધા એ જાણીએ છે કે રામાયણ સિરિયલનું નિર્માણ કોઈ નાનુંસુનું નિર્માણ નહોતું તે એક ભવ્ય નિર્માણ હતું. તેના ભવ્ય સેટ ઉંમર ગામ ખાતે બાંધવામાં આવ્યા હતા અને સિરિયલ સાથે જોડાયેલા કલાકારો તેમજ સેટ પર કામ કરતા સેંકડો લોકોની રહેવા જમવાની વ્યવસ્થા પણ ત્યાંજ કરવામાં આવી હતી. આ સિરિયલના નિર્માણ પાછળ ઘણો લાંબો સમય લાગ્યો હતો.

image source

અને ત્યાર બાદ તેને દૂરદર્શન પર પ્રસારિત કરવા માટે તેમણે દૂરદર્શનની ઓફિસ તેમજ માહિતિ અને પ્રસારણ મંત્રાલયના કંઈ કેટલાએ ધક્કા ખાવા પડ્યા હતા. નિર્માતાને આ સિરિયલ બનાવવાની પરવાનગી તો 1985માં મળી ગઈ હતી પણ તેને રજૂ કરવાની પરવાનગી તેમને બે વર્ષ બાદ 1987માં મળી હતી. કારણ કે જે ટ્રાયલ માટેના સૌ પ્રથમ બે-ત્રણ પાયલટ એપિસોડ હોય તે પ્રસારણ મંત્રાલય દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલય માટે પણ આ એક નવો જ અનુભવ હતો કારણ કે નેશનલ ટેલિવઝન પર આ પ્રકારનુ ંપ્રસારણ ક્યારેય નહોતું કરવામાં આવ્યું અને માટે જ તેઓ ફૂંકી ફૂંકીને નિર્ણલ લેવા માગતા હતા. જેથી કરીને આગળ જતાં કોઈ મંત્રાલય પર આંગળી ન ચિંધે. માહિતી અને પ્રસારણ મંત્રાલયને સિરિયલમાં સીતાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી દીપિકા ચિખલિયા બાબતે કોઈ સમસ્યા હતી જેને પછીથી દૂર કરવામાં આવી હતી.

image source

ટેલિવિઝન પર પ્રસારિત થતાં શોએ માહિતી તેમજ પ્રસારણ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલા ધારા ધોરણને અનુસરવા પડે છે હાલના સમયમાં આ બધા જ નિયમોને શોની ક્રીએટીવ ટીમ તેમજ પ્રસારણ જે ચેનલ પર થવાનું હોય છે તે ધ્યાનમાં રાખતી હોય છે. પણ પહેલાના સમયમાં જ્યારે દેશમાં માત્ર દૂરદર્શન જ એક ચેનલ હતી ત્યારે તેવું નહોતું. ત્યારે નિર્માતા આખો શો શૂટ કરીને ચેનલને તેમાં કોઈ વાંધો હોય તો તેને ફરી શૂટ કરીને પાછો મોકલવામાં આવતો. તે વખતે રામાનંદ સાગર સાથે પણ કંઈક આવું જ થયું હતું અને માટે જ તેમના પાયલટ શોને વારંવાર રિજેકશન મળ્યું હતું.

તે વખતે આજના સમયની જેમ ઇન્ટરનેટની પણ વ્યવસ્થા નહોતી. મુંબઈથી ક્યાંય દૂર ઉંમર ગામમાં રામાયણનું શુટિંગ થતું મુંબઈના કોઈ સ્ટૂડિયોમાં તેનું એડિટીંગ થતું હશે અને ત્યાર બાદ કેસેટ દૂરદર્શન પર પહોંચતી હશે અને ઘણીવાર તો એવું પણ બનતું કે શો શરૂ થવાના થોડા સમય પહેલાં જ કેસેટ પહોંચતી.

image source

દૂરદર્શનની પોલીસી પ્રમાણે તે અમુસ સંખ્યામાં જ એપિસોડ રજૂ કરવાની પરમીશન આપતું હતું. તેમના તે વખતના નિયમ પ્રમાણે તે વખતે 13 એપીસોડ અથવા 13ના ગુણાંકમાં જે સંખ્યા આવે તે અથવા તો 78 એપિસોડ સુધી જ રજૂઆતની મંજૂરી આપતું.

રામાનંદ સાગરને પોતાની આ સિરિયલમાં અણધારી સફળતા મળી. લોકો આ સિરિયલના પાત્રોને સાચા ગણવા લાગ્યા અને તેમની રીતસરની પૂજા પણ કરવા લાગ્યા. અને રામ-સિતાની વાત પુરી થતાં હવે લોકોને લવ-કુશની વાર્તા જાણવામાં પણ રસ જાગ્યો. જે વિષે રામાનંદ સાગરને શંકા હતી કારણ કે તેમના માનવા પ્રમાણે તેમણે લવ કુશની કાલ્પનીક વાર્તા રજૂ કરવી પડે તેમ હતી અને તેમ કરવાથી સિરિયલને લઈને વિવાદો ઉભા થઈ ગયા અને તેના કારણે તેમણે સતત 10 વર્ષ સુધી કોર્ટના પગથિયા ઘસવા પડ્યા.

image source

આ સિરિયલે ઘણા લોકોનો ઉદ્ધાર કર્યો છે તો ઘણા લોકોની મોટી ઇમેજ બંધાઈ જવાના કારણે કેરિયર ખતમ કરી દીધી છે.

રામાયણના મુખ્ય અને અત્યંત મહત્ત્વના પાત્ર રામને ભજવનાર અરુણ ગોવિલની વાત કરીએ તો તેમણે ભૂતકાળમાં એક ઇન્ટર્વ્યૂ દરમિાયન પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યુ ંહતું કે તેમણે રામાયણમાં રામનું પાત્ર ભજવતા તેમની છવી બિલકુલ બદલાઈ ગઈ હતી. અને તેમની આ બદલાયેલી છબીના કારણે તેમને ફિલ્મોમાં કોઈ કામ નહોતુ મળી રહ્યું. સિરિયલ રજૂ થયા બાદ લોકોને એવું લાગવા લાગ્યું હતું કે તે ફિલ્મો માટે યોગ્ય નથી. અને તેના કારણે તેમની કેરિયરને ખૂબ મોટું નુકસાન થયું હતું. ત્યાર બાદ તેઓ કંઈ નવું કરવાનો ઘણો પ્રયાસ કરતા પણ ત્યાં તેમની આડે રામ ભગવાનની ઇમેજ આવી જતી અને તેમને સફળતા નહોતી મળતી અને આમ તેમની કારકીર્દી રામના પાત્રમાં જ સમેટાઈને રહી ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ