રાજ કુંદ્રાને લઈને પૂનમે કહ્યું કે તેણે મારી… મોટા ખુલાસાને લઈને ફરી રહસ્યો ઘૂંટાયા

અશ્લીલતાને લગતા કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ એક પછી એક આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસ હજી પણ આ કેસની તપાસ કરી રહી છે, જ્યારે આ દરમિયાન આ સમગ્ર મામલે રાજ કુંદ્રા વિરુદ્ધ કોર્ટ કેસ કરનારી અભિનેત્રી પૂનમ પાંડેએ તાજેતરના ઇન્ટરવ્યૂમાં ફરી એક મોટી વાત કરી છે. જેમાં તેણે ફરી એકવાર રાજ ઉપર અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પૂનમે કહ્યું કે કેવી રીતે તેને ધમકી આપવામાં આવી અને તેનો ફોન નંબર લીક કરવામાં આવ્યો હતો. તેની સાથે બનેલી ઘટના ઉપરાંત, પૂનમ પોર્ન અને ઈરોટિકા વચ્ચેના તફાવત વિશે વાત કરતી જોવા મળી હતી.

image soucre

પૂનમ પાંડે આ બાબતે ઇન્ટરવ્યુમાં પહેલેથી જ બોલી ચૂકી છે, જ્યારે હવે તેણે પિંકવિલા સાથેની વાતચીતમાં બીજો મોટો દાવો કર્યો છે. આ મુલાકાતમાં પૂનમે જણાવ્યું હતું કે, 2019માં કોર્ટ કેસ દાખલ કરતા પહેલા તેને રાજ કુંદ્રા અને તેની ટીમ તરફથી ધમકીઓ મળી હતી. જેમાં તેણીને કરાર પર સહી કરવાનું કહેવામાં આવી રહ્યું છે, પૂનમના જણાવ્યા મુજબ તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તે કરાર પર સહી કરશે નહીં તો તેનો ફોન નંબર લીક થઈ જશે. પૂનમે કહ્યું- ‘તેઓએ ખરેખર મારો ફોન નંબર લીક કર્યો. તે મારા માટે એક તબક્કો હતો કે કોઈ પણ છોકરીએ પસાર થવું ન જોઈએ. હું તેનાથી ભાગી રહી હતી, તે સમયે મને હુમલો કરવાની વાત સહિત ઘણા ધમકીભર્યા કોલ મળતા હતા ‘.

image soucre

પૂનમ પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેણે રાજ કુંદ્રા અને તેની ટીમ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, ત્યારે તેમને કોઈ ટેકો મળ્યો ન હતો. તેણે કોર્ટ અને પોલીસની મદદ માંગી, પરંતુ આ કેસ આજે કોર્ટમાં છે. તેમનું માનવું છે કે જો તેના કેસ પછી જ પગલાં લેવામાં આવ્યાં હોત, તો ઘણી છોકરીઓનું શોષણ થતાં બચાવી શકાયું હોત. પૂનમ કહે છે કે જ્યારે તેનો ફોન નંબર લીક થયો હતો, ત્યારે તેને હજારો કોલ આવતા હતા, તે કોરોના કાળ પહેલા જ તેનો ચહેરો ઢાંકીને બહાર નીકળી શકતી હતી. પૂનમે એમ પણ કહ્યું હતું કે તેના ફોન નંબરની સાથે ઘણી ખાનગી વસ્તુઓ પણ લીક થઈ ગઈ હતી.

image socure

આ સિવાય આ મુલાકાતમાં પૂનમ પાંડેએ એમ.એફ.હુસેનની પેઇન્ટિંગ્સ અને કામસૂત્રનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં પોર્ન અને ઈરોટિકા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેણે લોકોને વિનંતી કરી છે કે પોર્નને ઈરોટિકા સાથે કન્ફ્યૂઝ ન કરે. આ સાથે જ પૂનમ પાંડેએ કહ્યું હતું કેઆજકાલ મને આ પ્રકારના ઢગલો મેસેજ આવે છે કે જેમાં મને કહેવાઈ રહ્યું છે કે પોર્નોગ્રાફી અને ઈરોટિકાની વ્યાખ્યા કરું. તો હું એટલી બધી યોગ્ય નથી કે હું તેની વ્યાખ્યા આપી શકું. પરંતુ હું ન્યૂડિટીનો અર્થ સમજુ છું કારણ કે મે તે કર્યું છે. મે ન્યૂડ ફોટોશૂટ કર્યું છે. જુઓ ન્યૂડિટી અંગે જે હું કહી શકું તે એ છે કે જો તમે આજે બુક સ્ટોર પર જાઓ છો અને તમે કામસૂત્રનું કોઈ પુસ્તક ખરીદી શકો છો.

image soucre

પૂનમ પાંડેએ કહ્યું કે ’70ના દાયકામાં MF હુસેન ન્યૂડ પેન્ટિંગ્સ કર્યા કરતા હતા. આ 70ના દાયકાની વાત છે. આ કલાનું જ એક સ્વરૂપ હતું. આપણી પાસે એવા મંદિર અવી ખુબસુરત જગ્યાઓ છે જ્યાં તમે નગ્ન મૂર્તિઓ જોઈ શકો છો. આ એક પ્રકારની કલા છે. આ ખુબસુરત છે. તો હું ન્યૂડિટી વિશે આ વિચારું છું. એટલે સુધી કે આપણી ફિલ્મોમાં પણ જોવા મળે છે. તેને એક પ્રકારની કલા તરીકે દેખાડાય છે. તો હું તે વિશે આ જ વિચારું છું.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong