ભારતમાં સામે આવી રહસ્યમયી બીમારી, દર્દીઓના લોહીમાં મળી આવી આ ખતરનાક ચીજ

કોરોનાના કહેર વચ્ચે આંધ્રપ્રદેશના એલુરુ શહેરમાં ફેલાયેલી રહસ્યમય બિમારીએ બધાને હચમચાવી નાખ્યા છે. અત્યાર સુધીમાં 500 થી વધુ લોકો આ રોગની પકડમાં આવી ચૂક્યા છે. બેભાન અને વાઈના જેવા લક્ષણો જોવા મળ્યા બાદ લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. જો કે, રાહતની વાત છે કે લોકો આ રોગથી જલ્દીથી સ્વસ્થ થઈ રહ્યા છે.

આ રોગના કારણે એકનું મોત

image soucre

રાજ્યના આરોગ્ય પ્રધાન એકે કૃષ્ણ શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, આ રોગથી સંક્રમિત 510 માંથી 430 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જો કે આ રોગના કારણે એકનું મોત પણ નિપજ્યું છે. તેમણે લોકોને ભયભીત ન થવાની અપીલ કરી છે. દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ની ટીમ આ રહસ્યમય રોગની તપાસ કરી રહી હતી અને હવે તેના પ્રારંભિક પરિણામો સામે આવ્યા છે.

લોકોના લોહીના નમૂનામાં સીસુ અને નિકલ જેવા રસાયણો મળી આવ્યા

image soucre

એઈમ્સની તપાસમાં બીમાર લોકોના લોહીના નમૂનામાં સીસુ (Lead) અને નિકલ (Nickel) જેવા ભારે રસાયણો મળી આવ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (એનઆઈએન) ની ટીમ હવે પાણી, ખાદ્યતેલ અને ચોખાના નમૂનાઓ એકત્રિત કરી રહી છે. જો કે, તે ચિંતાનો વિષય છે કે આ રોગ કોઈ ચોક્કસ ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. એનઆઈએનનાં વૈજ્ઞાનિકે કહ્યું, જો આ રોગ પાણીના કારણે થયો હોત તો તે કોઈ ચોક્કસ વિસ્તારના લોકોમાં જ તેના લક્ષણો જોવા મળ્યા હોત. જો કે આ રહસ્યમય બીમારીએ લગભગ આખા એલુરુ શહેરને પ્રભાવિત કર્યું છે. મોટાભાગના કેસોમાં પરિવારના એક જ સભ્યને અસર થઈ છે જે આશ્ચર્યજનક છે.

ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવશે

image soucre

આરોગ્ય અધિકારીએ કહ્યું કે, ‘લગભગ તમામ અસરગ્રસ્ત લોકો એલુરુના શહેરી વિસ્તારના છે, જ્યાં 70 ટકા લોકો ટાઉન એરિયાના છે. એલુરુના ગ્રામીણ અને આસપાસના વિસ્તારોને અસર થઈ નથી. રવિવારે લીધેલા પાણીના નમુના દૂષિત હોવાનું જાણવા મળ્યું ન હતું પરંતુ આરોગ્ય અધિકારીઓ આ વિસ્તારોમાં પાણી અને ખાદ્ય સ્ત્રોતો તપાસવા પાછા જઈ રહ્યા છે.

મોટાભાગના દર્દીઓને વાઈના આંચકા આવી રહ્યા છે

image source

ઇલુરુની સરકારી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.એ.એસ. રામએ જણાવ્યું હતું કે, મોટાભાગના દર્દીઓને વાઈના આંચકા આવી રહ્યા છે. કેટલાક લોકોએ હિસ્ટોરિયાની ફરિયાદ કરી હતી, જે ખરેખર સાચી નહોતી. કેટલાક દર્દીઓએ માથામાં નાની ઈજા અને આંખોમાં કાળાપણું જેવા લક્ષણોની બતાવ્યા હતા, કેટલાક લોકો અચાનક જ બહોશ થઈ ગયા હતા. તો કેટલાક દર્દીઓને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

હવે દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે

image soucre

ડો.રામે કહ્યું કે હવે દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. તેમણે કહ્યું, ‘મંગળવારે જાજ દર્દીઓ નહોતા. હવે ડિસ્ચાર્જનો દર પણ વધારે છે. મોટાભાગના લોકોને બે કે ત્રણ કલાકમાં ઘરે જવા રજા મળી રહી છે. દરમિયાન, મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ લોકોના લોહીમાંથી મળેલા સીસા અને નિકલ વિશે તપાસ કરવા આદેશ આપી દીધો છે.

નિષ્ણાતોએ મંગળવારે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી

image soucre

એમ્સ (દિલ્હી) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (પુણે) અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (દિલ્હી) ના આરોગ્ય નિષ્ણાતોએ મંગળવારે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને અસરગ્રસ્ત દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા તૈનાત નિષ્ણાંતો ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની ટીમ મંગળવારે એલુરુ આવી પહોંચી હતી અને નમૂનાઓ લેવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ