ચોરી થઈ ગયો હોય કે ખોવાઈ ગયો હોય ફોન તો આ રીતે શોધીને કરી શકો છો બ્લોક

અનેક વાર એવું બને છે કે આપણે સ્માર્ટફોન ક્યાંક ખોવી દઈએ છીએ કે ભૂલી જઈએ છીએ. હવે ખોવાયેલા સ્માર્ટફોનને વિના જીપીએસ લોકેશન, સિમકાર્ડ અને ઈન્ટરનેટ એક્સસથી શોધવું શક્ય નથી. ચોરી થયેલા કે ખોવાઈ ગયેલા ફોનને સરળતાથી IMEI નંબરની મદદથી શોધી શકાય છે. આ માટે તમારે પોલીસ કમ્પ્લેન લખાવવાની હોય છે. આ સિવાય પણ એક રીત છે જેનાથી IMEI નંબરની મદદથી તમે ખોવાઈ ગયેલા કે ચોરી થયેલા ફોનને બ્લોક કરાવી શકો છો.

image source

આ માટે તમારે Central Equipment Identity Register (CEIR)ની વેબસાઈટ પર જવાનું રહે છે. આ માટે તમે અહીં ક્લિક કરી શકો છો. તમે https://ceir.gov.in/Home/index.jsp પર લોગિન પણ કરી શકો છો. ઉપરની વેબસાઈટને ભારત સરકાર અને દિલ્હી પોલીસ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ટેલીમેટિક્સે મળીને તૈયાર કરી છે.

image source

CEIR પોર્ટલ પર તમારે તમારા ખોવાયેલા ફોનનો IMEI નંબર નાંખવાનો રહે છે. તેમાં તમારા કોઈ પણ પ્રકારના આઈડી લોગિનની જરૂર રહેતી નથી. એટલું જ નહીં તમારા ફોનમાં જો ઈન્ટરનેટ કનેક્ટ નથી તો પણ તમે તેને બ્લોક કરાવી શકો છો.

image source

તમારા ખોવાયેલા ફોનનો IMEI નંબર ફોન કે બિલ કે ડબ્બા પર લખેલો હોય છે. તેને લઈને ફોનના ડબ્બા પર એક સ્ટીકર ચોંટાડેલું રહે છે. તેની પર ફોન મોડલ, સીરિયલ નંબર જેવા ડિટેલ્સ પણ હાજર હોય છે. બારકોડની ઉપર 15 અંકનો IMEI નંબર પણ તમને મળી જાય છે.

image source

આ પછી તમારે CEIR પોર્ટલ પર લોગિન થવાનું રહે છે. અહીં તમારો ફોન ખોવાઈ ગયો છે તો તમે તેને સરળતાથી બ્લોક કરાવી શકો છો. આ માટે CEIR સર્વિસમાં જઈને ફોનને બ્લોક કરવાના ઓપ્શનને સિલેક્ટ કરો. આ પછી તમે CEIR પોર્ટલ પર તમારા ફોનને લઈને કેટલાક બેઝિક ડિટેલ્સ ભરો. જે તમારી પાસે માંગવામાં આવી રહ્યા છે.

image source

તેમાં તમારે ફોના ખોવાઈ ગયા વિશેની માહિતી આપવાની રહેશે. અહીં તમારે સિમ કાર્ડ, બિલ, પોલિસ કમ્પ્લેનને વિશેની પણ જાણકારી આપવાની રહેશે. ફોનના ડિટેલ્સને ભર્યા બાદ તમે ફોનના ઓનરના ડિટેલ્સને ભરી શકશો. આ પછી તમારી રિકવેસ્ટ સબમિટ કરવાની રહેશે.

image source

જો તમને ફોન મળી જાય તો તમે આ સાઈટ પર જઈને અનબ્લોકને માટે પણ રિકવેસ્ટ કરી શકો છઓ. આ માટે તમારે CEIR સર્વિસમાં જઈને અનબ્લોકના ઓપ્શન પર જવાનું રહે છે. તમે ઈચ્છો તો સબમિટ કરાયેલા સ્ટેટસ પણ અહીં ચેક કરી શકો છો. આ સર્વિસ હજુ ફક્ત દિલ્હી અને મહારાષ્ટ્રના સબસ્ક્રાઈબર્સ માટે શરૂ કરાઈ છે.

image source

તો હવેથી તમારો ફોન ખોવાઈ જાય છે કે ચોરી થઈ જાય છે તો તમે તેને આ સરળ પ્રોસેસથી શોધી શકો છો અથવા તો તેને કોઈ પણ ખાસ મુશ્કેલી વિના સરળતાથી ઓનલાઈન બ્લોક કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong