1 વર્ષની દીકરીને સાથે લઈ માનતા પુરી કરવા જતા પરીવારને નડ્યો અકસ્માત

પરિવારમાં સંતાન સંબંધિત કોઈ સમસ્યા હોય ત્યારે લોકો પથ્થર એટલા દેવ કરે અને અનેક માનતાઓ રાખતા હોય છે. વ્યક્તિ પોતાની શ્રદ્ધા જેના પર હોય તે દેવી, દેવતાની બાધા આખડી રાખતા હોય છે. સંતાન પ્રાપ્તિ માટે અને સંતાનની સુખાકારી માટે માતાપિતા આંકરી બાધા પણ રાખતા હોય છે. જ્યારે તે ફળીભૂત થાય ત્યારે તેઓ તેને પુરી કરવા અનેક કષ્ટ પણ વેઠતા હોય છે. જેથી સંતાન હેમખેમ રહે. પરંતુ રાજકોટ ખાતે એક પરીવાર સાથે એવી દુર્ઘટના બની છે કે જ્યારબાદ સમગ્ર પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.

image soucre

વાત એમ બની હતી કે રાજકોટનો એક પરીવાર ચોટીલા ખાતે પગપાળા ચાલીને જતો હતો તે દરમિયાન તેમને કાળ ભરખી ગયો. આ દુર્ઘટનામાં એક માસૂમ બાળકીનું પણ મોત થયું છે. આઘાતજનક વાત પરિવાર માટે એ બની કે આ બાળકી માટે રાખેલી માનતા જ પુરી કરવા પરીવારના સભ્યો ચોટીલા પગપાળા જઈ રહ્યા હતા.

image source

રાજકોટ અમદાવાદ હાઈવે પર મંગળવારે રાત્રે ચોટીલાથી થોડે દૂર એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક વર્ષની બાળકી અને તેના કાકાનું મોત ઘટનાસ્થળે થયું જ્યારે બાળકીના માતા અને પિતાને ગંભીર ઈજાઓ થઈ હતી જેમને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

imag source

આ પરીવાર અંગે જાણવા મળતી માહિતી અનુસાર આ પરીવાર રાજકોટમાં વસતો મિયાત્રા પરિવાર છે. આ પરિવારમાં કુલ 6 સભ્યો છે જેમાંથી 4 સભ્યો મંગળવારે ચોટીલા દર્શન કરવા પગપાળા રાજકોટથી નીકળ્યા હતા. ચોટીલા પગપાળા દર્શન કરવા જવાની માનતા પરીવારે તેમની 1 વર્ષની દીકરી માટે રાખી હતી. તેથી તેઓ 1 વર્ષની દીકરીને પણ સાથે લઈ ચાલતા જઈ રહ્યા હતા. તે સમયે રાત્રે આશરે 1 વાગ્યાના સુમારે તેઓ ચોટીલા નજીક કુચિયાદળ ગામ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલા એક વાહને તેમને અડફેટે લઈ લીધા.

image source

આ અકસ્માતમાં 1 વર્ષની દીકરી નવ્યા કે જેની માનતા ઉતારવા પરીવાર જઈ રહ્યો હતો તેનું અને તેના કાકા રવિ મિયાત્રાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જ્યારે બાળકીની માતા અને પિતાને ગંભીર રીતે ઈજાઓ થઈ હતી. તેમને તુરંત રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. નવ્યાના પિતાના જણાવ્યાનુસાર તેમને સંતાનમાં એક જ દીકરી હતી. તેના માટે તેમણે માનતા લીધી હતી અને તે માનતા પુરી કરવા તેઓ મંગળવારે નીકળ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી અડફેટે લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong