ક્યારેક ગેંગરેપના આરોપી સાથે હોટલમાં તો ક્યારેક…વાંચો વિવાદોમાં રહેલી નુસરતની આ સફર

નુસરત જહાં અને નિખિલ જૈન વચ્ચેનો અણબનાવ હવે જગજાહેર થયો છે. ઘણા સમય સુધી બંને પોતાના સંબંધો વિશે મૌન રહ્યા પરંતુ તાજેતરમાં નુસરતે નિખિલ પર તેના લગ્નને ગેરકાયદેસર ગણાવવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ તેના પતિ નિખિલ જૈને પણ મૌન તોડ્યું હતું અને તેમના સંબંધોમાં અણબનાવનું કારણ દર્શાવ્યું હતું. નિખિલ જૈને પોતાના નિવેદનમાં નવ મુદ્દા જણાવ્યા હતા અને પોતાના સંબંધોનું સત્ય દર્શાવ્યું હતું.

image source

કોઈને ખબર નથી કે નુસરત જહાં અને નિખિલ જૈન વચ્ચેના સંબંધોમાં કડવાશ કેમ હતી. એટલું નક્કી હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ સંબંધ બરાબર ચાલી રહ્યો ન હતો. પરંતુ વિવાદ સામે આવ્યા બાદ એવા અહેવાલો છે કે નુસરતનું તેના સહ-કલાકાર યશ દાસગુપ્તા સાથે અફેર છે. નિખિલે તાજેતરમાં તેની વાતોમાં કંઈક આવો જ સંકેત આપ્યો છે. જોકે તેણે સ્પષ્ટ રીતે યશનું નામ લીધું નથી.

image source

જો કે આ પહેલીવાર નથી કે નુસરતનું નામ વિવાદ કે ચર્ચામાં છે. આ પહેલા પણ નુસરતનું નામ અનેક વિવાદ સાથે જોડાઈ ચુક્યું છે. આ સમગ્ર વિવાદની શરુઆત ત્યારે થઈ જ્યારે વિદેશમાં વર્ષ 2019માં કરેલા લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા. નુસરતના જીવન પર એક નજર કરીએ તો તેનો જન્મ 1990માં બંગાળમાં થયો હતો. તેણે 2010થી મોડલિંગ કરી અને કારર્કિદીની શરુઆત કરી હતી.

નુસરત જહાં એક્ટ્રેસથી સાંસદ સુધીની સફર કરી ચુકી છે. તે બંગાળની બસીરહાટ બેઠક પરથી 3.5 લાખ મતથી જીતી છે. સાંસદ બન્યા બાદ પણ નુસરત ચર્ચામાં હતી કારણે તે જ્યારે શપથ લેવા ગઈ ત્યારે તેણે મંગળસૂત્ર પહેર્યું હતું અને સેથામાં સિંદૂર લગાવ્યું હતું. તેના કારણે દેવબંદનાના ધાર્મિક આગેવાનોએ તેની સામે ફતવો જાહેર કર્યો હતો.

image source

આ સિવાય નુસરતનું નામ બળાત્કાર કેસ સાથે પણ ચર્ચામાં હતું. આ ઘટના બની હતી 2012માં. ફેબ્રુઆરી 2012માં પાર્ક સ્ટ્રીટ પર એક એંગ્લો ભારતીય મહિલા પર કારમાં ગેંગરેપ થયો હતો. આ કેસમાં આરોપી હતા તેમાંથી એક એવા કાદર ખાનની ગર્લફેન્દ્ર નુસરત હતી. બંને વચ્ચે સંબંધો હતા અને નિકાહ પણ કરવાના હતા પરંતુ ત્યારબાદ અચાનક સંબંધ પુરા થઈ ગયા. આ કેસ દરમિયાન પણ નુસરતનું નામ ખુબ ચર્ચામાં રહેતું.

image source

એક સમયે નુસરતે માતા દુર્ગાના અવતારમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. 20 સપ્ટેમ્બરના રોજ તેણે દુર્ગા અવતારમાં ફોટોશૂટ કર્યું હતું. આ દિવસ મા દુર્ગાના પૃથ્વી પર અવતરણનો હોય છે અને તે દિવસથી દુર્ગાપૂજા શરુ થાય છે તેથી આ સમયે આવું ફોટોશૂટ કરાવવા બદલ ભારે હોબાળો થયો હતો.

image source

આ સિવાય સાંસદ બન્યા બાદ જ્યારે તે પહેલીવાર સંસદમાં પહોંચી હતી ત્યારે તેણે વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો. તે સમયે પણ તેને ટ્રોલ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong