તમારા વાહનના નંબર પ્લેટમાં છેલ્લો નંબર આ હોય તો તરત જ જાગી જજો, નહીં તો ચાલાન કપાઈ જશે

એકવાર તમે તમારી કારની નંબર પ્લેટ તપાસી લેજો, કારણ કે જો તે નંબરનાં છેલ્લે 01 છે, તો તમારે હાઈ સિક્યોરીટિ નંબર પ્લેટ લગાવાવની તૈયારી શરૂ કરવી જોઈએ. કારણ કે ઉત્તર પ્રદેશની યોગી સરકારે હાઈ સિક્યોરીટિ નંબર પ્લેટ માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે.

image source

હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ પર દિલ્હીમાં કડકતા શરૂ થઈ છે, પરંતુ અત્યાર સુધી યુપીના લોકોને થોડી રાહત હતી, પરંતુ હવે યોગી સરકારે આ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, જો તમારા વાહનનો છેલ્લો આંકડો શૂન્ય અથવા એક છે, તો તમારે 15 જુલાઈ 2021 પહેલાં તમારી કાર પર હાઈ સિક્યોરીટિ નંબર પ્લેટ લેવી પડશે. જો નંબર પ્લેટનો છેલ્લો નંબર 8 અને 9 છે, તો પછી માલિકોને 15 જુલાઈ, 2022 સુધીમાં હાઈ સિક્યોરીટિ નંબર પ્લેટ સ્થાપિત કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે.

image source

જો તમે આ નિયમનું પાલન નહીં કર્યું હોય તો પછી પરિવહન વિભાગની અમલીકરણ ટીમ તમારું ચાલાન કાપી નાખશે. આ સિવાય સવારી અને માલ સામાન લાવનારા વાહનોને પણ હાઈ સિક્યોરીટિ નંબર પ્લેટ વિના માવજત પરીક્ષણ કરી શકશે નહીં. અન્ય વાહનો માટે ટાઇમ ટેબલ પણ બહાર પાડવામાં આવ્યું છે.

image source

સમયનું ટેબલ કઈ રીતે છે એના વિશે વાત કરીએ તો જો પ્લેટના છેલ્લા નંબર શૂન્ય અને એક હોય તો 15 જુલાઈ 2021ના દિવસ સુધીમાં હાઈ સિક્યોરીટિ નંબર પ્લેટ લગાડી લેવી. એ જ રીતે બે અને ત્રણ હોય તો 15 ઓક્ટોબર 2021, ચાર અને પાંચ હોય તો 15 જાન્યુઆરી 2022, છ અને સાત હોય તો 15 એપ્રિલ 2022, આઠ અને નવ હોય તો 15 જુલાઈ 2022 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે.

image source

સરકારની નવી સિસ્ટમથી વાહન માલિકોને જૂના વાહનો ઉપર હાઈ સિક્યોરીટિ નંબર પ્લેટ લગાવવાની ઘણી સુવિધા મળશે. કોરોનાને કારણે આ ટાઇમ ટેબલ બનાવવામાં આવ્યું છે જેથી બધા જ વાહનોના માલિકો એક જ સમયે હાઈ સિક્યોરીટિ નંબર પ્લેટ લગાડવા માટે ન પહોંચે.

image source

યોગી સરકારે દિલ્હી-એનસીઆર હેઠળ ઉત્તરપ્રદેશના જિલ્લાઓ માટે અલગ નિયમો બનાવ્યા છે. ગાઝિયાબાદ, નોઈડા, હાપુર, મેરઠના લોકોએ 15 એપ્રિલ 2021 સુધીમાં હાઈ સિક્યોરીટિ નંબર પ્લેટ અને કલર કોટેડ સ્ટીકરો લગાવવાના રહેશે. આ જિલ્લાઓના વાહન માલિકો નંબર પ્લેટનો છેલ્લો નંબર લાગુ કરી શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત