નવા વેરિયન્ટથી દુનિયામાં હાહાકાર: ભારતમાં ડેલ્ટા પ્લસ લાવી શકે છે ત્રીજી લહેર, જાણી લો ભારતમાં અત્યાર સુધીમાં કેટલા નોંધાયા કેસ

છેલ્લા દોઢેક વર્ષની કોરોનાએ સમગ્ર વિશ્વને એની પકડમાં લીધું છે. કઈ કેટલાય લોકો આ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને કેટલાયનો આ કોરોનાએ ભોગ લીધો છે. એવામાં કોરોનાના નવા વેરિયન્ટ વિશે સમગ્ર દુનિયામાં ચિંતા વધી રહી છે.ભારત અને અમેરિકાના એક્સપર્ટએ 24 કલાકની અંદર જ નવા વેરિયન્ટ વિશે ચેતવણી જાહેર કરી છે. મંગળવારે એક્સપર્ટે કહ્યું હતું કે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છે. એ ઉપરાંત અમેરિકાના સૌથી મોટા મહામારી એક્સપર્ટ એન્થની ફૌચીએ પણ ચેતવણી આપી છે.

image source

ચેતવણી આપતા એન્થની ફૌચીએ કહ્યું હતું કે અમેરિકામાં કોરોના સંક્રમણ ખતમ કરવાના પ્રયત્નોમાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી મોટું જોખમ છે. તેમનું આ વિશે કહેવું છે કે કોરોનાના ઓરિજિનલ વેરિયન્ટની તુલનામાં ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

image source

આ વિશે ફૌચીનું આગળ એવું પણ કહેવું છે કે ફાઈઝર સહિત જે કંપનીઓની વેક્સિન અમેરિકામાં લગાવવામાં આવી રહી છે એ કોરોનાના નવા વેરિયન્ટ પર અસરકારક સાબિત થઈ છે. અમારી પાસે કોરોના સંક્રમણ રોકવાના ઉપાયો છે, એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે ફૌચીનું કહેવું છે કે શક્ય હોય એટલો ઝડપથી વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવો જોઈએ. કોરોના વિશે અમેરિકન સરકારના સિનિયર એડવાઈઝર જેફરે જેન્ટ્સનું કહેવું છે કે 4 જુલાઈ સુધી 70 ટકા યુવા વસતિને વેક્સિન આપવાના ટાર્ગેટમાં પાછળ પડ્યા છીએ. એમાં હજી થોડો વધુ સમય થઈ શકે છે. એ ઉપરાંત તેમને કહ્યું છે કે 27 વર્ષ સુધીની ઉંમર ધરાવતા 70 ટકા યુવાનોને 4 જુલાઈ સુધી વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવે એવી તેવી શક્યતા છે.

image source

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોનાની બીજી લહેર ડેલ્ટા વેરિયન્ટને કારણે જોખમી થઈ હતી અને હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશેની ચિંતા શરૂ થઈ ગઈ છે. આ વિશે નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લાવવાનું કારણ બની શકે છે. અને હવે આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળને અગમચેતી રાખવાના આદેશ આપ્યા છે. હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું હતું કે આ વેરિયન્ટ દુનિયાના 9 દેશમાં છે.

image source

તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યારસુધીમાં ડેલ્ટા પ્લસ કોરોના વેરિયન્ટના 22 કેસ નોંધાયા છે. એમાં સૌથી વધારે 16 કેસ મહારાષ્ટ્રના રત્નાગિરિ અને જલગાંવના છે, બાકીના કેસ મધ્યપ્રદેશ અને કેરળના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong