આ બેંકના ગ્રાહકો થઈ જાઓ સાવધાન, નવા મહિને બદલાઈ જશે IFSC કોડ, નકામી થશે ચેકબુક

જો તમે સિંડિકેટ બેંકના ગ્રાહક છો તો તમારા માટે કામના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે સિંડિકેટ બેંક 1 એપ્રિલ 2020થી કેનેરા બેંકમાં મર્જ થઈ ગઈ છે. આ માટે હવે 1 જુલાઈથી આ બેંકના IFSC કોડ પણ બદલાઈ રહ્યા છે. એવામાં સિંડિંકેટ બેંકના IFSC કોડ 30 જૂન 2021 સુધી કામ કરશે. 1 જુલાઈથી એટલે કે નવા મહિનાથી તમારે બેંકના નવા IFSC કોડને લાગૂ કરવાના રહેશે. દરેક ગ્રાહકે બેંકની શાખાએથી નવા IFSC કોડ લેવાના રહેશે.

કેનેરા બેંકે પણ જાહેર કર્યું છે એલર્ટ

image source

સિંડિકેટ બેંકની સાથે સાથે કેનેરા બેંકે પણ ગ્રાહકોને આ માટે એલર્ટ આપ્યું છે. 1 જુલાઈ નજીક છે ત્યાર આ બેંકે ફરી એકવાર સિંડિકેટ બેંકના ગ્રાહકોએ જાહેરાતની મદદથી આ વાતની યાદ અપાવી છે. કેનેરા બેંકની સાથે સિંડિકેટ બેંકના મર્જ થયા બાદ SYNBથી શરૂ થનારી દરેક eSyndicate IFSC બદલાઈ ચૂક્યા છે. SYNBથી શરૂ થનારા દરેક IFSC કોડ 1 જુલાઈ 2021થી બદલાઈ જશે.

શું કહ્યું બેંકે

image source

બેંકે કહ્યું કે દરેક ગ્રાહકો દરેક મની સેન્ડર્સને સૂચિત કરે છે કે હવે NEFT/RTGS/IMPSનો ઉપયોગ કરતી સમયે CNRBથી શરૂ થનારા નવા IFSCનો ઉપયોગ કરે. કેનેરા બેંકે કહ્યું કે સિંડિકેટ બેંકના પહેલાના IFSCમાં 10000 જોડવામાં આવે જેમકે જૂનો IFSC, SYNB0003687 હતો તો તેના બદલે હવે નવો કોડ IFSC, CNRB0013687થઈ જશે.

તરત જ બેંકનો કરો સંપર્ક

image source

સિંડિકેટ બેન્કના વર્તમાન ગ્રાહક મોડું કર્યા વિના નવા કોડ લેવા માટે સિંડિકેટ બેંકના બ્રાન્ચના નવા IFSC અને MICR કોડને વિશેની જાણકારી વિના કેનેરા બેંકની વેબસાઈટ (http://www.canarabank.com/)પર જાઓ. અહીં Below ‘What’s New’ પર જાઓ અને સાથે જ ‘KIND ATTN eSYNDIATE CUSTOMERS: KNOW YOUR NEW IFSC’ પર ક્લિક કરો. આ સિવાય કેનેરા બેંકની ગ્રાહક સેવા 18004250018 પર પણ સંપર્ક કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong