રામ મંદિર માટે ગુજરાતના સંતોએ આપ્યું છૂટ્ટા હાથે દાન, જાણો મોરારિબાપુથી લઇને કયા સંતે કેટલું આપ્યુ દાન

રામ મંદિરના નિર્માણનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જેના સહભાગી થવા દુનિયાભરમાંથી દાતાઓ ધનદાન દેવા માટે આગળ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે ધનસંગ્રહ અભિયાન આગામી તારીખ 15 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.

image source

આ ધનસંગ્રહ અભિયાનમાં સૌરાષ્ટ્રના 6375 ગામડાઓમાંથી 40 લાખ પરિવારનો સંપર્ક કરી ફંડ ઉઘરાવાશે, પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક ધાર્મિક સંપ્રદાયના સંતોએ અત્યારથી જ દાનની સરવાણી વહાવી છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ માટે જાણીતા કથાકાર મોરારિબાપુએ રૂ.10 કરોડ, છારોડી ગુરુકુળ રૂ.51 લાખ અને ઇડરના વડિયાવીરના બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત શાંતિગીરી મહારાજ રૂ. 25 લાખનું દાન કરવાની જાહેરાત કરી દીધી હોવાનું વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યું છે. જ્યારથી મંદિર નિર્માણ અંગે ચુકાદો આવ્યો ત્યારથી દાતાઓ ધનદાન આપવા માટે આગળ આવી રહ્યા છે.

આ મંદિર આશરે 1500 કરોડના ખર્ચે બનાવાશે

image source

તો બીજી તરફ સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ, કંડલા પોર્ટના ઉદ્યોગપતિઓએ પણ કરોડો રૂપિયાનું દાન આપવાની તૈયારી દર્શાવી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના ક્ષેત્રિય મહામંત્રી અશોકભાઈ રાવલે જણાવ્યું હતું કે, હાલ અયોધ્યામાં મંદિરનું આશરે 200 ફૂટનું બાંધકામ કરી દેવાયું છે. સંભવત 2023માં અયોધ્યામાં શ્રીરામ મંદિર તૈયાર થશે અને આ મંદિર આશરે 1500 કરોડના ખર્ચે બનાવાશે. અયોધ્યામાં રામમંદિર ઉપરાંત કેન્દ્ર સરકાર અન્ય પણ વિકાસના કામો કરશે.

15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી આ અભિયાન ચાલશે

image source

તમને જણાવી દઈએ કે આગામી તારીખ 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી આ અભિયાન ચાલશે. આ માટે જુદી જુદી કમિટીઓની પણ રચના કરવામાં આવી છે. દરેક સંતોને જિલ્લા પ્રમાણે જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઘેર ઘેર જઈ લોકોનો સંપર્ક કરશે જેમાં રૂ.10ની રકમ ઓછામાં ઓછી નક્કી કરવામાં આવી છે અને પરિવાર દીઠ રૂ.100ની ધનરાશિ આપવા આહ્વાન કરાયું છે. અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણમાં દરેક ધાર્મિક સંસ્થાઓ દાનની સાથે સ્વયંસેવકોનો પણ સહયોગ આપશે જેથી સૌરાષ્ટ્રના ગામેગામ ફંડ એકત્રિત કરવામાં મદદરૂપ થઇ શકે. આ અભિયાન માટે હિસાબ સમિતિ, મીડિયા-સાહિત્ય, પ્રસાર સમિતિ બનાવાઈ છે. 5 જાન્યુઆરી સુધી પ્રત્યેક જિલ્લામાં સંતોની બેઠકો યોજાશે જેમાં અભિયાનની રૂપરેખા બનાવાશે. આ પહેલા જ વાત સામે આવી હતી કે અયોધ્યામાં બનનાર રામ મંદિર ભવ્ય હશે. જેને લોકભાગીદારીથી બનાવવામાં આવશે. નોંધનિય છે કે અયોધ્યા સમગ્ર હિન્દુ સમાજના આસ્થાનું પ્રતિક છે.

વિશ્વ હિન્દુ પરિષદનું શું છે લક્ષ્ય

image source

4 લાખ ગામડાઓના 11 કરોડ પરિવાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક. સાડા પાંચ લાખ ઘરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. મંદિરના નિર્માણથી સંબંધિત તમામ ભાષાઓમાં સાહિત્ય છાપવામાં આવશે. ઘરે ઘરે મંદિરની તસવીર પહોંચાડવાની યોજના છે. દેશભરમાં 3 થી 4 લાખ VHP કાર્યકરો આ અભિયાનમાં જોડાશે. PM, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ દાન આપવામાં આવશે. સરકાર પાસેથી પૈસા લેવામાં આવશે નહીં. સરકાર તરફથી સહયોગની અપેક્ષા. વિદેશી દાન લેવામાં આવશે નહીં. 3 વર્ષમાં મંદિર તૈયાર થવાનું લક્ષ્ય છે. મુખ્ય પૂજારીના જણાવ્યા અનુસાર કોઈ ભક્ત આરતી, ભોગ કે ભેટ કરવા ઈચ્છે છે તો તેને અધિકારીઓ અને ટ્રસ્ટને જાણ કરવાની રહેશે. તે પ્રમાણે સમય નક્કી કરાશે. મંદિરમાં રજિસ્ટરની વ્યવસ્થા છે જેમાં ભક્ત જે પણ ભેટ આપે છે તે નોંધવામાં આવશે. મહત્વનું છે કે આંદોલન સમયથી અયોધ્યામાં અહીં ભારતભરમાંથી અલગ અલગ ગામમાંથી શ્રીરામ લખેલી ઈંટો અહીં મંગાવવામાં આવી હતી. ગુજરાતમાંથી પણ લગભગ 12000 જેટલા ગામડાઓમાંથી ઈંટો મંગાવાઈ હોવાની વાત છે. રામ મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લઈને દેશના એક એક ગામનું યોગદાન રહે તેના પ્રતિકરૂપે આ ઈંટોને ઉપયોગમાં લેવાશે.

1000 વર્ષ સુધી મંદિર સુરક્ષિત રહેશે

image source

1000 વર્ષ સુધી ભવ્ય રામમંદિર સુરક્ષિત રહે આ માટે મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના કરાઈ છે. આ આઠ સભ્યોની ટીમ રામ મંદિર ફાઉન્ડેશન ડીઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. સુરત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડિરેક્ટર શૈલેષ ગાંધી પણ સામેલ છે. મંદિરના ફાઉન્ડેશન માટે કેટલી બારીકાઈથી અધ્યયન કરવામાં આવી રહ્યું છે તેની જાણકારી શૈલેષ ગાંધીએ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે 1000 વર્ષ સુધી મંદિર સુરક્ષિત રહે આ માટે મંદિરને સંપૂર્ણ રીતે ધરતીકંપ પ્રૂફ અને વગર સ્ટીલના વપરાશ કરી તૈયાર કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ