તમારા મોબાઈલમાં કરી દો ખાલી આ એક સેટિંગ, પાસવર્ડ નહિં હોય તો પણ કોઇ વ્યક્તિ નહીં કરે શકે ઉપયોગ

આપના રોજિંદા જીવનમાં આપનો ફોન ખૂબ મહત્વનુ ભાગ રહેલો છે. બધા પાસે તેનો એક ખાનગી મોબાઈલ તો રહેલો જ હોય છે આજના સમયમાં ફોન વગર કોઈને ચાલતું નથી. તેમાં પણ અત્યારે બજારમાં ઘણા જુદા જુદા સ્માર્ટ ફોન મળતા રહે છે.

image source

તેનો ઉપયોગ કરવાની આપણે ખૂબ મજા આવે છે તે ઘણી રીતે ઉપયોગી પણ છે અને તેનાથી ઘણા કામ સરળ થઈ શકે છે તેના માટે સ્માર્ટ ફોનમાં ઘણી વાર અપડેટિંગ આવતું હોય છે તેને કરતાં રહેવું જોઈએ તેનાથી આપણને નવા ફીચર્સ અને નવા લાભ મળતા રહે છે.

image source

આપના ફોનમાં ઘણી ખાનગી માહિતી પણ આપણે સંગ્રહ કરી શકીએ છીએ તેથી ઘણા લોકો ફોનને લોક કરીને રાખે છે. તેનાથી તમારો ફોન કોઈ પણ વાપરી શકતું નથી. આજે આપણે જાણીએ કે ફોન અનલોક હોય તે છતાં પણ આનો ફોન કોઈ આપની મરજી શિવાય ખોલી શકતું નથી.

image source

આપણા એંડ્રોઇડ ફોનમાં એક વિશેષ ફીચર આવેલું છે. જેને તેને આપણે ઘણી સરળ ટિપ્સથી સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. તમે તમારા ફોનમાં રહેલા ખાનગી ડેટાને બીજા લોકોથી બચાવવા હોય ત્યારે આનો ઉપયોગ કરી શકો છો. પીન ધ સ્ક્રીન અથવા સ્ક્રીન પ્રિન્ટીંગ નામના બે ફીચર છે તેને તમારા સ્માર્ટ ફોનમાં રહેલા છે.

image source

આ ફીચરનો ઉપયોગ કરીને તમે તમે તમારા ડેટાને બીજા લોકોથી બચાવી શકો છો, બીજા લોકો તમારી મરજી સિવાય ક્યારેય ખોલી નથી શકતા. આ ફીચર એંડ્રોઇડ ૫.૦ અને તે પછી બધા વર્ઝનમાં ઉપલબ્ધ છે. સેમસંગના મોબાઇલમાં આ ફીચર પીન વિન્ડોઝના નામથી છે. આનાથી તમે ઘણી માહિતીને સારી રીતે ગુપ્ત રાખી શકો છો અને તે પણ તમારા ફોનને લોક કર્યા વગર.

તેના માટે તમારે શું કરવાનું રહે છે :

image source

તેના માટે તમારે સૌથી પહેલા તમારા ફોનના સેટિંગ્સમાં જવાનું રહેશે. તેમાં જઈને તમારે સિક્યુરીટી અને લોક સ્ક્રીનનો વિકલ્પ દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહી તમને ઘણા ખાનગી સાથે સંકડાયેલા વિકલ્પ દેખાશે તેમાં તમારે સૌથી નીચે પીન ધ સ્ક્રીન કે સ્ક્રીન પીનીંગ નામનો વિકલ્પ દેખાશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેને તમારે ઓન કરવાનું રહેશે.

image source

સામેવાળાને જે એપનો ઉપયોગ કરવો હોય તેને પિન કરવા માટે ઓપન કરો અને પછી બંધ કરી દેવું. તે પછી તમારે રીસેન્ટ એપ્સના વિકલ્પ પર જવાનું રહેશે. તે એપને તમારે લોન પ્રેસ કરવાનું રહેશે જેને તમે પિન કરવા માંગો છો. તે પછી પિન વિકલ્પને પસંદ કરો અને તે પછી પિન અરવામાં આવેલી એપ સિવાય કઈ પણ નહીં ખૂલે.

પિન વિકલ્પ કેવી રીતે હટાવવો :

image source

તમારો ફોન પાછો મળે તે પછી તમારે પિન વિકલ્પ હટાવવા માટે તમારે હોમ અને બેક બટન બંને એક સાથે દબાવવાના રહેશે અને લોક સ્કીન પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. આ સરળ રીતે તમે તમારા ફોનને સુરક્ષિત કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ