ક્યાંક હેકર્સની નજર તમારા પાસવર્ડ પર તો નથીને? આ રીતે કરો ચેક

મિત્રો, આજકાલ સાયબર ક્રાઈમ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. હાલ, સાયબર ક્રાઈમની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો નવી-નવી રીતો દ્વારા લોકોને તેમની જાળમા ફસાવી રહ્યા છે. આ લોકો તમારા બેંક ખાતાઓને હેક કરે છે અને તેમને પોતાના નિશાન બનાવે છે. હેકર્સ એ ફક્ત તમારા બેંક એકાઉન્ટ્સ જ નહીં પરંતુ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઇ-મેઇલને પણ નિશાન બનાવી રહ્યા છે.

image soucre

સાયબર એટેકથી બચવા માટે તમારે સમય-સમય પર તમારો પાસવર્ડ બદલવો જોઈએ. પાસવર્ડ બનાવતી વખતે હમેંશા મજબૂત પાસવર્ડ પસંદ કરો. તેથી હેકર્સ તમને સરળતાથી ટાર્ગેટ કરી શકતા નથી. જો તમને હજી પણ તમારો પાસવર્ડ હેક થયો છે કે કેમ તે વિશે પ્રશ્ન છે, તો આજકાલ તે શોધવુ પણ ઘણુ સરળ બની ગયું છે.

image source

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, ગૂગલે થોડા સમય પહેલા એક ટૂલ બહાર પાડ્યુ હતું. જેની મદદથી પાસવર્ડ લીક અને નબળા પાસવર્ડ વિશે માહિતી મેળવી શકાય છે. તમે passwords.google.com પર જઈને તમારુ એકાઉન્ટ લોગ-ઇન કરીને તેના વિશે માહિતી મેળવી શકો છો. અહી પાસવર્ડ ચેકઅપ માટેનુ એક શ્રેષ્ઠ વિકલ્પ જોવા મળશે. અહી ક્લિક કરતા જ ગૂગલ તમને તમામ માહિતી આપશે.

image source

ગૂગલ તમારા સેવ પાસવર્ડના આધાર પર તમને માહિતી આપશે કે, તમારા કેટલા પાસવર્ડ કોમ્પ્રોમાઈઝડ છે? અથવા તો તમારો ડેટા લીક થયો છે કે નહિ તે જણાવે. આ સિવાય તમારા કેટલા પાસવર્ડ ફરીથી ઉપયોગમા લેવામાં આવ્યા છે અને કેટલા પાસવર્ડ નબળા છે. કોમ્પ્રોમાઈઝ થયેલ પાસવર્ડ પર ક્લિક કરવું એ તમારી વિવિધ વેબસાઇટ્સ પર લોગ થયેલ પાસવર્ડો બતાવશે.

image source

અહી તમને ખબર પડશે કે, અમુકવાર લીક થયેલો ડેટા તમને ભવિષ્યમા મુશ્કેલીમા મૂકી શકે છે. ગૂગલ આ ટૂલમા પાસવર્ડ બદલવાનો વિકલ્પ પણ આપે છે. તમે આ વેબસાઇટની મુલાકાત લો, જેનો પાસવર્ડ હવે લીક થયો છે. અહીં તમે તમારો પાસવર્ડ બદલી શકો છો.

image source

ગૂગલ અને haveibeenpwned.com એક વેબસાઇટ પણ છે કે, જ્યા તમે તમારો પાસવર્ડ હેક થવા વિશે જાણી શકો છો. તમારે અહી તમારો ઇ-મેઇલ દાખલ કરવાની જરૂર પડશે. ઇ-મેઇલ આઈડી દાખલ કરતા જ તમને ખબર પડી જશે કે, તમારુ ઇ-મેઇલ આઈડી ક્યારે અને કઈ વેબસાઇટ પરથી હેક કરવામાં આવ્યું હતું. તમે એ પણ શોધી શકો છો કે, તમારુ આઈ.ડી. કયા કારણે લીક થયું છે. અહીં તમે તમારો પાસવર્ડ બદલી શકો છો અથવા બે પગલાની ચકાસણી પછી મજબૂત પાસવર્ડ દાખલ કરો.

image source

પાસવર્ડ બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે, તમારો પાસવર્ડ મજબૂત છે. તાજેતરની નબળી પાસવર્ડ ટોપ-૧૦ યાદીમા અનેકવિધ નબળા પાસવર્ડો બહાર આવ્યા છે, જે વ્યક્તિ સરળતાથી શોધી શકે છે. નબળા પાસવર્ડો તમારા ખાતાને સરળતાથી લક્ષ્ય બનાવી શકે છે. તેથી, પાસવર્ડ પસંદ કરતી વખતે આ બાબતો પર ખાસ ધ્યાન રાખો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ