માઈનસ 10 ડિગ્રી તાપમાનમાં ‘ધ્યાન’ કરી રહ્યા છે આ સાધુ, વીડિયો જોઈને ઉડી જશે હોંશ

ભારતમાં હજારો વર્ષોથી યોગ સાધનાનનું મહત્વ રહેલુ છે. યોગ દ્વારા માણસ દરેક સિદ્ધી મેળવી શકે છે. જેનું વર્ણન આપણને શાસ્ત્રોમાં મળે છે. યોગથી મન પર કાબુ મેળવી શકાય છે તો બીજી તરફ ઘણી એવી યૌગિક ક્રીયાઓ છે જેનાથી માણસનું શરીર એટલુ મજબૂત બને છે કે સામાન્ય વાતાવરણની તેના પર અશર નથી થથી. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર બરફમાં યોગ સાધના કરતા બે સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયો કેદારનાથનો કહેવામાં આવી રહ્યો છે. વિડિયોમાં સાધુઓ બરફવર્ષા દરમિયાન માઈનસ 10 ડિગ્રી તાપમાનમાં યૌગિક મેડેટેશન કરતા જોવા મળે છે. આ વિડિયો @vinsinners ના એક વ્યક્તિ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ જ વીડિયોને પાછળથી આઈપીએસ દિપંશુ કબરા દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો.

સવારે 3 વાગ્યે યોગ સાધના કરતા સાધુ

રોક બેન્ડ વિન સિંગરના સદસ્ય ‘Big Daddy’ Vin (@vinsinners) 28 મી ડિસેમ્બરે આ વિડિઓ શેર કરીને લખ્યું છે કે, આ કેદારનાથ છે, સવારે 3 થી -10 ડિગ્રી પર યોગાભ્યાસમાં સાધુ છે. તેના મન ઉપર સંપૂર્ણ નિયંત્રણ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેના ફેન થઈ ગયા છે. અત્યાર સુધીમાં, લગભગ 20 હજાર લોકો તેને જોઈ ચૂક્યા છે.

સાધુઓના શરીર ઉપર એક પણ કપડું નહોતું

આઈપીએસ દીપાંશુ કબરાએ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, -10 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી બચાવવા માટે કોઈ આધુનિક કપડા નથી. આ ફક્ત ધ્યાન, શ્રદ્ધા અને ભક્તિની શક્તિથી જ શક્ય છે. માનવ શરીરની ક્ષમતા અકલ્પનીય છે. આને જાણવા માટે અંદરની ડોકિયું કરવું પડેશે, જેના માટે પ્રાચીન ભારતે વિશ્વને #Meditation, #Yoga ની ભેટ આપી છે.

વીડિયો વાયરલ થયો

image source

વાયરલ થતા વીડિયોમાં બે નાગા સાધુ બેઠા જોવા મળે છે. જેઓ માઇનસ 10 ડિગ્રી સેલ્સિયસ ઠંડીમાં ખુલ્લેઆમ ધ્યાન કરી રહ્યા છે. આ વિડિયો જોયા પછી દરેકને આશ્ચર્ય થાય છે. કેમ કે આવી ઠંડીમાં લોકો ગરમ વસ્ત્રો પહેરેલા હોવા છતા બહાર નિકળવા માંગતા નથી ત્યારે આ નાગા સાધુઓ બરફમાં માઈનસ 10 ડિગ્રી તાપમાનમાં ધ્યાન કરી રહ્યા છે. ચારધામ સહિતના ઉંચાઇવાળા વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાનોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. ધનૌલતીની ઉંચી ટેકરીઓમાં પણ હળવો બરફ પડ્યો હતો. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં પણ આગામી પાંચ દિવસ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ