એલપીજી ગેસ વાપરવાવાળાઓ માટે ગુડ ન્યૂઝ, IOCL શરૂ કરી છે આ 4 સુવિધાઓ, હવે મિનિટોમાં જ થઇ જશે આ કામ

ઇંડિયન ઓઇલે પોતાના ગ્રાહકોનું ધ્યાન રાખીને આ 4 નવી સુવિધાઓ શરૂ કરી છે. જેથી હવે પછી મહિલાઓને રસોડામાં કામકાજ કરવામાં સરળતા થઇ જશે. જો તમે ઇંડેનના ગ્રાહક છો તો આ સુવિધાનો સરળતાથી ફાયદો મેળવી શકો છો. જાણો ઇંડિયન ઓઇલે ટ્વિટ કરીને કઈ માહિતી આપી છે જેનાથી તમને મોટો ફાયદો થઈ શકે છે. જુઓ તમને કઇ-કઇ સુવિધાઓનો મળશે લાભ –

વાંચો IOCLની આ ટ્વિટ

કંપનીએ કહ્યું છે કે આ વર્ષ અમે 4 નવી સર્વિસ શરૂ કરી છે. ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખી આ બધી સર્વિસો શરૂ કરવામાં આવી છે.

  • 1. ઇંડિયન એક્સ્ટ્રા તેજ
  • 2. મિસ્ડ કોલ મારફતે ગેસનું બુકિંગ
  • 3. 5 કિલોના નાના સિલેન્ડર
  • 4. કોમ્બો સિલિન્ડર એટલે કે 14.4 કિલો અને 5 કિલોના નાના સિલિન્ડર

1. ઇંડિયન એક્સ્ટ્રા તેજ

image source

કંપનીએ માહિતી આપી છે કે ગ્રાહકોને હવે નવા પ્રકારના ઇંડિયન એક્સ્ટ્રા તેજ સિલિન્ડર મળશે, આ સિલિન્ડર ઉચ્ચ ક્વાલિટીના હશે, જેમાં ગ્રાહકોને એલપીજીની ક્વાલિટી પણ ઉચ્ચ સ્તરની મળશે. આ ખાસ અને નવા સિલિન્ડરના ઉપયોગથી ગેસ પર જમવાનું જલ્દી બનશે અને સમયની બચત પણ થશે. તે સાથે જ ભોજનની ક્વાલિટી પણ સારી થશે.

2. મિસ્ડ કોલ મારફતે ગેસનું બુકિંગ

image source

કોરોના સંકટમાં ગ્રાહકો ઘરે બેઠા જ મિસ્ડ કોલથી ગેસ સિલિન્ડર બુક કરી શકશે. જેમાં તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી કોઇ પણ ચાર્જ વિના માત્ર એક મિસ્ડ કોલ કરી સિલિન્ડરનું બુકિંગ કરી શકશો. ઇંડિયન ઓઇલે કહ્યું છે કે આ સુવિધાથી વડીલોને રાહત મળશે. જે આવીઆરએસ પ્રણાલીમાં સરળતાથી કરી શકતા ન હતા. એલપીજી ગ્રાહક સિલિન્ડર રિફિલ કરાવવા માટે દેશના કોઇ પણ શહેરથી માત્ર એક મિસ્ડ કોલથી આ નંબર 8454955555 પર બુકિંગ કરી શકશે. આથી તેમનો બુકિંગ કોલ કરવામાં લાગતો સમય પણ બચશે અને એનો કોઇ ચાર્જ પણ નહીં આપવો પડે.

3. 5 કિલોના નાના સિલિન્ડર

image source

જે લોકોના ઘરમાં ગેસનો વધુ વપરાશ થતો નથી અથવા જે બીજા શહેરોમાં જઇ એકલા રહે છે એ લોકો માટે 5 કિલોનો નાનો સિલિન્ડર પણ શરૂ કરવામાં આવ્યો છે, આ એક સિલિન્ડર તેમના માટે પૂરતો થઈ રહે છે. આ 5 કિલોનો સિલિન્ડર ઇંડેનની કોઇ પણ એજન્સી અથવા કે કંપનીના પંટ્રોલ પંપ પરથી લઇ શકાશે.

4. કોમ્બો સિલેન્ડર એટલે કે 14.4 કિલો અને 5 કિલોના નાના સિલિન્ડર

image source

આ સિવાય કંપનીએ ગ્રાહકો માટે કોમ્બો સિલિન્ડરની ઓફર પણ આપી છે જેથી તમે 14.4 કિલોની સાથે 5 કિલો વાળો નાનો સિલિન્ડર પણ લઇ શકો છો.એટલે કે એકસાથે તમને 2 સિલિન્ડર મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!