લીલા બા તરીકે જાણીતી આ મહિલા કરી રહી છે અનુપમા સિરિયલમાં ખાસ રોલ, પર્સનલ લાઇફ વાતો જાણીને સ્તબ્ધ થઈ જશો

ટીવી શૉ ‘અનુપમા’એ એક એવી સીરીયલ બની છે કે જેણે ખૂબ જ ઓછા સમયમાં ઘણી પોપ્યુલારિટી હાંસેલ કરી છે. રાજન શાહનો આ શૉ દર્શાવે છે કે એક મહિલા પોતાના રોજિંદા જીવનમાં કેવી રીતે સંઘર્ષ કરે છે. આ શૉમાં ઘરની બહાર મહિલાઓ કયા પડકારોનો સામનો કરે છે તેના વિશે વાત થતી નજરે આવે છે. મળતી માહિતી મુજબ ટીસી સીરિયલ અનુપમા ટીઆરપીના લિસ્ટમાં લાંબા સમયથી ટોપ પર જોવા મળી રહી છે.

આ શૉમાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અલ્પના બુચ, અરવિંદ વૈદ્ય, પારસ કલનાવત, આશીષ મહેરોત્રા, મુસ્કાન બામની, શેખર ખુક્લા, નિધિ શાહ અને તસ્નીમ શેખ મુખ્ય કિરદારમાં નજરે આવે છે. જેમાં એક પાત્ર બા એટલે લીલાનું છે તે પણ બહુ ચર્ચામાં રહે છે. સીરીયલમાં જોવા મળે છે કે લીલાનું પાત્ર અલ્પના બુચ નિભાવી રહી છે. લીલાના પાત્રમાં ઘણા શેડ્સ છે. એક બાજુ તે પોતાના પુત્ર વનરાજના પ્રતિ પક્ષપાત છે. જ્યારે તેમનો વ્યવહાર પોતાની વહુ માટે ખરાબ છે. પરંતુ આજે અહીં તેનાં સીરીયલનાં જીવન વિશે નહીં પણ તેના અંગત જીવત વિશે વાત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ અલ્પના બુચનો જન્મ ગુજરાતના દ્વારકામાં થયો છે. સીરિયલ સિવાય તેઓ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. આ સિવાય તેમણે વર્ષ 2018માં ગુજરાતી ફિલ્મ શરત લાગોથી ડેબ્યૂ કર્યું હતું જેમાં લોકો એ તેને ખૂબ જ વખાણી હતી. પોતાની એક્ટિંગથી તેણે લોકોને દીવાના કરી દીધા હતાં. આજે આખા ગુજરાતમાં પણ તે લીલા બા તરીકે જ ખૂબ જ જાણીતા છે. તેમનાં આ સફરમાં 2014માં તેમને સૌથી વધારે સફળતા મળી હતી જ્યારે અલ્પના બુચને તે સમયે નવી શરૂ થયેલી ટીવી સીરિયલ સરસ્વતીચંદ્રથી પોતાની ઓળખ મળી હતી.

આ ઉપરાંત ટીવી સીરિયલ પાપડ પોલ શાહબુદ્દીન રાઠોડના રંગીન દુનિયામાં જોવા મળ્યા હતાં. આ બન્ને સીરિયલના કારણે અલ્પના બુચ ખૂબ જ ફેમસ થયા હતાં. તેમની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો અલ્પના ફિલ્મી બેકગ્રાઉન્ડ સાથે પહેલાથી જ જોડાયેલ છે. તેમનાં પરિવાર વિશે વિગતે વાત કરીએ તો તેમના પિતા છેલ વૈદ્ય ડાયરેક્ટર અન પ્રોડ્યુસર છે. જ્યારે તેમનો ભાઈ પણ ડાયરેક્ટર, લેખક અને ગીતકાર છે. અલ્પનાએ ઘણાં ફેમસ શો કર્યાં છે. અલ્પનામાં જીવનમાં શરૂઆતમાં મૂળ ગુજરાતી અલ્પનાએ મુંબઈમાં અભ્યાસ કર્યો છે અને તે પછી તેણે બહુ જ નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

હવે વાત કરીએ અલ્પના બુચની પર્સનલ લાઈફ વિશે તો તેમના લગ્ન મેહુલ બુચ સાથે થયા છે. મેહુલ બુચ પણ આ સમયે ઘણું ફેમસ નામ બની ગયું છે. જાણવાં મળ્યું છે કે મેહુલ બુચ એટલે એ વ્યક્તિ કે જેમણે સ્ટાર પ્લસના શો કુલ્ફી કુમાર બાજેવાલામાં લવલીના પ્રભાવશાળી પિતાની ભૂમિકા ભજવી હતી. અલ્પના અને મેહુલે હાલમાં જ પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. તે બન્ને વિશે જાણવાં મળ્યું છે કે બન્નેની મુલાકાત કામના સમયે થઈ હતી અને આ મુલાકાત થોડા જ દિવસોમાં પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

તેનાં નજીકનાં લોકો જણાવે છે કે આમ તો મેહુલ અને અલ્પનાની કામ સમયે પહેલી મુલાકાત થઈ હતી પરંતુ ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમ થયો હતો અને પછી બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતાં. આ વચ્ચે સમચાર મળ્યાં હતાં કે તેમનાં પરિવારમાં હવે એક બાળકીનું પણ આગમન થયું છે. અલ્પના અને મેહુલની પુત્રી છે જેનું નામ ભવ્યા છે. મહત્વની વાત એ છે કે સીરિયલ સિવાય પણ અલ્પના પ્રતિક ગાંધની ફિલ્મ લવની લવ સ્ટોરીમાં પણ જોવા મળી હતી. આ પછી જ્યારે સરસ્વતીચંદ્ર શરૂ થઈ તે પછી તે વધારે ફેમસ થઈ ગઈ અને તેમના કરિયરને અલગ ઓળખ આપી હતી.

આ શોને સંજય લીલા ભંસાલીએ પ્રોડ્યુસ કર્યો હતો. તે શોમાં જોવા મળ્યું હતું કે તે કુમુદ અને કુસુમની માતા ગુણીયલ દેવી દેસાઈનાં રોલમાં જોવા મળી હતી. તેઓ ગુજરાતી પ્લે ચુપ રહો ખુશ રહો, રૂપિયાની રાણી ને ડોલરનો રાજા, ખરા છો તમેમાં કામ કરી ચૂકી છે. ગુજરાતથી શરૂ કરેલી તેમની આ સફર એટલી સરસ રહી કે આજે તેણે આખા દેશમાં પોતાનું નામ બનાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!