ખેડૂતની 5 દીકરીઓએ દેશ લેવલે વગાડ્યો ડંકો, પાંચે પાંચ બની ઓફિસર, મુખ્યમંત્રી પણ થઈ ગયા ઓળઘોળ

રાજસ્થાનના હનુમાનગઢની ત્રણ બહેનોએ રાજ્યની વહીવટી પરીક્ષામાં સારી સફળતા મેળવી છે, તેમની અન્ય બે બહેનો પહેલેથી જ અધિકારીઓ છે. જે બાદ હવે પાંચેય બહેનો રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આરએએસ) ની ઓફિસર બની ગઈ છે.

image soucre

આ સમાચારને ટ્વિટર પર શેર કરતાં ભારતીય વન સેવા (આઈએફએસ) ના અધિકારી પરવીન કાસવાને આ બહેનોને અભિનંદન આપ્યા છે. તેણે આ બહેનોનો ફોટો પણ શેર કર્યો છે. પરવીન કાસવાને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “આવા સારા સમાચાર .. અંશુ, રીતુ અને સુમન રાજસ્થાનના હનુમાનગઢની ત્રણ બહેનો છે. આજે ત્રણેયને આર.એ.એસ. માં સાથે પસંદ કરવામાં આવી હતી. પિતા અને પરિવારને ગર્વ અપાવ્યું હતું. તેઓ પાંચ બહેનો છે. અન્ય બે રોમા અને મંજુ પહેલાથી જ આર.એ.એસ. હતી. આ પાંચ ખેડૂત સહદેવ સહારાની પુત્રીઓ છે અને હવે આર.એ.એસ. અધિકારીઓ છે. ”

આપને જણાવી દઈએ કે આઈએફએસ અધિકારી દ્વારા કરવામાં આવેલ ટ્વિટને અત્યાર સુધીમાં 5,000થી વધુ લાઈક્સ મળી છે અને ઘણા લોકોએ કમેન્ટ્સ બોક્સમાં બહેનોને અભિનંદન પણ આપ્યા છે. નોંધનીય છે કે રાજસ્થાન જાહેર સેવા આયોગ (આરપીએસસી) એ મંગળવારે આરએસએસ 2018 નું અંતિમ પરિણામ જાહેર કર્યું હતું. ઝુનઝુન મુક્તા રાવે પરીક્ષામાં પ્રથમ ક્રમે છે, જ્યારે ટોંકના મનમોહન શર્મા બીજા અને જયપુરની શિવાક્ષી ખંડલ ત્રીજા ક્રમે રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વિટ કરીને ટોપર્સને અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રીએ ટ્વિટમાં લખ્યું છે કે, આરએએસની પરીક્ષામાં ટોચના સ્થાને આવેલા ઝુનઝુનની મુક્તા રાવ પહેલા, ટોંકના મનમોહન શર્મા બીજા, જયપુરના શિવાક્ષી ખંડલને ત્રીજા સ્થાન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન. સમર્પણ સાથે રાજ્યની સેવા કરવાની આ એક અદ્ભૂત તક છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. ”

image soucre

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના રાવતસરની ત્રણ સગી બેહનોએ એક સાથે R.A.S. ઓફિસર બનીને ઇતિહાસ રચી દીધો છે. આ ત્રણેય બહેનોએ પોતાની મહેનતથી એ સાબિત કરી દીધું કે જો સારો ઉછેર થાય તો દીકરીઓ બોજ નહીં વરદાન સાબિત થાય છે. રાજસ્થાન પ્રશાસનિક સેવામાં ત્રણેય બહેનો એક સાથે બેઠી હતી અને હવે એખ સાથે પાસ પણ થઇ છે. આ ત્રણેય બહેનોએ એક સાથે સરકારી સ્કૂલમાં પાંચમા સુધી અભ્યાસ કર્યો હતો.

image soucre

છોકરાની આશમાં માતા-પિતાને પણ આ પેરેન્ટસ પાસેથી શીખવું જોઇએ. જેઓ દીકરીઓને અભિશાપ સમજ્યા નહીં તેમણે દીકરીને હીરાની જેમ નિખારી. એક નાનકડા ગામની ત્રણ દીકરીઓ એક સાથે આરએએસ બનીને માતા-પિતાનું સપનું સાકાર કર્યું છે અને આખા દેશને ગૌરવ કરાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong