‘ખતરો કે ખેલાડી’ આ વાંદરાઓને ઊંચી બિલ્ડિંગ પરથી રમત કરતાં જોઈને જલસો પડી જશે, જુઓ જોરદાર વીડિયો

સોશિયલ મીડિયા અનેક વીડિયોથી ભરેલ હોય છે જેમ કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને તમે હસવું રોકી શકો નહીં તો ઘણાં વીડિયો ડરામણા પણ હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને બધા દંગ રહી ગયા છે.

આ વીડિયો વાંદરાઓનો છે જ્યાં તેઓ ખાતરોના ખેલાડીની જેમ જીવના જોખમે કઈક આવું કરતાં દેખાઈ રહ્યા છે કે જાણે તેઓ કોઈ ફિલ્મનાં હિરો હોય. તમે સામાન્ય રીતે ફિલ્મોમાં હિરોને મોટી બિલ્ડિંગ પરથી દોરડાની મદદથી ઉતરતા જોયાં હશે. પરંતુ આ વાંદરાઓના કિસ્સામાં આનાથી વિપરીત જ જોવા મળ્યું હતું.

તેઓ ન કોઈ દોરડું કે અન્ય ચીજો ફ્કત પોતાનાં હાથ પગના ટેકે દિવાલ પરથી સરકીને નીચે આવી રહ્યાં હતાં. તેઓ આ રીતે જીવના જોખમે દિવાલ પર સરકતા હતાં છતાં મોજમાં દેખાઈ રહ્યા હતા. આ રીતે આ વાંદરાઓને ઉતરતા જોઈને બધા દંગ રહી ગયાં હતાં કારણ કે તે બિલ્ડિંગ ઘણી ઉંચી હતી અને આ રીતે ઉતરતા સમયે જો તેઓ ત્યાંથી પડે તો જીવનું જોખમ હતું. જાણવા મળ્યું છે કે આ વીડિયો હર્ષ ગોયનકા દ્વારા 19 જૂન શેર કરવામાં આવ્યો છે.

તેણે આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે આમ તો તમે જીવનમાં અનેક પ્રકારની ચીજો જોતા હોવ છો પરંતુ ક્યારેક આવી અસાધારણ ઘટના તમારો દિવસ સારો બનાવી દે છે. આ વીડિયો પર લોકો હવે અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે.

જેમાં એક વ્યક્તિએ લખ્યું હતું કે સ્પાઇડર મેનથી મંકી મેન, તો બીજા એકે લખ્યું કે આ જૂની વીડિયો ગેમ જેવું દ્રશ્ય લાગી રહ્યું છે. એક યુઝર્સ એ મસ્તીના મૂડમાં કહ્યું કે આમાં મિશન ઈમ્પોસિબલ નું મ્યુઝિક એડ કરી નાખો.

કોમેન્ટ સેશનમાં એક અન્યએ લખ્યું કે આ વાંદરાઓનું ફિટનેસ લેવલ જુઓ. આ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે વાંદરાઓ એક બિલ્ડિંગ પરથી નીચે આવી રહ્યાં છે.

તેઓ જે રીતે નીચે ઉતારી રહ્યા છે તેમને જોઇને લાગે કે જાણે કોઈ ફિલ્મનાં હોરોની એન્ટ્રી થઈ રહી હોય. તેઓ દિવાલ પકડીને નીચેની તરફ હાથ પગ દ્વારા સરકી રહેલાં દેખાઈ છે અને તે પણ ઘણી સ્પીડ થી. લોકો કહી રહ્યાં છે કે તેઓ જે રીતે બિંદાસ નીચે જઈ રહ્યાં છે તેમને જોઈને સ્પાઇડર મેનની યાદ આવી જાય.

હાલ આ વીડિયોએ સોશિયલ મીડીયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 6300 લાઈક મળી છે. લોકો વાંદરાઓનો આ અંદાજ જોઈને દંગ રહી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong