શરીરના આ ભાગોમા ખંજવાળ આવવી છે સામાન્ય ક્રિયા કે પછી છુપાયેલુ છે કોઈ સંકેત? ચાલો જાણીએ

મિત્રો, ખંજવાળ એ એક સામાન્ય શારીરિક પ્રવૃત્તિ છે કે, જે શરીરના કોઈપણ ભાગમા ગમે ત્યારે આવી શકે છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે જ્યોતિષશાસ્ત્રમા તેનુ એક વિશેષ મહત્વ છે. જ્યોતિષ નો જ એક ભાગ સામુદ્રિક શાસ્ત્ર અંતર્ગત શરીરના જુદા-જુદા ભાગો પર થતી ખંજવાળ એ તમારા આવનાર ભવિષ્ય અંગે તમને એક વિશેષ સંકેત આપી શકે છે.

image soucre

જો તમને અમુક ચોક્કસ અવયવો પર ખંજવાળ આવે તો તેનો અર્થ એવો કાઢી શકાય છે કે, ટૂંક સમયમા જ તમારી સાથે કોઈ શુભ-અશુભ ઘટના ઘટવાની છે. તો ચાલો આજે આ લેખમા આપણે વિવિધ અંગોમા આવતી ખંજવાળ અને તે શુ સંકેત આપે છે? તેના વિશે માહિતી મેળવીએ.

image soucre

શાસ્ત્રો મુજબ જો કોઈ વ્યક્તિને તેના જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવે છે, તો તેનો અર્થ એવો થાય છે કે, આવનારા ટૂંક સમયમા જ તેને આર્થિક લાભ થશે, તેને કોઈ આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે પરંતુ, જો ડાબા હાથમા ખંજવાળ આવે તો તે સંકેત એવુ સૂચવે છે કે, આવનાર સમયમા તમે બિનજરૂરી જગ્યાએ નાણા વેડફશો.

image soucre

જો પુરુષોને છાતીના ભાગમા ખંજવાળ આવે છે તો તેનો અર્થ એવો કાઢી શકાય કે, તમને આવનાર સમયમા પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. ત્યારે તેનાથી વિપરીત જો કોઈ સ્ત્રીની છાતીમા ખંજવાળ આવે છે તો તેમના બાળકોને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ બીમારી થઇ શકે છે.

image source

જો તમારી આંખમા અથવા તો તેની આસપાસ ખંજવાળ આવી રહી હોય તો પછી તમારે સમજી જવુ કે, આવનાર સમયમા તમારા આવકના સ્ત્રોતમા વૃદ્ધિ થશે તથા એવુ પણ બની શકે છે કે, જો તમારુ કોઈ કામ નાણાકીય વ્યયને કારણે અટવાયેલુ છે તો તમને તેમા લાભ મળી શકે છે.

image soucre

જો તમારા હોઠ પર ખંજવાળ આવી રહી છે તો પછી સમજો કે, તમને ક્યાંક સ્વાદિષ્ટ ભોજન મળી શકે. આ સિવાય જો તમને પીઠના ભાગ પર ખંજવાળ આવી રહી હોય તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણકે, પીઠ પર ખંજવાળ આવવી એ કોઈ બીમારી અથવા તો દુ:ખાવાનો સંકેત છે.

image soucre

જો તમારા પગમા ખંજવાળ આવી રહી હોય તો સમજી જજો કે, આવનાર સમયમા તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો. આ સિવાય જમણા ખભા પર થતી ખંજવાળ એ સૂચવે છે કે, ટૂંક સમયમા જ તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે તથા તમારી તમામ દુઃખ-દર્દનો અંત આવશે અને તમારુ જીવન સુખમયી અને શાંતિમયી બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ