જામનગરની જી જી હોસ્પિટલમાં મહિલા કર્મીઓ બની જાતિય સતામણી

કોરોના કાળમાં માનવતાને લજવે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાનો પડઘો ગુજરાત સરકારમાં પણ પડ્યો છે. ઘટના જામનગરની છે જ્યાં કોવિડ હોસ્પિટલમાં સેક્સકાંડ અંગે ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટ અનુસાર જામનગરની મેડીકલ કોલેજમાં એટેન્ડસનું શારીરિક શોષણ થાય છે તેવું મહિલા કર્મચારીઓએ મિડીયા સમક્ષ કહ્યું હતું. આ વાત સામે આવ્યા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગાંધીનગર ખાતે પડ્યા છે.

image source

ગુજરાતમાં ખળભળાટ મચાવી દેનાર જામનગરની કોવિડ હાસ્પિટલના કથિત સેકસ કાંડ અંગે એક મહિલા એટેન્ડન્ટે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે મહિલાઓ સાથે સુપરવાઈઝરો દ્વારા સેક્સની માંગણી કરે છે અને તેમનું શોષણ કરે છે. જો મહિલા કર્મચારી તેને તાબે ન થાય તો તેને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવે છે. આ વાત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ભોગ બનેલી એક યુવતીએ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદન આપી રજૂઆત કરી હતી.

આ વાત સામે આવ્યા બાદ સત

મહિલા આરોગ્ય કર્મીએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે મહિલા એટેન્ડન્સને નોકરીના બહાને જાતિય સતામણી કરવામાં આવે છે. કેટલાક વિભાગોના લોકો તેમના પર સંબંધો બનાવવા પર દબાણ કરે છે. આ લોકો કોણ છે તેના નામનો ખુલાસો મહિલાઓએ પોતાના નિવેદનમાં કર્યો છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે આ કાંડ અહીં છેલ્લા 6 મહિનાથી ચાલે છે.

આક્ષેપ કરનાર મહિલાઓએ પાંચ શખ્સોના નામ જણાવ્યા છે જેમાં એમ પણ કહ્યું છે કે એક યુવતીની પણ તેમાં સંડોવણી છે. જો આ શખ્સોના મોબાઈલ ચેક કરવામાં આવશે તો ઘણા મોટા ઘટસ્ફોટ થશે. આક્ષેપ કરનાર યુવતીઓનું કહેવું છે કે શહેરમાં આવેલા યુવકના ફ્લેટ પર આ લોકો યુવતીઓને લઈ જતા હતા. યુવતીઓ ત્યાં સુધી કહ્યું હતું કે આ ફ્લેટના પાડોશીઓને પણ પુછી શકાય છે કે તેમની વાત સાચી છે કે ખોટી.

પીડિત મહિલા જે સામે આવી હતી તેનું કહેવું હતું કે આ ઘટના કોઈ એક કે બે યુવતીઓ સાથે જ બની છે તેવું નથી. યુવતીઓની સંખ્યા 70 આસપાસ હશે. આ ધડાકા બાદ જામનગરની જીજી હોસ્પિટલમાં જાતીય સતામણીનો મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong