IPL 2021 Schedule: અમદાવાદમાં રમાનારી T-20ની મેચોની ટિકિટનું આ રીતે થશે વેચાણ, જલદી જાણી લો શું છે ભાવ

આઈપીએલ 2021ની શરુઆત ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝ પુરી થયાના 12 દિવસ બાદ 9 એપ્રિલે શરુ થશે. જેની માહિતી બીસીસીઆઈનાં એક સુત્રએ આપી છે. ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝની છેલ્લી મેચ 29 માર્ચનાં રોજ રમાશે. આ વર્ષે જાહેર થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની શરૂઆતની તારીખોનું એલાન થઇ ચૂક્યું છે. ત્યારે હવે અમદાવાદમાં T-20 મેચોની ટિકિટનું ઓફલાઈન વેચાણ થશે.

image source

અમદાવાદમાં T-20 મેચોની ટિકિટનું ઓફલાઈન વેચાણ થશે. 9 માર્ચથી ટી-20 મેચોની ઓફલાઈન ટિકિટો ખરીદી શકાશે. અત્યાર હાલ ટિકિટોનું ઓનલાઇન વેચાણ પણ થઇ રહ્યું છે. ઓફલાઈન ક્વોટા મુજબ દર્શકો રૂ.500ની ટિકિટો મેળવી શકશે. ટી-20 મેચોની ટિકિટના રૂપિયા 500થી રૂપિયા 10 હજાર સુધીના દર રાખવામાં આવ્યાં છે. 12 માર્ચથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટી-20 મેચો અમદાવાદમાં રમાશે.
IPL 2021 ક્યારથી શરૂ થશે?

image source

એએનઆઈ અનુસાર, આઇપીએલ 2021ની શરૂઆત 9 એપ્રિલથી શરૂ થશે. પ્રથમ મેચ ચેન્નાઈમાં અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઇંગ્લેન્ડે તાજેતરમાં સમાન મેદાન પર ચાર મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચ રમી હતી. આ સિવાય બંને દેશો વચ્ચે પાંચ મેચોની ટી -20 શ્રેણી પણ આ મેદાન પર રમાશે.

બીસીસીઆઈ તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી

બીસીસીઆઈ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું કે આઈપીએલ ક્યા શહેરો પર રમવામાં આવશે. ગયા વર્ષે ભારતની જગ્યાએ યુએઈમાં રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન દર્શકોને લાઇવ મેચ જોવાની મંજૂરી આપવામાં આવી નહોંતી. પરંતુ આ વખતે આશા રાખવામાં આવી રહી છે કે ચાહકો તેમની પસંદની ટીમનો ઉત્સાહ વધારતા સ્ટેડિયમમાં નજરે પડશે.

30 મેનાં રોજ સમાપ્ત થશે

image source

ભારતીય ટીમનાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આઈપીએલનો નેક્સ્ટ ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યો છે. બીસીસીઆઈનાં એક સુત્ર પ્રમાણે આઈપીએલ 2021ની સિરીઝ 9 એપ્રિલથી શરુ થશે અને 30 મેનાં રોજ સમાપ્ત થશે.

અમદાવાદમાં યોજાશે આઈપીએલ

image source

આગામી સપ્તાહે સંચાલન સમિતીની બેઠકમાં તારીખ અને સ્થળોની ઔપચારિક મંજૂર મળી જશે. કોવિડ-19 મહામારીનાં પ્રભાવને ઓછો કરવા માટે બીસીસીઆઈએ હાલની પરિસ્થિતિમાં આઈપીએલની મેચો પાંચ શહેરો ચેન્નાઈ, કોલકાતા, બેંગાલુરુ, દિલ્હી અને અમદાવાદમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે નિર્ણય

image source

મુંબઈ શહેરની મેચો માટે મંજૂરી લેવામાં આવશે કેમકે મહારાષ્ટ્રમાં છેલ્લા અમુક દિવસોથી કોવિડ-19નાં કેસમાં વધારો જોવા મળ્યો છે. ચેન્નાઈ અને કોલેકાતામાં મેચોનું વિતરણ આગામી સપ્તાહોમાં થનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

સ્થળ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે વિવાદ

image source

છેલ્લા કેટલાક અઠવાડિયાથી સ્થળ મુદ્દે વિવાદ વધ્યો છે. જ્યારેથી એવા અહેવાલો આવ્યા છે કે આ વખતે બીસીસીઆઈ અમદાવાદ, કોલકાતા, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ અને મુંબઇના નામો પર વિચારણા કરી રહ્યું છે, ત્યારથી વિવાદમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સએ પણ તેના પર નારાજગી દર્શાવી હતી. બીસીસીઆઈ હજી સુધી સ્થળ પરના વધતા જતા વિવાદ પર મૌન રહ્યું છે.