ઈન્સ્ટા પર માત્ર એક પોસ્ટના આટલા કરોડ વસૂલે છે આ સેલિબ્રિટીઝ, આંકડો જાણીને ફાટી જશે તમારી આંખો

મિત્રો, સોશિયલ મીડિયા પર હાલ પ્રવર્તમાન સમયમા સામાન્ય માણસથી માંડીને દિગ્ગજ કલાકારો સુધી તમામ લોકો ખુબ જ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલન બાદ એકદમ ખળભળાટ મચી ગયેલો જોવા મળ્યો હતો. હાલના આધુનિક સમયમા દરેક વ્યક્તિ પોતાની વાતને રજૂ કરવા સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે ત્યારે બોલીવુડ કલાકારો પણ પોતાના ચાહકો સાથે જોડાઈ રહેવા માટે અને વાત કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

image source

વાત ફક્ત અહી સુધી જ સીમિત નથી પરંતુ, તે સોશિયલ મીડિયા દ્વારા ઘણી બ્રાન્ડ્સને પણ પ્રમોટ કરતા હોય છે અને તે આ પોસ્ટના આધારે કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે. આજે સુત્રો તરફથી મળતા અહેવાલ મુજબ અમે તમને અહી જણાવીશું કે, ઇન્સ્ટાગ્રામ પર સ્પોન્સર પોસ્ટ દ્વારા કઇ સેલિબ્રિટી કેટલા કરોડની કમાણી કરે છે?

પ્રિયંકા ચોપરા :

image source

બોલીવુડ ફિલ્મજગતથી માંડીને હોલીવુડ ફિલ્મજગતમા પણ ધૂમ મચાવનારી આ અભિનેત્રી બ્રાન્ડ પ્રમોશન માટે એક પોસ્ટના ફક્ત ૧.૮૦ કરોડ રૂપિયા સુધીનો ચાર્જ પણ વસુલ કરે છે. ફક્ત એટલુ જ નહી પરંતુ, ફોર્બ્સે આ અભિનેત્રીને સૌથી વધારે શ્રીમંત ઇન્સ્ટાગ્રામર પણ ગણાવી છે. તમને જણાવી દઇએ કે, ઇન્સ્ટાગ્રામની રિચ લિસ્ટમા ફક્ત બે જ ઇન્ડિયન સેલિબ્રિટીઝ શામેલ છે જેમાંની એક પ્રિયંકા છે.

વિરાટ કોહલી :

image source

સોશિયલ મીડિયાના આધારે મોટી રકમ લેનાર બીજો વ્યક્તિ ભારતીય ટીમનો કપ્તાન વિરાટ છે. તેના સોશિયલ મીડિયા પર ચાહકવર્ગ ખુબ જ મોટો છે. ઇન્સ્ટાગ્રામ પર વિરાટના ૯૪.૬ મિલિયન ચાહકો છે અને આ જ કારણોસર વિરાટને સ્પોન્સર્સ પોસ્ટ કરાવવા માટે ૧.૩૫ કરોડ ફી આપવામાં આવે છે.

આલિયા ભટ્ટ :

image source

આ અભિનેત્રી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સારા એવા ચાહકો છે. આ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર ૪૨ મિલિયન જેટલા ચાહકો છે અને તે પોતાની એક પોસ્ટ માટે એક કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલે છે. તમને જણાવી દઇએ કે, આ અભિનેત્રી બોલીવુડ ફિલ્મજગતની સૌથી વધારે ફી લેનારી અભિનેત્રીઓમાની એક છે.

શાહરૂખ ખાન :

image source

બોલીવૂડ ફિલ્મજગતના સૌથી વધારે ફી લેનાર કલાકારોમા એક નામ બોલીવુડના બાદશાહ કિંગ ખાનનુ પણ આવે છે. ઇન્સ્ટાગ્રામ પર ૨૪.૧ મિલિયન જેટલા ચાહકો છે. આ અભિનેતા સોશીયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા બદલ ૮૦ લાખથી ૧ કરોડ સુધીનો ચાર્જ લે છે.

અમિતાભ બચ્ચન :

image source

સોશિયલ મીડિયા પર સૌથી વધારે પડતા એક્ટિવ રહેનાર બોલીવુડ કલાકાર અને શહેનશાહ અમિતાભ બચ્ચનના ઇન્સ્ટાગ્રામ પર ૨૪.૮ મિલિયન જેટલા ચાહકો છે. અમુક અહેવાલો મુજબ આ કલાકાર પોતાની એક પોસ્ટના બદલે ૪૦ થી ૫૦ લાખ રૂપિયા ચાર્જ વસૂલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ