આ રાજ્યમાં રોકેટગતિએ વધી રહ્યા છે એઈડ્સના કેસ, આંકડો જાણીને આંખો ફાટી જશે તમારી પણ

દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદેશ્ય એચ.આય.વી વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ નિમિત્તે ભારતના અનેક રાજ્યોમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં ઝારખંડની રાજધાની રાંચીમાં પણ કાર્યક્રમો યોજવામાં આવી હતા. તો બીજી તરફ ઝારખંડ સરકાર લગ્ન પહેલાં એચ.આય.વી ફરજિયાત પરીક્ષણના નિયમને લાગુ કરવા પર વિચારણા કરી રહી છે.

image source

રાંચીમાં આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, એઈડ્સ જેવા રોગોના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવનારી પેઢી અને તેમના સંતાનોએ પોતાને એચ.આય.વી સંક્રમણથી બચાવવા લોકોને જાગૃત કરવા પડશે.

લોકો જાતે જાગૃત હોવા જોઈએ

image source

ઝારખંડના આરોગ્ય પ્રધાને કહ્યું કે સરકાર લગ્ન પહેલા છોકરા-છોકરીના એચ.આય.વી. પરીક્ષણ કરાવવા માટે જરૂરી જોગવાઈઓ કરવા અંગે વિચારણા કરી રહી છે, પરંતુ કોઈ પણ કાયદાનો અમલમાં લાવતા પહેલા સૌથી મહત્વની બાબત છે કે લોકો જાતે જાગૃત હોવા જોઈએ. આ અગાઉ આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તાએ એક ટ્વીટમાં કહ્યું હતું કે દર વર્ષે 1 ડિસેમ્બરે એડ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ લોકોમાં એઈડ્સ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ વર્ષની તેની થીમ એઈડ્સ રોગચાળાને સમાપ્ત કરવાની છે. તેમણે દરેકને સાથે મળીને આ રોગને સમાપ્ત કરવા સહયોગ આપવાની અપીલ કરી છે.

ઝારખંડમાં એઈડ્સની સ્થિતિ

image source

ઝારખંડમાં એઈડ્સના દર્દીઓની સંખ્યા 25,757 છે. તેમાંથી 20,919 દર્દીઓનો એઆરટી સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. બાકી વધેલા દર્દીઓ અન્ય રાજ્યોમાં ચાલ્યા ગયા છે અથવા તેઓ તેમની સારવાર કરાવી રહ્યા નથી.

કોરોનાના સમયમાં એચ.આય.વી ટેસ્ટ શૂન્ય

ઝારખંડ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અહેવાલ મુજબ, એચ.આય.વી પરીક્ષણો કોરોનાના સમયગાળામાં શૂન્ય રહ્યા છે. અત્યારે મોટાભાગની સરકારી હોસ્પિટલો કોરોના રોગચાળાથી પીડિત લોકોની સારવાર કરી રહી છે, તેમ જ ખાનગી હોસ્પિટલમાં એચ.આય.વી પરીક્ષણ કરવામાં આવતું નથી. અહેવાલમાં નોંધાયેલા એચ.આય.વી દર્દીઓની સંખ્યા 2002 થી નોંધાઈ છે. 25,757 દર્દીઓની સંખ્યા નોંધવામાં આવી છે, આ આંકડો પણ કોરોના સમયગાળા પહેલા નોંધવામાં આવ્યો છે.

ક્યાં જિલ્લામાં સૌથી વધુ એચ.આય.વી દર્દીઓ

image source

ઝારખંડના છ જિલ્લાઓમાં સૌથી વધુ એચ.આય.વી દર્દીઓ છે. આમાં રાંચી, હઝારીબાગ, ધનબાદ, પૂર્વ સિંહભૂમ, ગિરિડીહ અને કોડરમા જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાંચીમાં 5,286, હજારીબાગમાં 5,485, જમશેદપુરમાં 3,961, ધનબાદમાં 1,902, ગિરિડીહમાં 1,726 અને કોડરમામાં 1,220 દર્દીઓ છે.

એઈડ્સના દર્દીઓને પેન્શન આપવામાં આવે છે

image source

રાજ્ય સુરક્ષા પેન્શન અંતર્ગત રાજ્યના એઈડ્સના દર્દીઓને દર મહિને એક હજાર રૂપિયા પરિવહન માટે આપવામાં આવે છે. હાલમાં 3,500 દર્દીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. રાજ્યમાં 24 સદર હોસ્પિટલો અને ત્રણ મેડિકલ કોલેજો છે અને અહીં મફતમાં એચ.આય.વી. નો ટેસ્ટ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ