હિમાચલ પ્રદેશમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો કંઇ નુકસાન થયુ કે નહિં

હિમાચલ પ્રદેશ રાજ્યમાં ભૂકંપના આંચકાનો થયો અનુભવ, રીક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૨ નોંધવામાં આવી.
હિમાચલ પ્રદેશ રાજ્યમાં ભૂકંપ આવવાથી ધરા ધ્રુજી હતી, જેને રિક્ટર સ્કેલ પર માપતા તેની તીવ્રતા ૩.૨ નોંધવામાં આવી હતી, આ ભૂકંપનું એપીસેન્ટર બિલાસપુર નજીક બતાવવામાં આવી રહ્યું છે.

  • -હિમાચલ પ્રદેશ રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આચંકા.
  • -બિલાસપુરની પાસે એપીસેન્ટર આવ્યું હોવાની શક્યતા.
  • -જો કે, જાનમાલને કોઈ નુકસાન થયાની જાણકારી મળી નથી.
image source

હજી થોડાક દિવસ પહેલા જ ઉત્તર ભારતમાં આવેલ કેટલાક રાજ્યોમાં ધરતીકંપના લીધે ધરા ધ્રુજી હતી અને આજ રોજ હિમાચલ પ્રદેશ રાજ્યમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો, આ ભૂકંપનું એપીસેન્ટર બિલાસપુરની પાસે જણાવાઈ રહ્યું છે, ભૂકંપ આવ્યો હોવા છતાં સારી બાબત એ રહી કે, આ ભૂકંપના આંચકાના લીધે કોઈપણ પ્રકારના જાનમાલને નુકસાન થયાની કોઈ માહિતી અત્યાર સુધી સામે આવી નથી.

આની પહેલા પંજાબ રાજ્યમાં એપીસેન્ટર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

image soucre

ભૂકંપના કારણે ઘણી બધી જગ્યાઓ પર નુકસાન થયાના સમાચાર સામે આવ્યા હતા, આની પહેલા ભૂકંપના આંચકાને લઈને એવી જાણકારી સામે આવી હતી કે, તેનું એપીસેન્ટર પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં આવ્યું છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આ માહિતીને નકારી દેવામાં આવી હતી.

image source

આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલ ચંબા, ડેલહાઉસી સહિત અન્ય ક્ષેત્રોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું હતું, ઉનામાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી, પણ જાનમાલનું કોઈ નુકસાન થયા હોવાની જાણકારી સામે આવી નથી.

image source

તા. ૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ હિમાચલ પ્રદેશ રાજ્યના ચંબામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, નેશનલ સેન્ટર ફોર સિસમોલોજીના મતાનુસાર બપોરના ૧:૦૯ વાગ્યા સમયની આસપાસ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા માપતા ૩.૨ની તીવ્રતા જાણવા મળી હતી.

કેવા પ્રકારના ભૂકંપના આંચકા હોય છે વધારે ખતરનાક?

image soucre

કેટલીક સામાન્ય માહિતી મુજબ 0 થી લઈને ૪.૯ રિક્ટર સ્કેલ સુધીના ભૂકંપના આંચકામાં બારી- બારણામાં ધ્રુજારી થઈ શકે છે ઉપરાંત વધુમાં બારી- બારણા તૂટી પણ શકે છે. પરંતુ વધારે કોઈ નુકસાન થવાની સંભાવના ઘટી જાય છે. પરંતુ જેમ જેમ ભૂકંપની તીવ્રતા વધતી જાય છે તેમ તેમ નુકસાન થવાની સંભાવના પણ વધતી જાય છે, ૫ થી ૮.૯ સુધીની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા મકાનને પાયાથી લઈને મોટી મોટી બિલ્ડીંગ્સ સહિત જમીનની અંદરના પાઈપ અને પુલ જેવા મોટાપાયાના બાંધકામને ઘણું નુકસાન પહોચાડી શકે તેવી સંભાવના વધારે રહે છે. જો ભૂકંપની તીવ્રતા તેના કરતા વધીને ૯ રિક્ટર સ્કેલ કે પછી તેના કરતા વધારે થઈ જાય છે તો જો કોઈ મેદાનમાં ઉભા રહ્યા છે તે વ્યક્તિને જમીન લહેરાતી જોવા મળી શકે છે. પરંતુ જો આપ દરિયાની નજીકમાં છો તો સુનામી આવી શકે તેવી સમભાવના વધી જાય છે. મહત્વનું એ છે કે, પ્રત્યેક સ્કેલ તેની પહેલા સ્કેલ કરતા ૧૦ ગણું વધારે શક્તિશાળી હોય છે.