ગુજરાતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુંને લઈ આજે CM રૂપાણી કરશે નિર્ણય, ગાઈડલાઈનમાં થઈ શકે ફેરફાર

છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં લોકોને હેરાન પરેશાન કરી મુખ્ય છે. દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ સ્થિતિને કાબુમાં લેવા માટે ગુજરાતમાં હાલ કોરોના મહામારીના કારણે રાત્રી કર્ફ્યૂ અને દિવસના નિયંત્રણ ચાલી રહ્યા છે. જેની અવધિ આજે પુરી થનાર છે.

image source

એવામાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ અને દિવસના નિયંત્રણની અવધિ લંબાવાઈ શકે છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા હવે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી શકે છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે.

આજે ગુજરાતના 36 શહેરમાં રાત્રી કરફ્યુ અને દિવસના નિયંત્રણની મર્યાદા પૂર્ણ થાય છે. પરંતુ હવે રાજ્ય સરકાર કેન્દ્રની ગાઈડલાઈનના આધારે નિર્ણય કરશે કે આ નિયંત્રણો ચાલું રાખવા કે પછી તેમાં કેટલીક છૂટછાટ આપવી.

image source

ગુજરાતમાં આજે 36 શહેરોમાં ચાલી રહેલા પ્રતિબંધો અંગે એક મહત્વની બેઠક યોજાશે. રાજ્યમાં લાગેલા પ્રતિબંધો અને રાત્રી કર્ફ્યૂ અંગે 20 મે એટલે કે આજે નિર્ણય લેવાશે.

તમને જણાવી દઈએ કે અગાઉ વાવાઝોડાને કારણે 3 દિવસ કર્ફ્યુનો સમય લંબાવ્યો હતો. 19, 20 અને 21 મે સુધી રાત્રી કરફ્યુ અને દિવસના પ્રતિબંધો લંબાવાયા હતા. આજે મહત્વપૂર્ણ બેઠક બાદ રાજ્ય સરકાર કર્ફ્યૂ મુદ્દે નવો નિર્ણય જાહેર કરશે. બેઠકમાં રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

image source

હાલ રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5246 કેસ જ નવા નોંધાયા છે. જેને લઈ કર્ફ્યૂમાં રાહત મળવાની શક્યતા છે. અગાઉ વેપારી એસોશિયેશન પણ ધંધા રોજગારને અસર પહોંચી હોવાથી પ્રતિબંધોમાં રાહત આપવાની માગણી કરી ચૂક્યા છે.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ છે. 18મી મે 2021થી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના આ રાત્રી કર્ફ્યુનો અમલ તા.21મી મે 2021ની સવારે 6 વાગ્યા સુધી આ શહેરોમાં કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આજે અવધિ પુરી થતાં લોકો સીએમના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

image source

હાલ ગુજરાતમાં 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો લાગુ છે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલું છે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રાખવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!