આ છે ગુજરાતની બહાદુર નારી: માત્ર 16 વર્ષની ઉંમરે જોડાઇ ગઇ રેસ્ક્યૂમાં, જે જીવના જોખમે પકડે છે કોબ્રા જેવા ઝેરીલા સાપ, અત્યાર સુધીમાં પકડ્યા અધધધ…નાગ-સાપ

નેચર, પ્રકૃતિ, પર્યાવરણ આ શબ્દો તો આપણે ઘણીવાર સાંભળ્યા છે. આપણે ઘણીવાર એવું પણ સાંભળ્યું છે કે મનુષ્ય જંગલ છોડી ગામડાં કે શહેરમાં આવ્યો અને હવે પાછો જંગલમાં જઈ ત્યાંની વાઈફાઈ લાઈફને ડિસ્ટર્બ કરી રહ્યો છે અને કદાચ એટલે જ હવે જંગલી પશુઓ માનવ વસવાટમાં આંટા મારતા જોવા મળે છે. આજે આપણે વાત કરવી છે એવી એક રાજકોટની નેચરપ્રેમી હીના ચાવડાની. હીનાએ માત્ર 16 વર્ષની ઉંમરથી જ સાપને રેસ્ક્યૂ કરવાનું કાર્ય શરુ કરી દીધું હતું. હીનાએ અત્યાર સુધીમાં 50 જેટલા સાપ પકડી પાડ્યા છે. જેમાં જીવના જોખમે ઝેરીલા કોબ્રા અને સ્નાઇપર સાપને પણ ચપટી વગાડી પકડી પાડ્યા છે.

હીના બી.એ.માં અભ્યાસ કરે છે

image source

કોબ્રા, રોલ, સ્નાઇપર જેવા ઝેરીલા સાપોના નામ સાંભળતા જ જ્યારે લોકો ડરી જાય છે. ત્યારે હીના ચાવડાની આવા ખતરનાક સાપો સાથે રમતા રમતા તેને રેસ્ક્યુ કરે છે. રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે રહેતી હીના ચાવડા આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બી.એ.નો અભ્યાસ કરે છે. અને સાથોસાથ સાપને રેસ્ક્યૂ કરવાની ઉમદા કામગીરી પણ કરી છે.

સાપ મનુષ્યોની વચ્ચે આવે ત્યારે તે પણ ગભરાય છે

image soucre

હીનાના જણાવ્યા પ્રમાણે સાપ કે અન્ય વન્યજીવ એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને જો તેને પ્રકૃતિ પ્રમાણે જ કામ કરવા દેવામાં આવે તો તે કોઈ નુકસાન પહોંચાડતા નથી. જેમ દરેક જીવને પોતાનો જીવ વહાલો હોય તેમ સાપને પણ પોતાનો જીવ વહાલો હોય છે. એટલે જ્યારે તે મનુષ્યોની વચ્ચે આવે ત્યારે તે પણ ગભરાય જાય છે. તેનાથી ડરવાની જરૂર નથી તે પણ તેના ખોરાકની શોધમાં આવે છે.

સાપની આહાર શૃંખલામાં દૂધનો સમાવેશ થતો જ નથી

નેચર સાથેનો તાલમેલ તો હીનાને નાનપણથી જ હતો. તેમના દાદા હરસુખભાઈ ચાવડા ફોરેસ્ટ ઓફિસર હતા. એટલે પર્યાવરણ બચાવવા જંગલના પ્રાણીઓને બચાવવા તે જ તેમનું સ્વપ્ન છે. વધુમાં હીનાએ જણાવ્યું હતું કે, હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે સ્કૂલ દ્વારા એક પિકનિકનું આયોજન કરાયું હતું અને ત્યાં હું પહેલીવાર સાપને સ્પર્શી હતી. બસ ત્યારથી જ મને મનમાં એમ થતું હતું કે, મારે વન્યપ્રાણીઓ માટે તેમને બચાવવા માટે કંઈક કરવું છે. ત્યારબાદ હું જે NGO સાથે જોડાયેલી છું તે નેચર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા સ્ટુડન્ટ માટે ઝુઓલોજીકલ કેમ્પ યોજાયો હતો અને ત્યારથી મેં સાપનું રેસ્ક્યૂની તાલીમ લેવાનું શરુ કર્યું હતું.

પહેલું રેસ્ક્યૂ અજગરનું કર્યું હતું

હીનાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની આસપાસ ખેતરોમાં જ્યારે સાપ નીકળે ત્યારે અથવા તો તેનાથી ડરીને લોકો દૂર ભાગે છે અથવા તો તેને મારી નાખે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી લોકોમાં સમજણ આવી ગઈ છે અને તેઓ હવે આ પ્રકારની રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરે છે. મેં 2016માં પહેલીવાર અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. મને મારા સરનો કોલ આવ્યો હતો કે નજીકના એક કૂવામાં ચારથી સાડાચાર ફૂટનો અજગર છે ત્યારે પહેલીવાર મેં અજગરનું રેસ્ક્યૂ કર્યું અને તેને બચાવ્યો. ત્યારબાદ તો લગભગ દર વર્ષે ચોમાસાની સીઝનમાં રેસ્ક્યૂ માટેના ઘણા બધા કોલ આવે છે અને હું મારા પપ્પા અને કાકા સાથે જઈ સાપનું રેસ્ક્યૂ કરું છું.

સાપનો ખોરાક ઉંદર, ગરોળી, દેડક

મહત્વનું છે કે ગુજરાતમાં સાપની જે પ્રજાતિઓ છે તેમાં માત્ર ચાર સાપ જ ઝેરીલા છે. જેમાં કોબ્રા, કાળોતરો, ખડચીતરો અને પુષોનો સમાવેશ થાય છે. જ્યારે ધામણ, રૂપસુંદરી, મંકોડી આ સાપ ઝેરીલા હોતા નથી. વધુમાં હીના કહે છે કે, સાપનો ખોરાક ઉંદર, ગરોળી, દેડકા છે અને જો ખેતરમાં ઉંદર વધારે હોય તો તે પાકને નુકસાન કરે છે. માટે આ તો સાપની પ્રજાતિની શૃંખલામાં સામેલ છે. ખેતરોમાં મોટેભાગે અનાજ સ્ટોર કરેલું હોય એટલે દર હોય જ અને જ્યાં ઉંદર હોય ત્યાં સાપ તેનો આહાર શોધતો આવે જ છે.

શિયાળામાં સાપ સમાધિઅવસ્થામાં જમીનમાં રહે છે

image soucre

આ ઉપરાંત શિયાળાના ચાર મહિના દરમિયાન સાપ સમાધિ અવસ્થામાં જમીનમાં જતા રહે છે. એટલે મોટેભાગે સાપનું રેસ્ક્યૂ કરવાનું ચોમાસા દરમિયાન વધુ થાય છે. નાની ઉંમરે ખૂબ જ મોટુ કામ કરતી હીનાએ અત્યાર સુધીમાં ઘણા બધા સાપને રેસ્ક્યૂ કર્યા છે. તેઓ માને છે કે, જો પર્યાવરણ સાથે રહીને કામ કરવામાં આવે તો કોઈ કામ અશક્ય નથી અને વન્યજીવથી ડરવાની જરૂર નથી તેઓ તો આપણા મિત્ર છે.