હાઇકોર્ટનું ગુજરાતમાં લોકડાઉનને લઇ મોટું નિવેદન, કહ્યું.

આજે ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલા મતદાનની ગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. આ સાથે જ રાજ્યમાં ફેબ્રુઆરી માસના અંત સુધીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી પ્રક્રિયા પણ ચાલનાર છે. ત્યારે હવે કોરોનાએ પણ રાજ્યમાં માથું ઉચક્યું છે. ચૂંટણી પ્રચાર અને તૈયારીઓ દરમિયાન જે રીતે લોકો બિંદાસ્ત ફર્યા અને કોરોના જાણે હોય જ નહીં તેમ વર્તન કરતાં જણાયા તેની અસર હવે કોરોનાના વધતા કેસમાં જોવા મળી રહી હોય તેમ જણાય છે.

image source

ચૂંટણી સમયે રાજ્યમાં જે ગંભીરતાનો અભાવ જોવા મળ્યો તેની નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે અને સરકારને પણ આ અંગે ચેતવણી આપી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અને સાથે જ સામાન્ય જનતાને ચેતવણી આપી હતી કે, જો લોકો આમ જ બેદરકાર રહ્યા તો લોકડાઉનનો સમય ફરીથી આવી શકે છે.

image soucre

હાઈકોર્ટે ટકોર કરી હતી કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં લોકો કોરોના ન હોય તેમ ફરી રહ્યા છે. આ પ્રકારનું વર્તન કોરોનાને ખુલ્લું આમંત્રણ છે. જો લોકો આમ જ બેદરકાર રહ્યા તો ગત માર્ચ મહિનાથી કડક લોકડાઉનનો સમય શરુ થયો હતો તે ફરીથી આવી શકે છે.

image source

હાઈકોર્ટે સાથે જ જણાવ્યું હતું કે લોકડાઉનની સ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે લોકોએ સમજદારીથી પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે સરકાર અને જનતાને અપીલ છે કે કોરોનાને લઈને બેદરકારી ન દાખવો અને સાવચેત રહો. કેસ ઘટવા પર લોકો એમ માનતા હોય કે કોરોના ગયો તો કોરોના હજુ ગયો નથી, આમ જ બેદરકારી દાખવવામાં આવી તો કોરોના હવે કેવો કહેર મચાવશે તે કહેવું મુશ્કેલ છે.

image source

હાઈકોર્ટે આ તકે એ વાત પણ નોંધી હતી કે અમેરિકામાં હાલ દરરોજ નવા 2 લાખથી અઢી લાખ સુધીના કેસ નોંધાઈ રહ્યા છે. તેની સરખામણીએ ભારતમાં દરરોજ 20,000 કેસ નોંધાય છે. તેવામાં જો આપણે બેદરકાર રહીશું તો કોરોનાની બીજી લહેર આવવાની સંભાવના છે. ભારતમાં કેસ ઘટી રહ્યાં છે છતાં બહુ જ સાવચેતી દાખવવી પડશે. જો લોકો સાવચેત નહીં રહે તો લોકડાઉનનો તબક્કો પણ કોરોનાના નવા કેસ સાથે આવી શકે છે. હાઈકોર્ટે આ ચેતવણી બોન્ડેડ ડોક્ટર સંદર્ભે થયેલી અરજી પરની સુનાવણી દરમિયાન વ્યક્ત કરી હતી.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોની રેલી, બેઠકમાં લોકો મોટી સંખ્યામાં જોવા મળતા હતા. સામાજિક અંતરના નિયમનું અનેક જગ્યાએ પાલન થયું ન હતું. આ કારણે જ હવે રાજ્યમાં પણ કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ