ભૂલથી પણ લિવરમાં ના જમા થવા દેશો ચરબી, જાણી લો આમાંથી બચવાના ઉપાયો તમે પણ

લિવરને શરીરનુ એન્જિન કહેવાય છે. તે ભોજનના પોષકતત્વોને પચાવવા માટે તોડે છે. તેના લીધે ડાયાબિટીસ, હાઇ બીપી, હાર્ટ સ્ટ્રોક સહિતની ઘણી સમસ્યાઓ થાય છે. જ્યારે લિવરમાં પાંચ ટકાથી વધુ ફેટ જમા થાય છે તો તેના કારણે નુકશાન થવા લાગે છે. થોડા સમય બાદ તેના લક્ષણ દેખાવાના શરુ થાય છે. લિવર ફેલ્યોર માટે માત્ર આલ્કોહોલનું સેવન જ જવાબદાર નથી. પરંતુ લિવરમાં જમા થતી ચરબી પણ તેના માટે જવાબદાર છે. આલ્કોહોલનું સેવન ન કરતા લોકોમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે લિવર ફેલ્યોરના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમાંથી બચવા માટે આહારમાં ફળો, શાકભાજી, વિવિધ અનાજનો સમાવેશ કરવો જોઈએ. ચાલો જાણીએ લિવર ફેલ્યોરથી બચવા શું કરવું જોઈએ.
કેવી રીતે ઓળખશો

image soucre

ભુખ ન લાગવી, થાક, શરીર પીળું પડી જવું, નાનકડી ઇજામાં બ્લિડિંગ થવુ આ સમસ્યાઓ તેના લક્ષણ છે. જો યોગ્ય સમયે તેની ઓળખ ન થાય તો લિવરમાં જમા ફેટ નોન આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસમાં પરિવર્તિત થઇ જાય છે. દારુ પીનારા લોકોમાં લિવરની બિમારી વધુ જોવા મળે છે.

કેવુ હોય છે સામાન્ય અને ફેટી લિવર

image source

સામાન્ય લિવર જમવાનુ પચાવવા માટે જ્યુસનો સ્ત્રાવ કરે છે. શરીરને સંક્રમણથી બચાવે છે. ફેટી લિવર 20થી 40 વર્ષના લોકોમાં વધુ જોવા મળે છે. તેનુ મુખ્ય કારણ મેદસ્વીતા અને ખોટી ખાણીપીણી છે.

આ ચીજો અવોઇડ કરો

image source

લિવરને નુકશાન પહોંચાડનારી વસ્તુઓ છે ખાંડ, રેડ મીટ, તળેલી વસ્તુઓ, વધુ મીઠું, બ્રેડ, ફાસ્ટ અને જંકફુડ. દારુ ન પીવો. મેદસ્વી લોકોને લિવરનો ખતરો ત્રણ ગણો વધુ હોય છે. જાડાં લોકોએ આહારમાં કેલરીનું પ્રમાણ ઓછું કરવું. કસરત કરવી. જે લોકોમાં મેટાબોલિક ડિસઓર્ડર જેવી ડાયાબિટીસની ફેમિલી હિસ્ટ્રી હોય તેઓને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ થવાનું જોખમ વધુ રહે છે. આ લોકોમાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ થવાની શક્યતા વધી જાય છે. માટે આ લોકોએ રેગુલર ચેકઅપ કરાવવું. જેમાં બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી,ફાઈબ્રો સ્કેનનો સમાવેશ થાય છે. આ ટેસ્ટથી રોગનું નિદાન વહેલીતકે થઈ શકશે.
આ વાતનું ધ્યાન રાખો

image source

કેટલીક વખત 80 ટકા લિવર ડેમેજ થયા બાદ ચિહ્નો ધ્યાનમાં આવે છે અને જો તેમ થાય તો પછી લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એક વિકલ્પ બચે છે. નિયમિત આલ્કોહોલના સેવનથી લિવર ડેમેજ થાય છે. જે ક્રોનિક લિવર ફેલ્યોરમાં ફેરવાઈ જાય છે. આલ્કોહોલિક ફેટી લિવરમાં શરૂઆતના તબક્કે કોઈ પ્રકારનાં લક્ષણો જોવા મળતાં નથી. આલ્કોહોલિક હેપેટાઈટિટ્સ બીજું સ્ટેજ છે, જેમાં લિવરમાં ઈન્ફ્લેમેશન અને સોજો રહે છે. આ રોગ મોટેભાગે કાયમી પીનારાઓમાં જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ