એક સમયે 5 હજાર રૂપિયા કાઢવા હોય તો પણ ફાંફાં પડતા, આજે દર મહિને 3 લાખની રોકડી કરે છે, પણ કઈ રીતે?

યુપીના ભદોહી જિલ્લામાં રહેતા રામચંદ્ર દુબે ગરીબીમાં મોટા થયા હતા. પિતા મુંબઇમાં એક મિલમાં કામ કરતા હતા. તેમના કુટુંબમાં બીજુ કોઈ કમાનાર પણ હતુ નહી અને બીજી તરફ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમણે 12મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો અને તે પણ મુંબઇ ચાલ્યા ગયા હતા. તેણે પિતા સાથે મિલમાં કામ કરવાનુ શરૂ કર્યું અને પછી તેણે ઘણા વર્ષોથી ઓટો ચલાવાનુ કામ પણ કર્યુ, ખાનગી કંપનીઓમાં કામ કર્યું, મજૂરી પણ કરી. આ પછી વર્ષ 2017માં તે મુંબઇથી ગામ પરત ફર્યા અને અહીં મશરૂમની ખેતી શરૂ કરી.

આ સમયે ઉત્પાદન તો થયું પરંતુ વેચાણ થયું નહીં અને કઈ આવક થવાના બદલે તેને ખોટ સહન કરવી પડી. આ પછી પણ હાર માનીને તેઓ બેઠા નહી અને સતત પ્રયત્ન ચાલુ રાખ્યા. આજે તે એક સફળ ખેડૂત છે. દર મહિને 2થી 3 લાખનો ધંધો કરે છે. તેમણે એક ડઝનથી વધુ લોકોને રોજગાર પણ આપ્યો છે. 62 વર્ષિય રામચંદ્ર કહે છે કે 1980માં હું 12મા ધોરણનો અભ્યાસ બાદ મુંબઇ ગયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને તેથી મેં મીલમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાં મારા પિતા કામ કરતા હતા. પરંતુ મને અહીં લાંબા સમય સુધી રોકાવાનું મન થયું નહીં. બે વર્ષ પછી મેં ઓટો ચલાવવાનું શરૂ કર્યું.

તેમા પણ વધારે આવક મેળવવા માટે તે કલાકો સુધી ઓટો ચલાવતા હતા. અમુક સમયે તો રાત પણ ઓટોમાં જ ગાળવી પડતી હતી. આ રીતે એક પછી એક નોકરી અને નોકરી બદલાઈ રહી. આવી રીતે 5-6 વર્ષ સુધી તેણે ઓટો ચલાવવાનું કામ કર્યું. આ પછી તે મુંબઈની એક સહકારી મંડળીમાં જોડાયા. તેમણે અહીં કેટલાક વર્ષો સુધી કામ કર્યું. બાદમાં ઘણા લોકોએ ધાકધમકી શરૂ કરી અને આ નોકરી પણ રામચંદ્રએ છોડી દીધી હતી. તે પછી તેણે કેટલાક વર્ષો સુધી ખાનગી કંપનીઓમાં કામ કરવા લાગ્યા. આ દરમિયાન તેઓ એલઆઈસીમાં પણ જોડાયા હતા એટલે કે એકંદરે તેઓ તેમના આજીવિકાની વ્યવસ્થા પણ જેમ તેમ કરીને કરતા રહ્યા.

આ પછી તેના જીવનમા એક વળાંક આવ્યો જ્યારે 2001મા તે પોતાના ગામ આવ્યો હતો. એક દિવસ તેને અખબારમાં એક જાહેરાત જોવા મળી. જેમાં લખ્યું હતુ કે જમીનની ખેતી કર્યા વિના લાખો રૂપિયાની કમાણી કરો. પહેલા તો તેને આ વાત પરે વિશ્વાસ આવ્યો નહી પણ કારણ કે જમીનના માલિકો ખેતીમાંથી કમાણી કરી શકતા નથી તો જમીન વિનાના લોકો કેવી રીતે કમાણી કરશે. ત્યારબાદ તેણે તે જાહેરાત પર આપવામાં આવેલા નંબર પર ફોન કર્યો અને આ માટે તેને મુંબઈ બોલાવવામાં આવ્યો હતો.

તે સમય વિશે વાત કરતા રામચંદ્ર કહે છે કે ગામથી મુંબઈ પાછા ફર્યા પછી હું જાહેરાતના સરનામાં પર ગયો. ત્યાં ગયા પછી મને મશરૂમ વિશે માહિતી મળી. જો કે તે મારા માટે એક સંપૂર્ણપણે નવો શબ્દ હતો. પ્રથમ વખત મેં તેનું નામ સાંભળ્યું. મેં 100 રૂપિયાની નોંધણી ફી ભરીને તેના વિશે પૂછપરછ કરી પરંતુ વ્યવહારિક તાલીમ માટે મારી પાસે 5000 રૂપિયાની માંગ કરવામાં આવી. મારી પાસે એટલા પૈસા નહોતા. ઘણા પ્રયત્ન કર્યા પછી પણ હું 5 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી શક્યો નહીં અને મારે નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતુ. તે પછી હું મારા કામ પર પાછો ફર્યો પરંતુ મને મશરૂમની તાલીમ ન લેવાનો હમેશા અફસોસ રહેતો હતો.

રામચંદ્ર આ વિશે કહે છે કે આ વચ્ચે હું મુંબઈથી મારા ગામ આવતો રહેતો હતો કારણ કે ત્યા મારી થોડી ખેતી હતી. આ સિવાય મારી કેટલીક જમીન જૌનપુર જિલ્લામા પણ હતી. ત્યા થોડા વિવાદ ચાલી રહ્યા હતા જેથી તે માટે હું ઘણીવાર જૌનપુરની જતો હતો. 2017માં પણ હું જૌનપુર આવ્યો હતો ત્યારે ગામના લોકો સાથે ખેતી અંગે ચર્ચા થઈ હતી. મારા ખેતરો વાવ્યા વગરના પડ્યા હતા અને તમા ઉંચા ઘાસ ઉગેલા હતા. આ જોઈને મને દુ.ખ થયુ. આ પછી મેં આ ખેતરમાં વાવણી કરી નીંદણ સાફ કરાવ્યુ. જો કે આ જોઈને કેટલાક લોકો કહેતા હતા કે જો તેને ખેતી કરવી ન હોય તો પૈસા શા માટે ખર્ચ કરે છે અને તે સમયે હું પણ સમજી ન શક્યો કે હવે શું કરવું.

image soucre

ત્યારબાદ એક પરિચિતે મને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જવાની સલાહ આપી. જ્યારે હું પહેલીવાર ત્યાં ગયો ત્યારે હું અધિકારીઓને મળી શક્યો નહીં. આ પછી મારી બીજી મુલાકાતમા મને મશરૂમ તાલીમ વિશે ખબર પડી. 2001થી પૈસાના અભાવને કારણે મશરૂમની તાલીમ ન લઈ શકવા બદલ મને ઘણો અફસોસ પહેલાથી જ હતો અને તેથી જ્યારે મને અહીં મફત તાલીમ આપવાની ઓફર મળી ત્યારે મેં તરત જ તેનું નોંધણી કરાવી દીધી. ત્યા 5 દિવસની તાલીમ દરમિયાન મને મશરૂમની ખેતી વિશે ઘણું જાણવા મળ્યું અને મારો ઝુકાવ પણ આ દિશામાં વધ્યો. તેથી મેં હવે પાછા મુંબઈ ન જાવવાનું નક્કી કરી લીધુ હતુ.

અહી તાલીમ લીધા પછી પણ મુશ્કેલીઓ ઘણી હતી. આ સફર વિશે વાત કરતા રામચંદ્ર કહે છે કે તેણે તાલીમ તો લઈ લીધી પરંતુ સમસ્યા એ હતી કે બીજ ક્યાંથી લેવું અને કોઈ ખેડૂત પણ તેના માટે તૈયાર ન હતા. આ સમયે જે ખેડુતોને તે વિશે જાણ હતી તેમણે કહ્યું કે તેનું બજાર નથી એટલે જો તમે તેનું સારુ ઉત્પાદન કરી લેશો તો પણ તેને ક્યાં વેચશો? આ વાત જાણયા પછી તેને મુંબઈના પેલા ટ્રેનર વિશે યાદ આવ્યું. તેણે કહ્યું હતું કે તમે દેશના કોઈ પણ ખૂણામાં મશરૂમ ઉગાડો, હું તે ખરીદીશ. તેથી જ મેં અન્ય ખેડુતોને પણ કહ્યું કે તમે ખેતી કરો, માર્કેટિંગની જવાબદારી મારી ઉપર છોડી દો.

રામચંદ્રએ રૂ. 800ના ખર્ચે સ્થાનિક ખેડૂતની મદદથી 2017માં મશરૂમની ખેતી શરૂ કરી હતી. બે મહિના પછી ઉપજ પણ આવવાનું શરૂ થયું. ત્યારબાદ મોટાભાગના લોકો તેનાથી પરિચિત ન હતા અને તેથી તેઓએ તે દરેકને મફત વિતરિત કરવાનું શરૂ કર્યું. આવુ કરવા પાછળનુ કારણ એ હતુ કે લોકોમાં થોડી જાગૃતિ આ વિશે આવી શકે. આ પછી જ્યારે ઉપજમાં વધારો થયો ત્યારે તેણે સ્થાનિક બજારમાં આવેલી દુકાનોમાં મશરૂમ્સ રાખવાનું શરૂ કર્યું. આને કારણે ધીમે ધીમે તે વપરાશમાં આવવા લાગી.

image source

હવે તેમણે દરરોજ 20થી 22 કિલો મશરૂમનું માર્કેટિંગ કરવાનું શરૂ કરી દીધુ હતુ અને જેનાથી તેને સારી આવક પણ મળવા લાગી હતી. 2018ના અંત સુધીમાં તેનું ઉત્પાદન વધવાનું શરૂ થયું. તેની સાથે અન્ય ખેડૂતોએ પણ મશરૂમ્સ ઉગાડવામા જોડાયા હતા. હવે રામચંદ્ર સામે સમસ્યા એ હતી કે આટલી મોટી ઉપજ ક્યાં વહેચવી? કારણ કે અહીં એક નાની બજાર જ હતી અને જો સમયે મશરૂમ્સ વેચવામાં આવે નહી તો તે બગાડી જાય છે. ત્યારબાદ તે ફરીથી મુંબઈથી ટ્રેનરને યાદ કરીને મુંબઈ જવા રવાના થયા.

તેણે ટ્રેનરને કહ્યું કે અમે મશરૂમ્સ ઉગાડી રહ્યા છીએ. તમે ખરીદવાનું કહ્યું હતું તેથી હવે અમારી નીપજની ખરીદી કરો પણ તેણે ના પાડી દીધી હતી. આ પછી નિરાશ રામચંદ્ર ગામમાં આવ્યો. હવે તેને બેવડી તકલીફ થઈ. એક તરફ તેઓ માર્કેટિંગ કરવામાં અસમર્થ હતા અને બીજી તરફ બાકીના ખેડુતો આશા સાથે તેમની તરફ જોતા હતા. આ પછી રામચંદ્રે મશરૂમ્સનુ પ્રોસેસિંગ કરવાનુ શરૂ કર્યુ હતુ. તેમણે મશરૂમમાંથી પાવડર, અથાણું, પાપડ જેવા ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું. આનાથી તેમના ઉત્પાદનની કિમત પણ વધી અને મશરૂમ્સને બગડતા પણ બચાવી શકાય.

image soucre

હાલમાં રામચંદ્ર ભદોહી, જૌનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં પોતાના ઉત્પાદનો વેચે છે. તેઓ ઘણા શહેરોમાં લગાવીને માર્કેટિંગ પણ કરે છે. તેમણે એક ડઝનથી વધુ મહિલાઓને રોજગાર આપ્યો છે. જ્યારે ઘણા ખેડુતો તેમાં જોડાઇને સારી આવક મેળવી રહ્યા છે. ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મશરૂમની ખેતીથી સારો નફો મેળવી શકાય છે. જો તમારી પાસે પહેલેથી જ પાકા બાંધકામવાળુ મકાન છે તો વાંધો નહીં, નહીતર તમે કુટીર મોડેલને પણ અપનાવી શકો છો કારણ કે તેમા ખર્ચ પણ ઓછો થશે.

image soucre

આ પછી તેને ઉગાડવા માટેની તૈયારી અને મશરૂમના બીજનો ખર્ચ પણ આવશે. આ સિવાય તેની જાળવણીમાં પણ કેટલાક પૈસા ખર્ચ કરવા પડ્શે. એકંદરે મશરૂમની ખેતી 3થી 4 લાખ રૂપિયામાં નાના પાયે શરૂ કરી શકાય છે. એક વર્ષમાં ત્રણ વખત આ ખેતીમા ઉપજ મેળવી શકાય છે એટલે કે 8થી 10 લાખ રૂપિયાની આવક સરળતાથી કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong