ફરી વાયરલ થયો ડબ્બુ અંકલના ડાન્સનો વિડીયો, મુડ સારો કરવો હોય તો ખાસ જોજો આ વિડીયો, હસી પડશો ખડખડાટ

મધ્ય પ્રદેશ રાજ્યના વિદિશાના નિવાસી પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ એટલે કે, ડબ્બુ અંકલ (Dabbu Uncle) એક વાર ફરીથી ચર્ચાનો વિષય બની ગયા છે. જી હા, વર્ષ ૨૦૧૮ માં એક લગ્ન પ્રસંગ દરમિયાન પોતાના ડાંસથી પ્રસિદ્ધ થયેલ ડબ્બુ અંકલ, રાતોરાત ઈન્ટરનેટ સેંસેશન બની ગયા હતા, ડબ્બુ અંકલના એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખુબ જ જોવામાં આવ્યો હતો. તે વીડિયોના લીધે પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવને ડબ્બુ અંકલની એક નવી ઓળખ અપાવી દીધી છે. હવે આ જ ડબ્બુ અંકલનો બીજી એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે હાલમાં ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.

જી હા, અભિનેતા ગોવિંદાના ગીત ‘મૈ સે મીના સે ના સાથી સે’ ગીત પર ફરીથી એક વાર ડાંસ કરીને ડબ્બુ અંકલએ ધમાલ મચાવી દીધી છે. ખરેખરમાં આ કોઈ ઇવેંટનો વિડીયો છે, જ્યાં ડબ્બુ અંકલ એટલે કે, પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવને પહેલી વાર ‘મૈ સે મીના સે ના સાથી સે’ ના આખા ગીત પર ડાંસ કરતા જોવા મળ્યા છે.

આ વખતે ડબ્બુ અંકલના વાયરલ વિડીયોની ખાસ વાત એ છે કે, અ વિડીયોમાં ફરીથી એમની વાઈફ પણ એમનો સાથ આપતા જોવા મળી રહી છે. ડબ્બુ અંકલ એટલે કે, પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવના આ વિડીયોને આકૃતિ ડીજીટલ સ્ટુડિયો દ્વારા ગત મહીને એટલે કે, જુન મહિનામાં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ આ વિડીયોને અત્યાર સુધીમાં ૩૮ લાખ કરતા વધારે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા જોઈ લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ એટલે કે, ડબ્બુ અંકલના આ ડાંસને અત્યાર સુધીનો સૌથી બેસ્ટ પર્ફોમન્સ બનાવી રહ્યો છે. તો ચાલો આપ પણ જોવો ડબ્બુ અંકલના આ વાયરલ વિડીયોને

આપને જણાવી દઈએ કે, પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ એટલે કે, ડબ્બુ અંકલની નસ નસમાં ડાંસ સમાયો છે. સંજીવ શ્રીવાસ્તવને ૧૦ વર્ષની ઉમરથી જ ડાંસ કરવાનું એવું તો જુનુન એમની પર સવાર થઈ ગયું હતું કે તે હજી સુધી જળવાઈ રહ્યું છે. એટલું બધું કાયમ રહ્યું છે કે, કોલેજના બાળકો પણ વાર્ષિક જલસાનો અંત પણ પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવના ડાંસથી જ કરે છે.

પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવના મનપસંદ ડાંસરમાં અભિનેતા મિથુન ચક્રવર્તી થી લઈને ગોવિંદા અને અભિનેતા જાવેદ જાફરી છે. પહેલા તો પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ ડાંસ પ્રતિયોગીતાઓમાં ભાગ પણ લેતા હતા, પરંતુ હવે તેઓ ફક્ત પોતાના શોખ માટે ડાંસ કરતા જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong