પાળતુ કૂતરાના મોત બાદ આ પરિવાર પર આવી એવી આફત કે લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહિં હોય

પ્રાણીઓ સાથેના પ્રેમની વાતો ઘણીવાર સાંભળવામાં અને જોવામાં આવે છે. આ દરમિયાન છત્તીસગ ઢના રાયગઢ જિલ્લામાં પાળતુ કૂતરાના મોતથી વ્યથિત મહિલાએ ફાંસી ખાઈને આપઘાત કરવાની ઘટના સામે આવી છે. મરતા પહેલા મહિલાએ એક સ્યુસાઇડ નોટ લખીને તેને કૂતરાની સાથે દફનાવવાની વિનંતી કરી. પોલીસે બુધવારે ઘટનાની જાણકારી આપી હતી.

પ્રિયાંશુ સ્થાનિક કોલેજમાં એમ કોમની વિદ્યાર્થિની છે

image source

રાયગઢ જિલ્લાના પોલીસ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, જિલ્લાના કોતરા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોરખા ગામે પાળતુ કૂતરાના મોતથી દુ: ખી થયેલી 21 વર્ષિય પ્રિયંશુ સિંહે આત્મહત્યા કરી લીધી હતી. પ્રિયાંશુ સ્થાનિક કોલેજમાં એમ કોમની વિદ્યાર્થિની હતી.

ઘરના સભ્યોને કૂતરા સાથે સારો એવો પ્રેમ હતો

image source

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પોલીસને મહિલાની આત્મહત્યા વિશે બુધવારે જાણ થઈ ત્યારે પોલીસ ટીમને ગોરખા ગામ દોડી આવી હતી અને લાશને હસ્તગત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસને બાતમી મળી હતી કે ગોરખા ગામના રહેવાસી દિલીપસિંહે આશરે ચાર વર્ષ પહેલા ઘરમાં એક કૂતરો પાળ્યો હતો. આ સમય દરમિયાન ઘરના સભ્યોને કૂતરા સાથે સારો એવો પ્રેમ હતો.

કૂતરાનું મંગળવારે મોડી રાતે મૃત્યુ થયું

image source

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલીપસિંહની પુત્રી પ્રિયંશુ કૂતરાની સંભાળ લેતી હતી અને કૂતરો પ્રિયાંશુ સાથે રહેતો હતો. તેમણે જણાવ્યું કે સગભગ 12 દિવસ બિમાર રહ્યા બાદ કૂતરાનું મંગળવારે મોડી રાતે મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે પ્રિયાંશુને તેના પાલતુ કૂતરાના મોતથી ભારે દુખ થયું હતું. બુધવારે સવારે જ્યારે પરિવારના સભ્યો જ્યારે કૂતરાના શબને દફનાવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે પ્રિયાંશુને ત્યાં જોઈ ન હતી. બાદમાં, પરિવાર પ્રિયાંશુના રૂમમાં પહોંચ્યો ત્યારે તેઓએ તેનો મૃતદેહ લટકતો જોયો.

તેના શરીરને કૂતરા સાથે દફનાવવા વિનંતી કરી

image source

તેમણે કહ્યું કે પોલીસે ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી, જેમાં પ્રિયાંશુએ જણાવ્યું કે કૂતરાના મોતથી તે દુ: ખી છે અને તેના (પ્રિયાંશુ) શરીરને કૂતરા સાથે દફનાવવા વિનંતી કરી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા બાદ મહિલાનો મૃતદેહ પરિવારના સભ્યોને સોંપી દીધો છે અને કેસ નોંધવામાં આવ્યો છે. પ્રિયાંશુના પરિવારજનોએ જણાવ્યું હતું કે કુતરાની લાશ ઘરની નજીક દફનાવવામાં આવી છે અને પ્રિયાંશુની અંતિમ વિધી હિન્દુ રીત રીવાજ પ્રમાણે કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ