ભારતના સૌથી લાંબા એક્સપ્રેસ વેમાં ગુજરાતને પણ ફાયદો

ભારતનો દિલ્હી અને મુંબઇ વચ્ચે દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. જેની લંબાઈ આશરે 1305 કિલોમીટર છે. આ એક્સપ્રેસ વે બનાવવા માટે કુલ 90 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ખુદ આ અંગે માહિતી આપી હતી. તેને 2018માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને 9 માર્ચ 2019 ના રોજ તેનો પાયો નાખ્યો હતો.

5 રાજ્યોમાંથી પસાર થતો એક્સપ્રેસ વે જાન્યુઆરી 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જે રાજ્યો દ્વારા આ પસાર થશે તેમાં દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ એક્સપ્રેસ વે જયપુર, ઉદયપુર, અજમેર, કિશનગઢ, કોટા, ચિત્તોડગ,, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ અને સુરત જેવા આર્થિક કેન્દ્રોને પણ ઉત્તમ જોડાણ આપશે. આજે અમે તમને તેના વિશે કેટલીક વિશેષ બાબતો જણાવી રહ્યા છીએ-

image source

તેના નિર્માણને કારણે દિલ્હી અને મુંબઇ વચ્ચેનું અંતર 130 કિ.મી. ઘટી જશે.

દિલ્હીથી મુંબઇ જવા માટે ફક્ત 12 કલાકનો સમય લાગશે, જે પહેલા 24 કલાક થતો હતો.

આ એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો એકસપ્રેસ વે હશે, જેના પર એનિમલ ઓવરપાસ બનશે જેથી પ્રાણીઓને જંગલમાં રસ્તો પાર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

દર વર્ષે લગભગ 32 કરોડ લિટર બળતણની બચત થશે

એક્સપ્રેસ વેની આજુબાજુ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે

CO2 ના ઉત્સર્જનમાં વાર્ષિક 85 મિલિયન કિ.મી. નો ઘટાડો થશે

image soucre

એક્સપ્રેસ વેમાં 3 અંડરપાસ અને 5 ઓવરપાસ બનશે

35 લાખ ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે

હજારો લોકોને રોજગાર મળશે

લગભગ 50 કરોડ ઘનમીટર જમીન ખસેડવામાં આવશે

image source

આ સિવાય જો મહત્વની વાત કરીએ તો નદી, સમુદ્ર અને પર્વતો તથા ખીણો પરના સૌથી મોટા અને વિશાળકાય પુલ ઘણી વખત લોકોમાં ઉત્સુકતા ઊભી કરતા હોય છે. આ પ્રકારના વિશાળ પુલ સામાન્ય જીવનને સરળ તો બનાવે જ છે, ઉપરાંત તે એક પર્યટક સ્થળ તરીકે પણ પ્રખ્યાત બને છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પુલનું આગવું વ્યૂહાત્મક મહત્વ પણ રહેલું છે. આ કારણે જ છેલ્લા થોડા સમયથી એશિયામાં સૌથી લાંબો પુલ બનાવવાની હરિફાઈ ચાલી રહી છે. ખાસ કરીને ભારત અને ચીન વચ્ચે સૌથી લાંબા પુલનું નિર્માણ કરવાની વાતમાં હોડ ચાલે છે. ગત વર્ષે જ ભારતે એશિયાના સૌથી મોટા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. હવે ચીન પણ બહુ જલ્દી વિશ્વનો સૌથી લાંબો પુલ શરૂ કરવા જઈ રહ્યું છે. ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા આ પુલની વિશેષતા એ છે કે, તેમાં નદીના કાંઠે ફક્ત બે સ્તંભ જ હશે. નદી ઉપરનો આખો પુલ કેબલ પર આધારિત હશે. આ પુલ ફ્લૉટિંગ સિસ્ટમની ટેક્નોલૉજી પર બનાવવામાં આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત